________________
૨૮૨
કલશામૃત ભાગ-૫
વીતરાગ ત્રિલોકનાથે જ્યારે છોડાવી તો હું એકત્વબુદ્ધિ ઉપરાંત હવે (એમ કહું છું કે), પરને આશ્રયે જેટલો ભાવ થાય દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા આદિ શુભ ભાવ, એ પણ સમિતીને ધર્મીને શ્રદ્ધામાંથી છોડવા લાયક છે. શ્રદ્ધામાંથી છોડવા લાયક, હોં ! થાય ખરો, પણ આદરણીય નથી, હેય છે. આહા..હા...! ભાઈ ! આવી વાતું છે.
આ તો હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે' ગાડું ચાલતું હોય ને ? બળદ મોટા હોય, પચીસ મણ ભાર ભરીને ગાડું ચાલતું હોય (એની) હેઠે કૂતરો હોય એને પાછળનું ઠાંઠું અડે, ઠાઠું ! (તો એ એમ માને કે) મારાથી આ ગાડું ચાલે છે. એમ આ કૂતરા જેવો, જ્યાં ઊભો હોય ત્યાં દુકાનની ક્રિયા થાય, માણસની ક્રિયા થાય, ખાવા-પીવાની ક્રિયા થાય, શરીરની ક્રિયા થાય એ બધી મારાથી થાય છે એ કૂતરા જેવો અજ્ઞાની માને છે.
—
મુમુક્ષુ :
કૂતરો માને છે...
ઉત્ત૨ :- કૂતરો તો ક્યાં માને છે ? પણ કૂતરાને એમ થાય છે કે, આ ચાલે છે. માથું અડે ખરું ને ? ગાડું ચાલે છે તો એને કા૨ણે પણ મોટો કૂતરો (હોય) અને પેલું ઠાઠું અડે (એટલે માને કે) ગાડું મારાથી ચાલે છે. હવે, હાલ... હાલ.. માળા ! એમ આ જગતના, શ૨ી૨ના, વાણીના, પૈસાના લેવાના, દેવાના, ખાવાના, પીવાના, બાયડીના, છોકરાના, કુટુંબના, છોકરાના ભણાવવા આદિની જે ક્રિયાઓ (થાય) એ બધી પરની એકત્વબુદ્ધિની બુદ્ધિ છે. એને કારણે થાય ત્યાં મારે કારણે થાય, એમ માનનારો તે એકત્વબુદ્ધિનો મિથ્યાદૃષ્ટિ મિથ્યાત્વનો સેવના૨ છે, એને જૈનધર્મની ખબર નથી. બરાબર છે ? આહા..હા....!
મુમુક્ષુ :– ખબર નથી તો એનો તિરસ્કાર શા માટે કરવો ?
ઉત્તર :– કોણ તિરસ્કાર (કર્યો) ? કાંઈ કર્યો નથી. આ તો છોડવા લાયક છે, એટલું જણાવવા માટે એમ કહેવાય છે. એના ઉપર દ્વેષ કરવો એમ કાંઈ છે નહિ. એ પણ અંદર તો ભગવાન છે. એની દૃષ્ટિમાં વિપરીતતા છે એને જાણવી. જાણીને એના ઉપર દ્વેષ કરવો એ (વાત) બિલકુલ નહિ. કોઈ વ્યક્તિ પ્રત્યે વેર (બાંધવું એ) ત્રણકાળમાં હોય નહિ. ભગવાન છે, એની ભૂલ છે, ભૂલ કરી છે તો ટાળશે. આહા....હા..! સમજાણું કાંઈ ? ‘સત્વેષુ મૈત્રી’ બધા ભગવાનઆત્મા પ્રત્યે પ્રેમ રાખવો. આત્મા તરીકે, હોં ! આહા..હા...!
આ બેમાં બહુ સમાડી દીધું છે. એકત્વબુદ્ધિ અને ૫૨નો આશ્રય(રૂપ) વ્યવહાર. બેમાં ફે૨ (છે). એકત્વબુદ્ધિમાં પરનું કરી શકું એવો ભાવ (છે) અને વ્યવહારમાં પરનું કરી શકું એ (ભાવ) નહિ પણ પ૨ને લક્ષે પોતામાં થયેલો ભાવ (છે). દયાનો, દાનનો, વ્રતનો, તપનો, ભક્તિનો, પૂજાનો, નામસ્મરણ ભગવાન... ભગવાન (કરે), આ ણમો અરિહંતાણં... ણમો અરિહંતાણં... ણમો અરિહંતાણં... (બોલે) એ બધો પરલક્ષી ભાવ છે, એ બધો શુભ ભાવ છે. એને પણ ભગવાને ધર્મ નહિ માનીને તેને છોડવા લાયક છે એમ કહ્યું છે). એમાં
—