________________
૨૨૨
કલશામૃત ભાગ-૫
મળશે એ વાત મિથ્યાત્વ છે. આવા માનનારા સ્વરૂપના ઘાતક છે ! એ અહીં કહેશે. ‘આત્મહનો મન્તિ આહા..હા...! ભારે આકરું કામ ! બીજાને હું સગવડતા દઉં તો ઈ સુખી થાય એવી માન્યતાવાળા જીવ પોતાના સ્વરૂપનો ઘાત કરે છે. આહા..હા...! આ તો આકરું કામ છે, ભાઈ !
જુદું તત્ત્વ જુદા તત્ત્વને શું કરે ? અને જે જુદું તત્ત્વ છે ઈ એના તે કાળે પર્યાયના કાર્ય વિનાનું ઈં છે ? એ જુદું તત્ત્વ છે એનો આત્મા ને એનું જડ શરીર, એ તે કાળે તેની પર્યાયના કાર્ય વિનાનું એ તત્ત્વ છે કે બીજો એનું કાર્ય કરે ? આહા..હા...! આવી વાતું છે. એ તો નિશ્ચયથી નથી પણ વ્યવહારથી તો કરી શકે છે કે નહિ ? કરી શકતો નથી પણ બોલવામાં આવે. એ બોલવાની ભાષાને પણ કરી શકતો નથી. આવી વાતું છે.
એ સુખ, દુઃખ ને મરણ.. છે ને ? આ..હા...! મરવું, જીવવું, દુઃખ, સુખ...' (પત્તિ) માને છે;...' શ્રદ્ધે છે, દેખે છે કે, હું આને જીવાડી શકું છું, આને મારી શકું છું, આને સગવડતા આપી શકું છું, આને અગવડતા (આપી શકું છું), આ છોકરાઓ માટે નિશાળો બંધાવે, એને પુસ્તકોના સાધન ગરીબને આપે. શેઠિયાઓ પુસ્તક આપે, ગરીબોને કપડાં આપે, રહેવાના મકાન ન હોય એને ઝૂંપડા બનાવી દયે, તદ્દન બિચારા ગરીબ હોય (એના માટે) જંગલમાં ઝૂંપડા બનાવે, પચાસ-પચાસ, સો-સો રૂપિયાના ઝીણા લાકડા નાખીને (બનાવે). કહે છે કે, એ ૫૨ની ક્રિયા આત્મા ત્રણ કાળમાં કરી શકતો નથી. આહા..હા...! જગતથી બહુ ઊંધું છે.
દુઃખ, સુખ માને છે; શું કરીને ” તત્ અજ્ઞાનમ્ અધિગમ્ય’ મિથ્યાત્વને પામીને તે એમ માને છે, કહે છે. આહા..હા...! ‘અજ્ઞાનમ્ અધિગમ્ય’ છે ને ? ‘મિથ્યાત્વરૂપ અશુદ્ધ પરિણામને – આવા અશુદ્ધપણાને...' (ધિગમ્ય) મહામિથ્યાત્વના મેલાં પરિણામને પામીને આમ માને છે. આહા..હા..! ભાઈ ! જગતથી આ બહુ ઊંધું (છે).
લ્યો, પ૨ને જીવાડી શકાય નહિ, પ૨ને મારી શકાય નહિ. એ તો વ્યવહા૨ જૈનની એને શ્રદ્ધા જ નથી. એમ કેટલાક કહે છે.
મુમુક્ષુ :- નિશ્ચયે ન કરી શકાય, વ્યવહારે કરાય.
ઉત્તર :- વ્યવહારે ત્રણકાળમાં કરી શકાય નહિ. સિદ્ધાંત એક હોય કે બે સિદ્ધાંત હોય ? આહા..હા...! એક જણો કહે છે, એક વકીલ છે. આ સોનગઢ’નો ધર્મ તો લૌકિક ધર્મથી પણ વિરુદ્ધ છે ! આહા..હા...! એમ કે, કોઈની દયા પાળી શકે નહિ, જીવાડી શકાય નહિ, કોઈને મદદ કરી શકાય નહિ, ભૂખ્યાને અનાજ દઈ શકે નહિ, તરસ્યાને પાણી આપી શકે નહિ, ગરીબોને કપડાં દઈ શકે નહિ. આહા..હા...! શેઠ ! આવું છે.
મુમુક્ષુ :– પરને કોણ આપી શકે ?
ઉત્તર :– એમ ઈ માને છે). ભાવ આવે, પણ એમ માને કે મેં આ આપ્યું માટે