________________
કળશ-૧૭૫
૩૨૭
થઈ ગયું એમ નથી. બીડી પીવે છે ને ? જુઓને ! બીડીની એક બાજુ સળગે છે અને એક બાજુ ટાઢી છે. દીવાસળીનો આ બાજુનો ભાગ ઊનો થાતો નથી. અગ્નિ તો એને અડે છે. જો અગ્નિથી થાય તો આને પણ થવું જોઈએ. બરાબર છે ?
મુમુક્ષુ :- સમુચિત તર્ક છે.
ઉત્તર :- વસ્તુસ્થિતિ છે. આ દૃષ્ટાંત તો ઘણીવાર દઈએ છીએ, ઘણીવાર દીધું છે. પાંચ હાથનું લાંબું લોઢું હોય ઈ અગ્નિમાં ગયું. થોડી વાર) રાખો (તો) એકદમ છેડો નહિ પકડી શકાય. એટલું ઊનું થાય. અને દીવાસળી બે-ત્રણ તસની હોય, બીડી પીવે (ત્યારે) અહીં સળગતું હોય અને અહીં ઠંડું હોય. આ બાજુ ઠંડી હોય. એ એની પોતાની યોગ્યતાને કારણે છે. એમ સ્ફટિકમણિમાં લાલ ફૂલની લાલ ઝાંય પડે) ઈ સ્ફટિકમણિની પોતાની યોગ્યતાથી છે, ફૂલને લઈને નહિ. સમજાણું કાંઈ ? આ વાત તો ઘણીવાર આવી ગઈ છે, આ કાંઈ પહેલી વાર) નથી. આ તો અંદરમાં ઘણી બધી વાતો આવી ગઈ છે. આ..હા..!
સ્ફટિકમણિમાં અન્તર્ગર્ભિત નાના વર્ણરૂપ પરિણમનશક્તિ... દેખો ! જોયું ? એ વર્ણ – લાલ આદિ ફૂલ છે, પણ અહીં તેવા) અનેક વર્ણરૂપે પરિણમવાની પર્યાયની પોતાની લાયકાત છે, ફૂલને લઈને નહિ. ફૂલને લઈને હોય તો આમાં મૂકે નહિ. અહીં કંઈ (ઝાંય) નહિ પડે, આમાં યોગ્યતા નથી. સ્ફટિકમણિની પર્યાયમાં યોગ્યતા છે. તેથી રાતી, પીળી દેખાય છે. એમ કર્મની પર્યાયનો ઉદય જીવને વિકાર કરાવે એમ નથી. આત્માની પર્યાયમાં વિકાર થવાની યોગ્યતા છે.
મુમુક્ષુ :- ફૂલ નહિ હોય તો પછી કાળી, પીળી ઝાંય નહિ પડે.
ઉત્તર :- પણ કોણ પ્રશ્ન કરે છે ? ફૂલ ન હોય અને છે, એનો પ્રશ્ન અત્યારે (ક્યાં છે) ? ન હોય ત્યારે એની તે રૂપે) પરિણમવાની યોગ્યતા નથી. આહા...હા....! ભાઈ ! આવું છે આ ! - રાત્રે એક ભાઈને પૂછવું હતું, શું ધંધો છે? કે, પાઉડરનો. શું કહેવાય આ? પ્લાસ્ટીકનો ! પ્લાસ્ટીકનો પાઉડર અને ચશમા ! ચશમા પણ પ્લાસ્ટિકના, નહિ ? આ પહેરીયે છીએ ઈ) ઈ છે ? આ પ્લાસ્ટિકના છે, આ કાચના નથી. નીચે દેખાય અને ઉપરથી આ દેખાય. નીચે આવું નિમિત્ત છે માટે દેખાય એમ નહિ. નંબર લગાવ્યા માટે દેખાય છે એમ નહિ). આહા..હા.!
પર્યાયે પર્યાય પોતાની સ્વતંત્ર તે તે કાળે (થાય) છે. એ રીતે ન માને તો તત્ત્વની – વસ્તુની સિદ્ધિ નહિ થાય. એની પર્યાય છે એ સાબિત નહિ થાય. આ પર્યાય કો'કની અને કો’કને લઈને થાય, એટલે પર્યાય સાબિત થઈ કહેવાય ?
અહીંયાં (કહે છે), નિમિત્તકારણ છે બાહ્ય નાના વર્ણરૂપ” જોયું? “અન્તર્ગર્ભિત નાના વર્ણરૂપ પરિણમનશક્તિ. સ્ફટિકમાં નાના એટલે અનેક, સ્ફટિકમણિમાં અન્તર્ગર્ભિત નાના