________________
૪૧૨
કલામૃત ભાગ-૫
શેની દીક્ષા ? બાપા ! હજી જેને સુખરૂપ દશા પ્રગટી નથી એને દીક્ષા કેવી ? આહા..હા..! જેને આનંદનો નાથ ભગવાન, રાગથી ભિન્ન પડીને આનંદની દશા પ્રગટી નથી અને આનંદની દશાની વિશેષતા કરવી એ દીક્ષા (છે). આહા...હા...!
ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદની મૂર્તિ સુખસ્વરૂપ ! એ તો મુક્ત સ્વરૂપ છે પણ એક સમયની પર્યાય રાગમાં અટકેલી છે, એ પણ એક સમયની છે. આહા...હા...! એને – અટકેલીને વ્યય કરી છે ત્યારે તો છે જ, બીજે સમયે એનો વ્યય કરી અને અબંધ પરિણામને ઉત્પન્ન કરવા એ પ્રજ્ઞાછીણીનું કામ છે. આહા...હા...! કે વ્યવહાર રાગાદિ ક્રિયાનું એ કામ છે ? પ્રભુ ! આ શું છે ? આવો ઝીણો માર્ગ ! આહા..હા..! એમાં મોટી તકરારું – ઝગડા.. ઝગડા... ઝગડા. ભગવાન એક સમયમાં ભૂલ્યો છે. એ એક જ સમયે ભગવાનને પ્રાપ્ત કરે છે. સમજાણું કાંઈ ? આહા...હા...!
પૂર્ણ અતીન્દ્રિય આનંદનો સાગર નાથ ! એક સમયમાં ભૂલીને દુઃખની દશા ઉત્પન્ન કરી છે, એ બંધ છે. રાગની કહો કે દુ:ખની કહો. આહા...હા...! એ આનંદના નાથની સાથે, એક સમયના પર્યાયમાં (દુઃખ ઉત્પન્ન કરે છે). દ્રવ્યની સાથે નહિ. એક સમયની પર્યાય દુઃખના ભાવમાં આવીને અટકી છે. એ બંધ છે. એ બંધને જ્ઞાનની પર્યાય – પ્રજ્ઞા બીજે સમયે અંતર શુદ્ધ જીવદ્રવ્ય (તરફી વળે છે અને રાગને ભિન્ન પાડે છે. ભિન્ન પાડે છે એ વ્યવહાર (કથન છે), નિશ્ચયથી તો અહીં વળે છે, ઢળે છે. આહાહા.!
પ્રશ્ન :- ચોથા ગુણસ્થાનની વાત છે ?
સમાધાન :- હા, ચોથાથી (આવું થાય છે). ચોથાથી એક સમયમાં) મિથ્યાત્વથી છૂટો પડે અને સર્વથા બંધથી પણ એક જ સમયે છૂટો પડે. આવું વિચારવામાં રોકાઈ રહે, મફતના તોફાન – ઝગડા કરવા ઈ કરતાં વાંચન, વિચાર, મંથનમાં રોકાય તો કંઈ લાભ તો થાય. મફતના ઝગડા કરવા.... અરે.રે...! આવા કાળ ક્યારે આવે ? ભાઈ !
આહા...હા...! જુઓને માણસ કેવી રીતે... ? કાલે ન સાંભળ્યું ? પતિ-પત્ની બે ફરવા જતા હતા. ઘરનું વાસ્તુ હતું). ત્યાં બન્ને જણા આમંત્રણ દેવા જતા હતા. હજી લગ્ન કર્યા નહોતા. શું કહેવાય તમારે ? મોટર સાયકલ ! અમે એને ખડખડીયું કહીએ છીએ ! ખટખટિયું ! ખટ. ખટ. ખટ... ચાલે. ઈ ઉડી ગયા, બન્ને ઉડી ગયા, બન્ને મરી ગયા. આહા..હા એને એક જ સમય લાગે છે. દેહથી છુટવાને એક સમય લાગે છે. આહા...હા..! આ...હા...હા....! એ સમયે છુટ્યો એવો કયાં ગયો હશે ? આહા...હા...! એવા બિચારા સાધારણ તો દેવ થાય નહિ, માણસ થાય નહિ, નરકમાં જાય નહિ. પંચેન્દ્રિય પશુની સંખ્યા બહુ છે. અરે.રે.... આડોડાઈના ભાવ કર્યા હશે એ તિર્યંચમાં જઈને અવતરશે. જેણે આવા રાગથી ભિન્ન પાડીને ભાવ કર્યા છે (એ) મોક્ષમાં ઉપજશે. આહાહા...! આવું આકરું તો લાગે ને ?
ઈ એક ઠેકાણે આવે છે ને ? એમ જ આવે છે ને ? આકરું તો છે, એમ છે ને?