________________
કળશ-૧૮૫
પ૬ ૩
ઘટ અંતર જિન વસે આ શરીરના ઘટમાં જિન વસે છે, આત્મા જિન છે. બનારસીદાસનું વાક્ય છે. એમાંથી બધું લીધું છે. આ “કળશટીકામાંથી બનારસીદાસે’ ‘સમયસાર નાટક બનાવ્યું છે. એમાં આ શબ્દ પડ્યા છે. “ઘટ ઘટ અંતર...” આ ઘટ – શરીરમાં એમાં અંતરમાં આત્મા જિન છે. વીતરાગ સ્વરૂપ ભગવાનઆત્મા અંદર છે. આહા..હા...! “ઘટ ઘટ અંતર જિન વસે અને ઘટ ઘટ અંતર જૈન જેનપણું કોઈ સંપ્રદાય – વાડો નથી. પુણ્ય અને પાપના ભાવથી વિરક્ત થઈને પોતાના જિન સ્વરૂપમાં રક્ત નામ લીન થવું તેનું નામ “ઘટ ઘટ અંતર જૈન” કહેવામાં આવે છે. સંપ્રદાયના જૈન એ જેન છે નહિ. સમજાણું કાંઈ ?
ઘટ ઘટ અંતર જિન વસે ભગવાન વીતરાગ સ્વરૂપે જ બિરાજે છે. પર્યાયમાં અવસ્થામાં જે અરહંત પરમાત્મા વીતરાગ થયા તો વીતરાગતા આવી ક્યાંથી ? બહારથી આવે છે? અંદરમાં પડી છે. આહા..હા...! “ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાન સો મતવાલા સમજે ન” પોતાના મતના અભિપ્રયાથી મતવાળો ગાંડો – પાગલ થઈને મત મદિરા કે પાન સો પોતાના અભિપ્રાયનો દારૂ પીધો છે. તેને કારણે “મતવાલા સમજે ન’ એ અભિપ્રાયમાં મત થયો છે. રાગથી કલ્યાણ થશે, વ્યવહાર કરતાં કરતાં (ધર્મ) થશે. એ મતવાળો પાગલ થઈ ગયો છે. ગાંડો – પાગલ છે. એ સમજે નહિ. અંદર રાગથી ભિન્ન મારી ચીજ છે એ સમજતો નથી. સમજાણું કાંઈ ?
એ કહે છે, કેમકે શુદ્ધ ચૈતન્યલક્ષણ સાથે મળતા નથી. આહા..હા..! શુદ્ધ ચૈતન્ય જાણન સ્વભાવ અને આનંદ સ્વભાવ, એ ચૈતન્યનો સ્વભાવ છે), એનાથી પુણ્ય-પાપના ભાવ મળતા નથી, મેળ ખાતા નથી. બન્ને એક નથી, બે વચ્ચે સંધિ છે, બે વચ્ચે સાંધ છે. સંધિ છે, નિઃસંધિ થયા નથી. રાગની ક્રિયા અને ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ બન્ને એક થયા નથી. અજ્ઞાની એક માને છે. સમજાણું કાંઈ ? આહા..હા...! આવી વાત છે. એ લે છે ને ?
“ચૈતન્યલક્ષણ સાથે મળતા નથી, તેથી સમસ્ત વિભાવપરિણામ હેય છે.” આહા..હા..! સમસ્ત વિભાવ – ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ હો, અરે....! જે ભાવે તીર્થકરગોત્ર બંધાય, એ ભાવ પણ વિભાવ છે અને હેય છે. કારણ કે બંધનું કારણ છે. સમજાણું કાંઈ? વિભાવ છે. જેનાથી બંધન થાય તે ભાવ ધર્મ નહિ. ધર્મથી બંધન થતું નથી. ધર્મ તો અવિકારી નિર્દોષ પરિણામ છે. પોતાના ચૈતન્યના નિર્મળ આનંદના પરિણામ છે). ચૈતન્યનો ભાવ છે એ બંધનું કારણ થતું નથી. અને બંધનું કારણ થાય છે એ ધર્મ નહિ. આહા...હા...! સમજાણું કાંઈ ? વિભાવ કહ્યું ને ? “સમસ્ત વિભાવપરિણામ...” કહ્યું ને ? ભાઈ ! એમાં એ પણ આવી ગયું ને ? આહા...હા...! | (સંવત) ૧૯૮૫ની સાલમાં અમે સંપ્રદાયમાં) હતા, પહેલા તો એમાં હતા ને ? એકવીસ વર્ષ અને ચાર માસ સ્થાનકવાસી સાધુ હતા. અમારા પિતાજી સ્થાનકવાસી હતા. સ્થાનકવાસી