________________
કળશ-૧૬ ૩
૧૫૩
કેવો છે આત્મા? અથવા કેવું છે જ્ઞાન? એ જ્ઞાનસ્વરૂપ આત્મા. જ્ઞાનાવરણાદિ કર્મરૂપ પુદ્ગલપિંડનું) પરિણમન, કર્મરૂપે પર્યાય છે તેને મટાડતું થકું.” એ કર્મરૂપે પર્યાય (છે) તે અકર્મરૂપે થઈ જાય એને કર્મને મટાડ્યું એમ કહેવામાં આવે છે. બાકી કર્મની પર્યાય અકર્મરૂપે થાય એ એને કારણે થાય છે. પણ અહીંયાં શુદ્ધ ચૈતન્યના પરિણમનના જોરે અશુદ્ધતા ટળે છે તો ભેગું કર્મ પણ એટલું ટળી જાય છે એટલે કર્મ ટળે છે એમ કહેવામાં આવ્યું છે. આહા...હા...!
કેવો છે બંધ ? ક્રીડા કરે છે... આહાહા...! “પ્રગટપણે ગરજે છે.” આહા...હા...! ભાવબંધ – વિકાર ભાવ અને કર્મ. નિમિત્તથી ઈ અને આ. ગરજે છે (અર્થાતુ) મને ગર્વ છે કે મેં ઘણાને ઊંધા પાડી નાખ્યા !! આખી દુનિયાને મેં વશ કરી લીધી છે. મહાન માંધાતા સાધુ પંચ મહાવ્રતના પાળનારા, નગ્ન દિગંબર જંગલવાસીને પણ મેં હેઠે પાડી નાખ્યા. એ રાગ મારો છે એમ માનીને ત્યાં મરી ગયા છે. સમજાણું કાંઈ ? છે ?
‘ક્રીડા કરે છે અર્થાત્ પ્રગટપણે ગર્જે છે. બંધ છે એ ગરજે છે કે, હું છું. મેં કંઈકને હેઠા પાડી નાખ્યા. રાગનો શુભ પરિણામ આવે ત્યાં એ રાજી રાજી થઈ જાય છે. દયા. દાન, વ્રતના પરિણામ શુભ છે એમાં) રાજી થઈ જાય (ત્યારે) બંધ કહે છે કે, મને ગર્વ છે. મેં એ માંધાતાને હેઠા પાડ્યા છે ! આહા..હા..! આવી વાતું છે.
પ્રગટપણે ગર્જે છે. શા વડે ક્રીડા કરે છે ?” રમવનિર્મરમીનીટમેન” “સમસ્ત જીવરાશિને પોતાને વશ કરી ઊપજ્યો છે જે અંહકારલક્ષણ...” જોયું ? રસનો અર્થ છે કર્યો આહાહા..! અહંકારલક્ષણ (કહ્યું) એ એનો રસ (છે). રસ ચડી ગયો છે. રાગનો, પુણ્યના પરિણામનો, પાપના પરિણામનો અજ્ઞાનીને રસ ચડી ગયો છે. આહા...હા...! બંધ અને એના રસમાં ડૂબી ગયો છે, કહે છે. આહા...હા...! અમે આટલા પુણ્ય કર્યા છે, અને અમે આવા વ્રત પાળીએ છીએ, અમે આટલી તપસ્યા કરીએ છીએ. આહા..હા..! એ બધા વિકલ્પનું એને અભિમાન થઈ ગયું છે. આહા...હા...! સમજાણું કાંઈ ?
આ રમવ)ની વ્યાખ્યા છે. ‘વશ કરી ઊપજ્યો છે જે અહંકારલક્ષણ...” એમ એના રસની વ્યાખ્યા કરી. એમાં એકાકાર થઈ ગયો છે. રસ એટલે રાગમાં એકાકાર થયો છે એ બંધભાવ. આહા..હા...! રસની વ્યાખ્યા આવે છે ને ? કે, રાગના – દયા, દાન, વ્રતના પરિણામમાં પણ એકાકાર થઈ ગયો છે એ બંધને અહંકાર છે કે મેં માંધાતાને હેઠે પાડ્યા છે. અમે દીક્ષા લીધી છે, અમે બાયડી, છોકરા છોડ્યા છે, દુકાનના ધંધા લાખોની પેદાશ છોડી છે. એવો એને અહંકાર થઈ જાય છે. આહા...હા...! અહંકારનો જેને રસ ચડી ગયો છે, કહે છે. બંધ અધિકાર’ એમ કહે છે કે, પરને અમે અહંકારના રણે ચડાવી દીધો છે, હેઠે પાડી નાખ્યા છે. આહાહા...!
(રસમાવ) પછી નિર્ભર) છે ને ? “ભરેલો છે. અહંકારલક્ષણ ગર્વ તેનાથી ભરેલો