________________
૬૪
કલામૃત ભાગ-૫
પાઠ છે. પછી એનાથી એવું લઈ લ્યે કે, ધર્મી સમ્યગ્દષ્ટિ થયો એટલે એને રાગનું વેદન છે જ નહિ, એમ નહિ. આ તો દૃષ્ટિ અને દૃષ્ટિના વિષયની મુખ્યતાથી કથન છે. તેથી તેને આનંદનું વેદન એક જ છે. ગૌણપણે પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી હજી એને રાગ આવે પણ એ દુઃખ છે, એ દુ:ખને વેદે છે. આ..હા...હા...!
પૂર્ણ આનંદનું વેદન પરમાત્માને (હોય) અને પૂર્ણ દુ:ખનું વેદન મિથ્યાદષ્ટિ જીવને (હોય). મિથ્યાસૃષ્ટિ (એટલે કે જે) રાગની એકતાબુદ્ધિમાં પડ્યો છે એ પૂર્ણ દુ:ખી છે. કેવળી પરમાત્મા(ને) પૂર્ણ આનંદ છે પણ સાધકજીવ જે સમ્યગ્દષ્ટિ છે એને જેટલો આત્માને આશ્રયે પડ્યો તેટલો આનંદ છે, જેટલો હજી રાગ બાકી છે તેટલું દુઃખ છે. પૂર્ણ આનંદ નથી એટલું ત્યાં દુઃખ છે. પણ એને અહીંયાં દૃષ્ટિની મુખ્યતામાં ન ગણતા એક વેદના છે એમ કહેવામાં (આવે છે). આહા..હા..! એની મેળાએ આ વાંચે તો કાંઈ સમજાય એવું નથી. ચોપડા આડે નવો કયાં થાય છે ? ધૂળ આડે ! આ ભાષા સાદી છે. ભગવાન અંદર છે, બાપુ ! ચૈતન્યનો માલ છે અંદર ! આહા..હા...!
આચાર્ય મહારાજનો પોકાર છે. સંતો છે, દિગંબર સંત છે. સંતો જંગલમાં વસતા હતા. સનાતન જૈનધર્મમાં દિગંબર મુનિઓ(ને) વસ્ત્રનો કટકો પણ નહિ ! આનંદની લહેરમાં જંગલમાં રહેતા, વાઘ ને સિંહ વચ્ચે ! આ..હા..હા..! એ અહીં કહે છે, ધર્મીને એક વેદના હોય એમ કહે છે. છે ? જીવને એક વેદના છે...' કઈ ? શાશ્વત છે જે જ્ઞાન એ જ...' છે ને ? શાશ્વત જે જ્ઞાનસ્વરૂપ ધ્રુવ જ્ઞાનાનંદ આત્મા ! એનું જ એક વેદન છે. આહા..હા...! એક કલાકમાં કેટલી અજાણી વાતું ! દુનિયાની તો બધી ખબર છે ને ! આખી દુનિયા જોઈ છે. બધા વાડા જોયા (છે). એક દુકાનનો ધંધો કર્યો હતો, ઉઘરાણી જતા. ધારધી૨ કરતા, ધારધીર ! પણ એ સત્તર વર્ષની ઉંમરથી બાવીસ (વર્ષ સુધી) – પાંચ વર્ષ (કર્યું). બાવીસ વર્ષે છોડી દીધું. (સંવત-૧૯૬૮ના) વૈશાખમાં (છોડી દીધું). ધા૨ધીરમાં પૈસા લેવા હું જાતો. બે ગામ હતા એક મહેરા અને એક તલોદ. અમારા (આ) બે મુખ્યપણે ખાસ ધારધીરના (ગામ હતા). કેટલાક તો ન આવતા હોય. એમાં કાંઈ (હિ), બધું કર્યું છે. ઉઘરાણીએ જઈએ અને રસ્તામાં કોઈ ગાડું ન હોય તો સાથે બસો-ચારસો-પાંચસો પૈસા હોય તો પછી છત્રી હોય ને ? એ છત્રીના ઉપરના સળિયામાં નાખીએ. આ બધું કરેલું છે. કારણ કે એકલા હોય અને કો'ક આવીને (જોવે તો) ગુંજામાં જોવે, ત્યાં જોવે ? કોઈ આવ્યું નથી કોઈ દિ’. છત્રી હોય ને છત્રી ? એના પેલા સળિયા (હોય એમાં) ઉપ૨ કોથળી મૂકી દઈએ. તે દિ’ રોકડા (રૂપિયા) હતા ને ? તે દિ’ કયાં નોટું–કાગળીયા હતા ? .....હા...હા...! ઈ બધા ધૂળધાણીના વેપાર હતા.
?
અહીં પ્રભુ કહે છે, એકવાર તું સાંભળ તો ખરો, પ્રભુ ! તું અંતરમાં અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનનો સાગર (છો) એમાં તારી નજરું ન મળે અને તારી નજરું આ ઝેરના પ્યાલા