________________
૫૪૬
કલશામૃત ભાગ-૫
આનંદ આવ્યો... ધૂળેય આનંદ નથી, સાંભળને ! રાગ છે, દુઃખ છે, આકુળતા છે. અનાકુળ આનંદ સ્વરૂપ ભગવાનથી... એ આવશે પૃથક્ષા: 'પછી આવશે.
.
મોક્ષાર્થિમિ: અયં સિદ્ધાન્ત: સેવ્યતાં” (મોક્ષાર્થિમિ:) મોક્ષાર્થીઓ અર્થાત્ સકળ કર્મનો ક્ષય થતાં થાય છે...' પૂર્ણ વિકારનો નાશ થતાં. કર્મ શબ્દે પુણ્ય ને પાપ, વિકારી ભાવ. તેના અસંખ્ય પ્રકાર, એ બધાનો નાશ થતાં. શબ્દો તો ઘણા સૂક્ષ્મ (છે). થાય છે અતીન્દ્રિય સુખ,...' એ રાગનો ભાવ જે અસંખ્ય પ્રકારનો છે, શુભ અને અશુભ, જેને શુભ કર્મ કહે છે ને ? શુભ ! કાલે ડૉક્ટર કહેતા હતા ને ? શુભ કર્મ, શુભ કર્મ. એ શુભ કર્મ રાગ છે. વ્રત ને દયા ને દાન ને અનુકંપા ને પરની સેવા ને.. એ બધો રાગ છે. એ રાગ છે એ દુઃખ છે.
આહા..હા...! અતીન્દ્રિય સુખને ઉપાદેયરૂપ અનુભવે છે...' આ..હા...હા...! જેને અતીન્દ્રિય આનંદ ભગવાનઆત્મામાં ભર્યો છે એ તરફની રુચિ અને પોસાણથી, પોતાના અભિપ્રાય તેમાં જોડવાથી આત્માના આનંદનો અનુભવ કરે છે એ અતીન્દ્રિય આનંદને ઉપાદેય નામ સ્વીકાર, સત્કાર કરે છે અને રાગનો અસ્વીકાર અને અસત્કાર કરે છે. આહા..હા....! સમજાણું કાંઈ ? એ મોક્ષાર્થી (છે). છે ? અનુભવે છે એવા છે જે કોઈ જીવ...' મોક્ષાર્થીની વ્યાખ્યા જ આ કરી.
કોઈપણ ચીજ હોય તો તેનો સ્વભાવ તો હોય ને ? શક્તિ હોય ને ? સત્ત્વ હોય ને ? તત્ત્વ હોય ને ? તત્ત્વ નામ ભાવ. કોઈપણ ચીજ હોય તેનો ભાવ હોય છે. વસ્તુ છે એ ભાવવાન છે અને તેનો ભાવ હોય છે. આત્મા ભાવવાન છે અને તેનો ભાવ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ ભાવ છે. એ ભાવનું જેને સેવન છે, સમ્યગ્દષ્ટિને – ધર્મીને વર્તમાનમાં આત્માના આનંદના અનુભવનું સેવન છે તેણે અતીન્દ્રિય આનંદને ઉપાદેય માન્યો છે. ઉપાદેય નામ આદરણીય. સ્વીકાર કર્યો છે અને રાગાદિ ભાવનો અસ્વીકાર કર્યો છે. તેનું નામ ધર્મી કહેવામાં આવે છે. ભારે શરતું ! સમજાણું કાંઈ ? લોજીક ઝીણા છે.
‘અયં સિદ્ધાન્ત: ’ ‘ત્રયં સિદ્ધાન્ત:' એટલે વસ્તુ. છે ? વસ્તુનું સ્વરૂપ. ભગવાનઆત્માનું સ્વરૂપ અતીન્દ્રિય અનાકુળ આનંદ સ્વરૂપ. એ સિદ્ધાંત છે. એ સિદ્ધ થયેલી વસ્તુ છે. એનો જેને અનુભવ છે તેને અહીંયાં ધર્મી અને મોક્ષાર્થી કહેવામાં આવે છે. આહા..હા...! ભાષા સાદી છે, ભાવ સૂક્ષ્મ છે. દુનિયાને તો જાણીએ છીએ ને ? અમને તો આખી દુનિયાની ખબર છે ને ! અહીંયાં તો શરીરને ૮૮ વર્ષ થયા ! ૮૮ ! બે આઠ. આહા..હા...!
આ ભગવાન અંદર પ્રભુ પડ્યો છે... આહા..હા...! તેનો જેને અભિપ્રાય (છે), જેને મોક્ષનો અભિપ્રાય છે, પૂર્ણ આનંદની પ્રાપ્તિ અને પૂર્ણ દુ:ખના અભાવનો જેને અભિપ્રાય છે, તેણે વસ્તુનું સ્વરૂપ સેવ્યું. આહા..હા...! વસ્તુ ભગવાનઆત્મા ! જેમ આ પરમાણુ માટી – ધૂળ છે તો એમાં પણ રંગ, ગંધ, રસ, સ્પર્શ શક્તિ છે. આ જુઓ, આ રંગ છે ને ?