________________
૨૧૬
કલશામૃત ભાગ-૫
આહા..હા...!
એમ નિઃસંદેહ જાણજો, સંશય કાંઈ નથી.’ અસ્તિ-નાસ્તિ કરી. જરીયે સંશય કરવા જેવો નથી કે, ૫૨ને હું જીવાડી શકું, મારી શકું એ વાત સાચી છે. (મારી, જીવાડી શકું એ વાત) બિલકુલ સાચી નથી. નિઃસંદેહ એમ જાણો, (એમાં) સંશય કરવા જેવો નથી. આ..હા..હા..હા...! ભારે કામ, ભાઈ ! આ શેઠિયાઓ તો ઘણાને નભાવે, જુઓ ! પાણીના કેવા પરબો બનાવે, ગરીબોને શિયાળામાં કપડાં ... આહા..હા...! કોણ ક્યે, કોણ લ્વે ? બહુ આકરું કામ, બાપા ! ધર્મના સત્ય સ્વરૂપને સમજવું એ અનંતકાળથી એણે ગોટાળા માર્યા છે). આહા..હા...! ધર્મને નામે ગોટા વાળ્યા છે. પરદ્રવ્યનું કરી શકાતું નથી (એમ સાંભળીને કહે કે), બિલકુલ નહિ, કરી શકાય છે. લ્યો ! એમ બોલે છે. અત્યારે પણ બોલે છે ને ? આહા...હા...!
મુમુક્ષુ = દિગંબરો પણ એમ કહે છે.
ઉત્તર :– દિગંબરના માનનારાઓ એમ કહે છે. ઈં દિગંબર છે કે દિ’ ? આહા..હા...! દિગંબર તો એને કહીએ કે, જે પ૨ને મારી શકું, જીવાડી શકું (એમ) ત્રણકાળમાં નહિ અને મને બીજા મદદ કરે માટે હું જીવી શકું અને મરી જઉં, પ્રતિકૂળતા આપે એમ બિલકુલ માને જ નહિ. અને રાગથી ધર્મ ન માને તે દિગંબર છે. દિગંબર કોઈ પક્ષ નથી. એ તો સ્વરૂપ છે. આહા..હા....!
કળશમાં કહ્યું છે કે, મિથ્યાત્વનો ત્યાગ થઈને સ્વરૂપની દૃષ્ટિ કરે તે દિગંબર છે. સમજાણું કાંઈ ? ક્યાંક આવે છે. મિથ્યાત્વ ? ભ્રમણા – રાગથી ધર્મ થશે, અનુકૂળ સંયોગ મળે તો જીવત૨, શરી૨ ઠીક રહેશે અને શરી૨ ઠીક રહેશે તો ધર્મ થશે એવી જેને ભ્રમણા છે એ દિગંબર નથી. એણે મિથ્યાત્વના કપડાં પહેર્યાં છે. જેણે એ મિથ્યાત્વના કપડાં છોડી દીધા અને નગ્નપણું – જેવો ચૈતન્ય એકલો સ્વતંત્ર શુદ્ધ છે એવી જેની દૃષ્ટિ છે અને પરને લઈને મારામાં કાંઈ થતું અને મા૨ે લઈને ૫૨માં કાંઈ થતું નથી, એ જીવને દિગંબર ધર્મ કહેવામાં આવે છે. કહો, ભાઈ ! આહા..હા...! દિગંબર કોઈ વાડો નથી. મુનિને દિગંબર (કહે છે) દિગ એટલે આકાશ (જેનું) વસ્ત્ર છે). કપડાં ન હોય એવી અપેક્ષાએ ઓળખાવ્યું છે. અને અહીં વાસ્તવિક દિગંબર ધર્મી એને કહીએ કે, જેને મિથ્યાત્વ ન હોય. આ..હા..હા...! અને મુનિ એને કહીએ કે, જેને માથે ઇચ્છાથી રાખેલું કપડું ન હોય. કોઈ નાખી જાય (એ જુદી વાત છે). આહા...હા...! સમજાણું કાંઈ ? આ દિગંબર કોઈ પક્ષ નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે. કહ્યું ને ? ઘટ ઘટ અંત૨ જિન વસે' ઈ જિનસ્વરૂપી વીતરાગ સ્વરૂપી આ આત્મા છે. રાગની એકતા તોડે અને સ્વરૂપની એકતા કરે એ એનું જિન સ્વરૂપ જ છે. જિન સ્વરૂપ કહો કે આત્માનું દિગંબર સ્વરૂપ કહો (બન્ને એકાર્થ છે). આહા..હા...! એ ક્યાંક આવ્યું છે, ‘ભાવ પાહુડ’માં કે બીજે ક્યાંક આવ્યું છે. મિથ્યાત્વ ટાળે એને દિગંબર