________________
૨૧૮
કલશામૃત ભાગ-૫
થયું. લ્યો. એને શું નડ્યું ? આહા..હા...બે પાંડવોએ – નાના ભાઈએ વિકલ્પ કર્યો તો એ તો વિકલ્પ કર્યો, એ પોતે કર્યો માટે એને ભવ થયો. આહા...હા..! પેલાએ પ્રતિકૂળતા આપી માટે વિકલ્પ આવ્યો એમ પણ નથી. “આ ભાઈને કેમ હશે ?’ એમ નબળાઈથી વિકલ્પ (આવ્યો. આહાહા.! ભવ વધી ગયો. સ્વર્ગમાં સર્વાર્થસિદ્ધમાં ગયા, આ ત્રણ મોક્ષમાં ગયા. આહા...હા...! પોતાની પર્યાય કરવાને સ્વતંત્ર છે. તે સમયે કેમ વીતરાગતા રાખવી કે રાગ કરવો એ સ્વતંત્ર છે. એને કોઈ સંયોગથી વિકાર થાય એમ છે નહિ. આહા..હા..! અને અનુકૂળ સામગ્રી – તીર્થકરના સમવસરણમાં બેઠો માટે તેને અનુકુળ સામગ્રી છે અને) ધર્મ થાય, એમ નથી. આહા...હા...! એ સામગ્રીમાંથી લક્ષ છોડી ભગવાન પૂર્ણાનંદનો નાથ પ્રભુ જ્યાં અંદર બિરાજે છે ત્યાં નજરું નાખતાં ઠરે તેને ધર્મ થાય છે. સમવસરણમાં બેઠો માટે એને ધર્મ થાય છે (એમ નથી). આહા..હા...! એ તો પૂર્વના પુણ્યના સંયોગે સંયોગ મળ્યો. આહા..હા...! આવી વાત છે. વાત કરવા જતાં બીજા સાથે ઝગડા ઊઠે એવું છે. વસ્તુસ્થિતિ આવી છે, બાપુ ! તને ખબર નથી. આ..હા..! આહા..હા...!
અહીં ઈ કહે છે, (સ્વજીયાત મવતિ) એમ કહ્યું ને ? જે જીવે પોતાના વિશુદ્ધ અથવા સંક્લેશરૂપ પરિણામ વડે પૂર્વે જ બાંધ્યું છે જે આયુકર્મ. આયુકર્મ બાંધ્યું હતું તે પ્રમાણે શરીર રહે છે. આયુકર્મ થોડું હતું તે પ્રમાણે દેહ છૂટી જાય છે. “અથવા શાતાકર્મ...” (અર્થાતુ) અનુકૂળ સામગ્રી મળે છે એ પૂર્વે શાતાકર્મ બાંધ્યું એને કારણે છે. એમ કહે છે. આહાહા...લ્યો, અહીં તો સામગ્રીનું આ આવ્યું ! બધા કહે છે ને ? પૈસાબૈસા મળે છે ઈ તો લોકની વ્યવસ્થાની કારણે મળે છે). એમ નથી). શાતાકર્મને લઈને (મળે છે). લોકવ્યવસ્થા બરાબર હોય તો બધાને પૈસા સરખા મળે. નથી મળતા એનું આ કારણ છે. એ વાત નથી. આહા..હા... ધવલમાં એમ લીધું છે, શાતા વેદનીય કર્મ સિવાય અનુકૂળ-પ્રતિકૂળતાનું કોઈ કારણ દેખાતું નથી. એ વેદનીય કર્મ જ કારણ છે.
અહીં પણ એ કહે છે. આહા...હા...! છે ? શાતાકર્મનો ઉદય હોય, સામગ્રી હોય એ કોઈ આપી શકે છે એમ નહિ. આહાહા...! અશાતાકર્મનો ઉદય હોય તો પ્રતિકૂળતા હોય છે. આહા..હા..!
“તે કર્મના ઉદયથી તે જીવને મરણ અથવા જીવન અથવા દુઃખ અથવા સુખ થાય છે એવો નિશ્ચય છે; આ વાતમાં સંદેહ કાંઈ નથી. ભાવાર્થ આમ છે કે કોઈ જીવ કોઈ જીવને મારવા સમર્થ નથી. કોઈ જીવને કોઈ જીવ મારવા સમર્થ નથી. કોઈ જીવ કોઈ જીવને જીવાડવા સમર્થ નથી, કોઈ જીવ કોઈ જીવને અનુકૂળ સામગ્રી દેવા સમર્થ નથી, કોઈ જીવ કોઈ જીવને પ્રતિકૂળ સામગ્રી દેવા સમર્થ નથી. એવું વસ્તુનું સ્વરૂપ છે. આથી વિપરીત માને તે મિથ્યાદૃષ્ટિ અને અજ્ઞાન છે. (આ) બંધનો અધિકાર છે તો બંધનું કારણ બતાવ્યું છે, લ્યો ! વિશેષ લઈશું...
(શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ !)