________________
કળશ-૧૮૩
૫૦પ
કરે છે ને ? એટલે પર્યાય થઈ ગઈ. ત્રિકાળી છે અને ગ્રહણ કરે છે તે પર્યાય થઈ ગઈ અને ત્રિકાળી છે એ સત્તા રહી ગઈ. એ દર્શન થયું. આહાહા...! સમજાણું કાંઈ ? લ્યો ! એમાં જ કલાક જાય છે. પાંચ મિનિટ રહી. આ..હા..!
કાલે પણ અધિકાર બહુ સારો હતો. વ્યાખ્યાન સાંભળીને (એક મુમુક્ષુ કહેતા હતા કે, આજે તો ન્યાલ કરી નાખ્યા ! એમ કીધું. એમાં વળી શ્વાસ ચાલ્યો, પણ ઈ નબળાઈને શ્વાસ, હોં ! પેલો શ્વાસ નહિ. પેલો શ્વાસ હોય ઈ બેસે નહિ. એ તો દેહ છૂટી જાય. ચાલ્યા કરે. દેહ રહેવાનો તો રહે, ન રહેવાનો હોય તો ચાલ્યો જાય. આહા...હા...! ભગવાન ક્યાં જાય ? ભગવાન પણ પર્યાયમાં પોતાને ત્રિકાળી છે એને જાણ્યા વિના કેમ રહે? આહા...હા...!
જેમ જ્ઞાનની પર્યાય ચેતના સામાન્ય ત્રિકાળીને જાણે છે તો ચેતના સામાન્ય દર્શન સિદ્ધ થઈ ગઈ અને જાણનાર પર્યાય સિદ્ધ થઈ ગઈ. ચેતના સામાન્ય અને વિશેષ સિદ્ધ થઈ ગયું અને એ ચેતના સામાન્ય અને વિશેષ છે એમ) સિદ્ધ થયું અને ચેતના સામાન્યવિશેષ વ્યાપક સિદ્ધ થઈ ગયું તો એમાં આત્મા વ્યાપ્ય છે. એમાં આત્મા એ રીતે વ્યાપેલો છે. આહા..હા.! સમજાણું કાંઈ ? આવું કોઈ દિ ત્યાં સાંભળ્યું નથી. ભાઈ ! અહીંયાં આવીને મહિનો મહિનો રહે છે. આવી વાતું છે, બાપા !
ભગવાન સર્વજ્ઞ પરમાત્મા ! એ પોતે જ સર્વજ્ઞ પ્રભુ છે !! સર્વજ્ઞ સ્વભાવી વસ્તુ છે. આહા...હા....! પણ સર્વજ્ઞ સ્વભાવ છે, એ જાણે કોણ ? આત્મા પોતે સર્વજ્ઞ સ્વરૂપી જ છે, પ્રભુ ! આહા..હા..! એટલે ? કે, જ્ઞ-સ્વરૂપ છે. એટલે ? એને વિશેષણ લગાડી દ્યો તો સર્વજ્ઞ સ્વરૂપ છે. એ સર્વજ્ઞ સ્વરૂપ છે એ તો સત્તારૂપ ત્રિકાળ છે. પણ આ સર્વજ્ઞ સ્વરૂપ છે કે જ્ઞ-સ્વરૂપ છે કે જ્ઞાનસ્વરૂપ છે એને જાણનારી પર્યાય છે. આહા...હા...! પર્યાય વિના એનો સ્વીકાર કરે કોણ ? પર્યાયમાં ધર્મ થાય છે એનો અર્થ આ કે, એ પર્યાય સર્વજ્ઞને સ્વીકારે છે એટલે સમ્યગ્દર્શન થાય છે. આહા..હા..! સમજાણું કાંઈ ?
“ગ્રહણ કરે છે, જે તે શેયાકારરૂપે પરિણમે છે – શેયાકારરૂપ પરિણમન ચેતનાનો પર્યાય છે તે રૂપે પરિણમે છે – તેથી ચેતનાનું જ્ઞાન એવું નામ છે.” દર્શન પણ અનાદિઅનંત છે માટે અને જાણે છે માટે વિશેષ પણ છે. આહા..હા.! ચેતના અનાદિઅનંત છે, પણ એ અનાદિઅનંત જાણ્યું કોણે ? અનાદિઅનંત અનાદિઅનંત જાણે ? અનિત્ય નિત્યને જાણે છે. એ ચિવિલાસમાં આવે છે. ચિવિલાસ' છે ને ? એમાં આવે છે. અનિત્ય નિત્યને જાણે છે. ઈ અહીં સિદ્ધ કરવું છે. પર્યાય પોતે ત્રિકાળી અનાદિઅનંત ચેતનાને જાણે છે. બસ ! સામાન્ય-વિશેષ બે થઈ ગયા. એમાંથી એકરૂપ જ માને તો આત્માનો નાશ થાય છે અને ચેતનાનો નાશ થાય છે. વિશેષ કહેશે... (શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)