________________
૨૫૪
કલામૃત ભાગ-૫
કહે છે. તે ઊંધી માન્યતા તારે કારણે કરી, કર્મને કારણે નહિ. આહા.હા...! સમજાણું કાંઈ ? આહા...હા...!
શરીરની જુવાની ફાટફાટ હોય, ત્રીસ-પાંત્રીસ વરસની ઉંમર હોય), આ.હા..હા... ઇન્દ્રિયો પુષ્ટ હોય આહા! ત્રણ ત્રણ, ચાર ચાર ચૂરમાના લાડવા ચડાવતો હોય અને પત્તરવેલિયા હોય, પેલા અળવીના પાન આવે છે ને ? ઘીમાં તળેલા હોય). પત્તરવેલિયા સમજો છો ? અળવીના પાન નથી આવતા? પછી ચણાનો લોટ નાખીને વાટા કરીને, કટકા કરીને, ઘીમાં શેકીને ખાય. પત્તરવેલિયા ! એ લાડવા અને પત્તરવેલિયા ખાઈને ઓ... (ક) ! આહા.હા.! શું થયું તને આ ? આજે તો બસ એ.ઈ.. પકવાન એવો મળ્યો ! આજે તો બદામનો મેસુભ હતો ! બદામનો મેસુભ ! સમજાણું ? પીસ્તાના પાપડ ! પીસ્તા નથી આવતા? પીસ્તા અત્યારે બહુ મોંઘા છે. બદામ પણ મોંધી (છે). અમારે તો ત્યાં દુકાનમાં બધું હતું. બદામ, પીસ્તા વેચતા. તે દિ તો બાર આનાની શેર બદામ હતી ! અત્યારે તો કો'ક કહે, સવાસો રૂપિયાની કીલો છે એમ કો'ક કહેતું હતું. એ બદામના મેસૂભ અને પીસ્તાના પાપડ ! આહા..હા..! અને તાજી દ્રાક્ષના શાક (એ) ખાતો હોય (એટલે જાણે... આ..હા...હા...! આજે તો ખાવામાં બહુ મજા પડી, હોં ! અરે. પણ શું થયું તને આ ? (ખાતી વખતે) રાગ કર્યો હતો. રાગ કર્યો હતો એ વખતે) તું તો દુઃખી હતો. છતાં મને મજા પડી – એ બધું મિથ્યાત્વ બોલાવે છે. ઊંધી શ્રદ્ધાના એ પોકાર છે, કહે છે. આહાહા...! સમજાણું કાંઈ ?
એ કહ્યું, જુઓ ! “અનુભવે છે. આવો મિથ્યાત્વભાવ છૂટતાં... આહા..હા..! એવો ભાવ છોડે એને જ્ઞાની અને ધર્મી કહેવામાં આવે છે. આહાહા..! છે ? મિથ્યાત્વભાવ છૂટતાં જ્ઞાની પણ સાચો....” આવો મિથ્યાત્વ છૂટતાં જ્ઞાની (કહેવાય). શાસ્ત્રનું બહુ જાણપણું કર્યું માટે જ્ઞાની છે) એમ નહિ. પણ જેને હું ક્રોધી ને માની ને લોભી ને રાગી ને પૈસાવાળો – એ ભાવ જેને છૂટી ગયો છે, હું તો જ્ઞાનાનંદ છું. આહા...હા...! મારામાં વિકાર પણ નથી અને મારામાં પર વસ્તુનો સદ્ભાવ છે જ નહિ. આહા...હા...! હું તો આનંદનો નાથ સચ્ચિદાનંદ પ્રભુ ! સત્ શાશ્વત આનંદ અને જ્ઞાનનો સાગર છું. આહા..હા..! મારા અંતરમાં આનંદ અને જ્ઞાન પરિપૂર્ણ ભર્યા છે. આહા..હા...! એવો જે ભગવાન આત્મા, તેને આ મારા અને એની લીનતા(રૂપ) મિથ્યાત્વભાવ છૂટી ગયો છે. હું તો જ્ઞાન અને આનંદ સ્વરૂપ એ મારું સ્વરૂપ છે. એવું જે જાણે, અનુભવે તેને જ્ઞાની અને ધર્મી કહેવામાં આવે છે. અરે... અરે..! ભારે જવાબદારી ! શરતું બહુ આકરી ! સમજાણું કાંઈ ?
પેલા મુસલમાન પરણે છે ને ? જોયું છે ? અમારે તો ઘરની પાસે મુસલમાન (રહેતા) હતા. ‘ઉમરાળામાં ! પછી પરણે ત્યારે પેલા વરને એમ બોલાવે, પાણીની માટલી કબૂલ? સ્ત્રીને માટે તમારે પાણી ભરી દેવું પડશે, ફલાણું કરી દેવું પડશે), એવું બોલે. બધી ખબર