________________
કળશ-૧૮૫
૫૪૭
આ રજકણ છે, રજકણ – પરમાણુ, માટી. આ એક ચીજ નથી. આના ટૂકડા કરતાં... કરતાં.. કરતાં. કરતાં. છેલ્લો ટૂકડો રહે તેને પરમાણુ કહે છે. પરમ નામ છેલ્લામાં છેલ્લું નાનું. આના ટૂકડા કરતાં કરતાં છેલ્લે બાકી રહે તેને પરમાણુ કહે છે. ઈ પરમાણમાં પણ રંગ, ગંધ, રસ, સ્પર્શ ભર્યા છે. એમાં શક્તિ – ગુણ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ પડ્યા છે. એ વસ્તુમાં વસ્તુનો સ્વભાવ પડ્યો છે.
એમ ભગવાન આત્મામાં આનંદ અને અતીન્દ્રિય જ્ઞાન, ઈશ્વરતા ને પ્રભુતા, સ્વચ્છતા આદિ શક્તિઓ ભરી છે. આહા...હા...! તેનો જેણે આસ્વાદ લીધો છે તેને અહીંયાં મોક્ષાર્થી, વસ્તુનું સ્વરૂપ સેવો એમ કહેવામાં આવે છે. આહા...હા...! ધીમે ધીમે સમજવું, ભાઈ ! આ વાત જ આખી દુનિયાથી જુદી છે. આખી દુનિયાથી વાત જુદી છે. ઉગમણા-આથમણો ફેર છે. ઉગમણા-આથમણું સમજાય છે ? પૂર્વ-પશ્ચિમ ! આહા...હા......!
કહે છે, એ વસ્તુના સ્વરૂપનું સેવન કરો. કેવી રીતે ? ‘નિરંતર અનુભવ કરો.” આહા...હા...! ધંધો-બંધો રાગ છે. અહીંયાં તો રાગને છોડીને એકદમ આત્માનું કામ કરવું છે તેને આત્મા આનંદ સ્વરૂપ ભગવાન અંદર છે, એ રાગથી ભિન્ન છે, ભેદ છે, પૃથકુ છે. આગળ લેશે. રાગાદિ વિકલ્પ જે દયા, દાનના ઉઠે છે કે રળવાનો, કમાવાનો, એનાથી આત્મા પૃથક છે. અને આત્માથી રાગ પૃથકુ છે, આત્માથી રાગ વિપરીત છે, આત્માથી રાગ અજ્ઞાન છે. આત્મા જ્ઞાનસ્વરૂપ છે તો દયા, દાનનો રાગ ઉઠે છે, કામ-ક્રોધાદિનો (રાગ ઉઠે છે) એ અજ્ઞાન છે. એ અજ્ઞાન અને જ્ઞાનસ્વરૂપ બે ભિન્ન ચીજ અંદર છે. પૃથક છે, વિપરીત છે, ભિન્ન છે, અજ્ઞાન છે. આહા...હા...! આવી વાત છે, ભગવાન ! ધર્મ કોઈ સાધારણ ચીજ (નથી).
કાલે મકરસંક્રાંતિ ગઈ ને ? તો પેલા હરિજન લોકો બોલે, મકરસંક્રાંત પુણ્ય પર્વણિ. પુણ્ય પર્વણિ. અનાજ દો, તમને પુણ્ય થશે. કાલે મકરસંક્રાંતિ ગઈ ને ? હરિજન બહાર નીકળે અને બોલે) પુણ્ય પર્વણિ મકર સંક્રાંત, કોઈ દાન ક્યો, કોઈ અનાજ દ્યો, કોઈ આમ દયો, તમને પુણ્ય થશે. એ તો કદાચિત હો તો રાગની મંદતા હો તો શુભ ભાવ હો, પણ છે તો એ દુ:ખ. આત્મા તો એનાથી અંદર ભિન્ન ચીજ છે. આહા..હા..!
ભગવાન અતીન્દ્રિય આનંદનું દળ છે, પિંડ છે. શકરકંદ કહ્યું ને ? એમ કરકંદ આત્મા છે. શકર નામ સાકરની મીઠાશનો પિંડ છે. એમ આત્મા અતીન્દ્રિય આનંદની મીઠાશનો પિંડ છે. આહા..હા..! સમજાણું કાંઈ ? એ વસ્તુસ્વરૂપ. સિદ્ધાંતનો અર્થ વસ્તુસ્વરૂપ. સેવવું. તેનો કાયમ અનુભવ કરો તો તને મુક્તિ થશે, નહિતર મુક્તિ થશે નહિ. સમજાણું કાંઈ? અભિપ્રાયમાં તો એમ રાખવું કે, આ આત્મા આનંદસ્વરૂપ છે તેનું સેવન કરવું તે જ રસ્તો – ધર્મ છે. એ જ કહે છે, જુઓ !
કેવા છે મોક્ષાર્થી જીવ ?’ ‘ઉદ્દાત્તરતૈ.' ત્રણ શબ્દો પડ્યા છે. ઉદાત્ત નામ