________________
પપ૮
કલશામૃત ભાગ-૫
થયા પછી આનંદની ઉગ્રતાનું વદન આવે છે ત્યારે તેને વ્રતનો વિકલ્પ ઉઠે છે. તેને વ્યવહાર કહેવામાં આવે છે. એ તો એમને હતું નહિ. તો નરકમાં તો ગયા. અત્યારે નરકમાં છે, ચોરાશી હજાર વર્ષની સ્થિતિ (છે). અઢી હજાર વર્ષ ગયા, સાડા એકાશી હજાર વર્ષ બાકી છે. ત્યાંથી નીકળીને તીર્થકર થશે. આગામી ચોવીશીમાં શ્રેણિક રાજાનો જીવ, વ્રત, તપ, ત્યાગ નહોતા પણ સમ્યગ્દર્શન થયું, અંતર આનંદનો સ્વાદ આવ્યો, તેની સ્થિતિમાં ત્યાં નરકમાં પણ આનંદનો સ્વાદ આવે છે. જેટલો કષાય છે તેટલું દુઃખ છે. જેટલો કષાય અને મિથ્યાત્વ ગયું છે તેટલું સુખ છે. ત્યાંથી નીકળીને તીર્થંકર થશે. આગામી ચોવીશીમાં પહેલા તીર્થકર થશે. આહા..હા..! એ સમ્યગ્દર્શનનો પ્રતાપ છે. અને સમ્યગ્દર્શન વિના વ્રત, તપ ગમે તે ક્રિયા કરે પણ એક પણ જન્મ – ભવનો અંત આવતો નથી.
એ અહીંયાં કહે છે, સમ્યગ્દષ્ટિ જીવ ચોથે ગુણસ્થાને હો કે પંચમ ગુણસ્થાને હો, શ્રાવક, સાચા શ્રાવક હોં ! અને સાચા મુનિ હો તો એ એમ કહે છે કે, એ બધા રાગાદિ અશુદ્ધ ભાવ ચૈતન્ય સ્વરૂપ સાથે મળતા નથી.” અશુદ્ધ ભાવ પૃથફ લક્ષણ છે. આહાહા..! મારી ચીજ સાથે એનો મેળ ખાતો નથી. આહા..હા...! સમ્યગ્દષ્ટિને રાગ આવે છે, રૌદ્ર ધ્યાન પણ થાય છે અને મુનિને આર્તધ્યાન પણ થાય છે, પણ મારી ચીજથી એ ચીજ ભિન્ન છે. મારા આનંદ અને ચૈતન્ય સ્વરૂપ સાથે રાગનો મેળ ખાતો નથી. એવો સમકિતીને અંદર અનુભવ થાય છે. બહારની) કૉલેજથી આ બીજી કૉલેજ છે. (એ) કહેતા હતા કે, અમે કૉલેજમાં ભણ્યા છીએ. કુંદકુંદાચાર્યદેવનું પુસ્તક વાંચ્યું હતું પણ) આ દૃષ્ટિ નહોતી. આહા..હા..!
આ દૃષ્ટિ તો અલૌકિક ચીજ (છે), ભગવાન ! લાખોમાં, કરોડોમાં કોઈકને ભાન થાય છે ! પણ સન્મુખ થવાની તૈયારી કરી શકે છે. હજારો, લાખો માણસ પણ હું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું, રાગાદિ હું નહિ, એમ પૃથક લક્ષણથી સમકિતસન્મુખ થાય છે. સમજાણું કાંઈ ?
અહીંયાં કહે છે કે, સમ્યગ્દષ્ટિ થયો, પોતાના સ્વરૂપના આનંદ અને જ્ઞાનનું વેદન આવ્યું અને રાગાદિ છે તો એ મારા સ્વરૂપના લક્ષણથી તેનું લક્ષણ મળતું નથી, મારી ચીજની સાથે એ મળતા નથી. જેમ અનાજમાં કાંકરા હોય છે એ અનાજની ચીજ નથી. ઘઉંમાં કાંકરા હોય છે એ ઘઉંની ચીજ નથી. એમ મારા આનંદ સ્વરૂપ ભગવાનમાં એ પુણ્ય-પાપના કાંકરા ઉઠે છે એ મારી ચીજ નહિ. એ તો કાઢી નાખવાની ચીજ છે. આહાહા.! આવું સ્વરૂપ છે, પ્રભુ !
કહે છે, “અણમળતા...” છે ને ? “પૃથપત્નક્ષUTI: સ્વરૂપ સાથે મળતા નથી. આહા..હા....! હું ચૈતન્ય સ્વરૂપ વસ્તુ અને આનંદ લક્ષણથી લક્ષિત પ્રભુ છું) તેની સાથે રાગનો ભાવ અણમળતો છે. કોઈ રીતે મળતા નથી. આહા...હા...! છે ? ત્યાં સુધી આવ્યું હતું.
શા કારણથી ? શા કારણે અણમળતા છે ? જેમ ઘઉં અને કાંકરા એક ચીજ નથી,