________________
૨૧૪
કલશામૃત ભાગ-૫ મનુષ્યોમાં એવી કહેણી છે કે “આ જીવે આ જીવને માર્યો...” એ તદ્દન જૂઠી વાત છે. “આ જીવે આ જીવને જીવાડ્યો...' ઈ તો નિમિત્તના કથનો છે. એ રીતે જીવે માર્યો અને જીવાડ્યો, એમ છે નહિ. “આ જીવે આ જીવને જીવાડ્યો.” આહા..હા..! છોકરાઓ નાના હતા એને) મોટા કર્યા, પાળી-પોષીને મોટા કર્યા. આહાહા...! એવી જગતની કહેણી છે. એ બધું જૂઠું છે, કહે છે. કહો, ભાઈ ! આહા...હા..!
આ જીવે આ જીવને સુખી કર્યો...” એટલે કે અનુકૂળ સંયોગ આપ્યા, એમ. સુખી કર્યાનો અર્થ એ છે). આને સગવડતા આપી... આહા..હા...! દીકરીને આપી છે, જમાઈ જરી સાધારણ છે (એવો) ખ્યાલ હતો પણ એને પૈસા એટલા આપીએ કે એની સગવડતા જળવાઈ રહે. એ બધી માન્યતા અજ્ઞાન છે. અરે..! આવી વાતું છે.
મુમુક્ષુ :- કર્મભૂમિની વ્યવસ્થા નહિ રહે.
ઉત્તર :- કર્મભૂમિની વ્યવસ્થા સૌને કારણે થાય છે. ભગવાને કહ્યું છે એમ પણ ત્યાં નથી. આવ્યું હતું ને ? “ઋષભદેવ ભગવાને બધાને શીખવ્યું, આમ દળવું, આમ વાવવું, આમ પીસવું આમ બધું શીખવ્યું. એ તો નિમિત્તના કથન છે. વિકલ્પ આવ્યો હતો તેથી શીખવ્યું એમ કહેવામાં આવ્યું. બાકી બીજાને શીખવી શકે અને એને આમ બનાવો, વાસણ આમ બનાવો, ફલાણું આમ બનાવો. ભગવાને તે દિ કહ્યું હતું. આહા...!
મુમુક્ષુ :- ભગવાને કીધું ઈ વ્યાજબી છે.
ઉત્તર :- વ્યાજબી ક્યાં છે ? એણે કીધું જ નથી. એને જરી વિકલ્પ આવ્યો હતો, એમાં વાણી વાણીને કારણે નીકળી અને એને કારણે પરના કાર્ય થયા, એમ નથી. આહા..હા..! આવી વાતું છે. ઈ લોકો દાખલો આપે છે કે, જુઓ ! ભગવાને આમ કીધું છે ને ! આહા..હા..!
અહીં તો એક આત્મા સ્વતંત્ર વસ્તુ છે. બીજી ચીજો પણ સ્વતંત્ર (છે). પરમાણુ આદિ, આત્માઓ આદિ એ કોઈપણ પરદ્રવ્યને જીવ રાખે, પાળે, પોષે કે હણે એવું ત્રણકાળમાં બનતું નથી. આહા...હા...! આ તો વીતરાગમાર્ગ છે. અનંત પદાર્થ અનંત પદાર્થ પોતપોતાની પર્યાયથી પરિણમીને ટકી રહ્યા છે. એને ઠેકાણે બીજો કહે કે હું એને સંયોગ આપું તો ટકી રહે, સંયોગનો નાશ કરી દઉં તો મરી જાય, એ બધી વાતું અજ્ઞાનીની ભ્રમણા છે. ભારે કામ, ભાઈ ! આહા..હા..!
આ જીવે આ જીવને જીવાડ્યો, આ જીવે આ જીવને સુખી કર્યો...” સુખી (કર્યો) એટલે સંયોગ આપ્યો, હોં ! એમ લેવું. એને આમ દુકાન કરાવી દીધી, ફલાણું કરી દીધું, આમ કરી દીધું, પાંચ હજાર રૂપિયા આપ્યા અને રસ્તે ચડાવી દીધો. એ જગતના જીવની કહેણી છે પણ એ વાત એમ છે નહિ. આહાહા...!
“આ જીવે આ જીવને દુઃખી કર્યો. એટલે પ્રતિકૂળ સંયોગ આપ્યો, એમ. એને દુઃખનો ભાવ થાય એમ એની વાત નથી. દુઃખનો ભાવ તો ઈ પોતે કરે છે. અહીં તો મેં એને