________________
૪૬૪
કિલશામૃત ભાગ-૫ ફૂલનું નિમિત્ત (થવું) અને અહીં પરિણમવાની યોગ્યતા સાથે છે). એ લાલ, પીળા ફૂલે એને પરિણમાવ્યું નથી. (જો ફૂલને કારણે થયું હોય તો) આની નીચે મૂકે તો થવું જોઈએ. ઈ સ્ફટિકમણિની પર્યાયની પોતાની યોગ્યતાને કારણે છે. એમ અહીં પાછુ જીવમાં ઉતારવું છે.
એ સ્ફટિકમણિ ઝળકે છે. ઝળકે છે એમ કીધું ને ? સ્ફટિકમણિ ઝળકે છે. એ પોતાની પર્યાયમાં લાલ, પીળું આદિ ઝળકે છે. ફૂલ આદિ તો નિમિત્તમાત્ર છે. એનાથી અહીં થયું નથી. અહીંયાં પોતાને તે જ કાળે, તે પ્રકારે થવાની ઝળક પરિણમવાની યોગ્યતાથી તે થઈ
વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતાં સ્વચ્છતામાત્ર ભૂમિકા...” એનું મૂળ સ્વરૂપ – ભૂમિકા સ્વચ્છતામાત્ર ભૂમિકા સ્ફટિકમણિ વસ્તુ છે, તેમાં રાતા-પીળા-કાળાપણું પરસંયોગની ઉપાધિ છે....” અંદર લાલ, પીળો દેખાવ છે એ ઉપાધિ છે. સંયોગ નિમિત્ત છે તેની ઉપાધિ પોતાથી છે, “સ્ફટિકમણિનો સ્વભાવગુણ નથી; એનો કાયમનો જે સ્વભાવગુણ છે એ લાલ, પીળો થવાનો સ્વભાવ નથી.
‘તેવી જ રીતે...” એ દૃષ્ટાંત થયો. “જીવદ્રવ્યનો સ્વચ્છ ચેતનામાત્ર સ્વભાવ છે.” આહા...હા...! ભગવાન આત્માનો તો સ્વચ્છ સ્વભાવ ચેતનામાત્ર (છે). જાણવું-દેખવું સ્વભાવ વસ્તનું સ્વરૂપ એ છે. વસ્તુની સ્થિતિ એ છે.
જીવદ્રવ્યનો સ્વચ્છ ચેતનામાત્ર સ્વભાવ છે;” એનો તો જાણવું-દેખવું, એ ચેતન જ એનો સ્વભાવ છે પણ ‘અનાદિ સત્તાનરૂપ મોહકર્મના ઉદયથી મોહ-રાગ-દ્વેષરૂપ – રંજિત અશુદ્ધ ચેતનારૂપે – પરિણમે છે.....” એ પોતાની લાયકાતથી પરિણમે છે. મોહકર્મનો ઉદય તો નિમિત્તમાત્ર છે. ખરેખર તો ઉદય જે છે એ જીવને સ્પર્શતો પણ નથી. સ્ફટિકમણિને લાલ, કાળા ફૂલ અડ્યા નથી. આહા...હા...! છતાં તે પ્રસંગે – સમયે સ્ફટિકમાં રાતી, પીળી થવાની યોગ્યતાથી થાય છે. પરદ્રવ્ય તો ત્યાં અડતું પણ નથી, ચુંબતું પણ નથી.
એમ ભગવાનઆત્મા સ્વચ્છતા ચેતનામાત્ર સ્વરૂપ (છે) એમાં એને મોહકર્મનો સંતાનનો અનાદિનો પ્રવાહ ઉદય(માન છે તેથી) “મોહ-રાગ-દ્વેષરૂપ – રંજિત અશુદ્ધ ચેતનારૂપે – પરિણમે છે....” પોતાની યોગ્યતાથી પર્યાયમાં રાગ અને દ્વેષરૂપે પરિણમે છે. સમજાણું કાંઈ ? કર્મ તો નિમિત્ત છે. ખરેખર તો નિમિત્તનો જે ઉદય છે એ જીવને અડ્યો પણ નથી, અડતો પણ નથી, સ્પર્શતો પણ નથી, ચુંબતો પણ નથી. આહા..હા..!
મુમુક્ષુ :- દૂર રહીને છાપ પાડે છે.
ઉત્તર :- દૂર છે, દૂર જ છે. છાપ પાડતું નથી. દૂર રહે છે એ વખતે પોતાની યોગ્યતાથી ત્યાં રાગ-દ્વેષ અને મોહ થાય છે, બસ ! આમ છે. સમજાણું કાંઈ ? એ તો (“સમયસારની) ત્રીજી ગાથાનો પહેલો સિદ્ધાંત કીધો નહિ ? કે, દરેક દ્રવ્ય પોતાના અનંત ધર્મને ચૂંબે છે પણ પરદ્રવ્યને ચૂંબતું નામ અડતું નથી. આહા..હા...! એ સિદ્ધાંત રાખીને બધી વાત ચાલે.