________________
૩૮૨
કલશામૃત ભાગ-૫
મંચ ઉપર બન્ને વારાફરતી બોલે. (આ ભાઈ) અહીંના પક્ષના અને પેલા સામા પક્ષના અ... ભગવાન ! શું કરે છે ? બાપુ ! પક્ષ કયાં છે ? ભાઈ ! આ તો મારગ છે, બાપા ! આહા..હા...! અહીંયાં તો કહ્યું ને ? અંતરના જ્ઞાનના બળથી. એમ કીધું ને ? શું કીધું ? જુઓ ! દયા, દાન, વ્રતના બળથી પ્રગટ્યું ? આહા..હા..! હવે, આમાં શું કરવું ?
કે, પુણ્ય આહા..હા...!
મુમુક્ષુ :– તમે સંગઠન અને પ્રેમ ઇચ્છો તો થોડું ઢીલું કરવું પડશે.
ઉત્તર :– સંગઠન કઈ રીતે કરવું ? ઈ એક (જણ) કહેતો હતો. ‘મુંબઈ” (એક શેઠનું) દિગંબર ઘરમંદિર છે ને ? શેઠ એમ કહે છે, ઈ પૈસાવાળા માણસ એણે મંદિર બનાવ્યું. હવે સાધારણ છે. પછી એણે એમ કહેવરાવ્યું કે, સ્વામીજી કંઈક થોડું મોળું કહે અને અમે કંઈક થોડું (વધીએ), આપણે બન્ને ભેગા થઈએ. થોડું મોળું મૂકવું એનો અર્થ શું ? થોડું સત્યમાં અસત્ય ભેળવે અને તમારા અસત્યમાં ભળવું એમ (એનો અર્થ) હશે ? આ વાણિયાવવાડ હશે ?
એક વાણિયો હતો. ઈ કણબી પાસે પાંચ હજાર માગતો હતો. કણબી બધું વેચે તોપણ બે હજાર થાય. એટલે કણબીને એમ હતું કે, આ બે હજારથી વધારે મારી પાસે છે નહિ. પેલો કહે કે, હું પાંચ હજાર લઉં. (એમ) કરતાં... કરતાં... કરતાં... પેલો કણબી કહે કે, એક હજાર સિવાય મારી પાસે કાંઈ નથી. પેલો કહે કે, હું પાંચ હજાર લઉં. પછી પાંચસો ઘટાડ્યા. તો આણે વળી ૧૧૦૦ કર્યાં, વળી પેલાએ ૩૦૦૦ કર્યાં તો આણે ૧૨૦૦ કર્યાં, એમ કરતાં કરતાં આની પાસે બે હજાર માંડ હતા. પેલો વાણિયો પછી બે હજારે આવ્યો. એમ આમાં હશે ? ભાઈ ! વાણિયાવવાડ હશે અહીં ? આહા..હા...! અહીં તો માર્ગ છે ઈ છે, બાપા ! છડેચોક ! અહીંના (તત્ત્વજ્ઞાનના) વીસ લાખ તો પુસ્તક બહાર પડ્યા છે. વીસ લાખ ! આહા..હા...! ઘણા પુસ્તકો તો (આ ભાઈ) જોઈ જાય પછી છપાય છે.
આહા..હા...! અહીં કહે છે કે, જ્ઞાનના બળથી એટલે આત્મબળથી. પુણ્યના પરિણામના બળથી નિહ. ભગવાન આનંદસ્વરૂપ ભગવાન ! એના બળથી. છે ? સ્વાનુભગોચર શુદ્ધ ચૈતન્યવસ્તુ પોતાના બળ-પરાક્રમ સાથે એવી પ્રગટ થઈ કે જેથી શુદ્ધ જ્ઞાનના લોક-અલોકસંબંધી સકળ શેયને જાણવાના પ્રસારને અન્ય કોઈ બીજું દ્રવ્ય રોકી શકતું નથી.’ ચૈતન્યના અંતર બળના જોરે સમ્યગ્દર્શન પ્રગટ) કર્યું, અંતરના બળે કેવળજ્ઞાન કર્યું, હવે એને કોઈ રોકી શકે નહિ. એવી રીતે કેવળજ્ઞાન દશા પ્રગટ થઈ એ આત્માના સ્વભાવના બળથી થઈ. વિશેષ કહેશે..... (શ્રોતા :– પ્રમાણ વચન ગુરુદેવ !)