________________
કળશ-૧૮૫
૫૪૫
મોક્ષાર્થી કહ્યું ને ? તો અહીંયાં સમકિતી લીધા છે. ભાઈ ! આહા...હા...! જેને બંધનના દુઃખથી રહિત થવું છે અને જેવું અંદર આત્માનું અબંધસ્વરૂપ – મુક્તસ્વરૂપ છે, તેની વર્તમાન દિશામાં પ્રાપ્તિ કરવી છે તેને અહીંયાં મોક્ષાર્થી કહેવામાં આવે છે. તેને મુમુક્ષુ કહેવામાં આવે
છે. પૂર્ણ આનંદની અભિલાષા કરવાવાળાને મુમુક્ષુ કહે છે. તેને અંતરમાં ચૈતન્યમૂર્તિમાં પુણ્યપાપના રાગથી ભિન્ન થઈને અંતરમાં એકાગ્ર થવું છે તો એને અહીંયાં યોગી કહે છે. બાકી આ જગતના યોગી-ફોગી બધા ભોગી છે. સમજાણું કાંઈ ?
એ મોક્ષાર્થીના ત્રણ અર્થ છે. મુમુક્ષુ, યોગી, પૂર્ણ આનંદ પ્રાપ્ત કરવાનો જેને આશય છે તેનું નામ મોક્ષાર્થી છે. ભાષા સમજાય છે ? આ હિન્દી ભાષા છે. ભાવ સૂક્ષ્મ છે. આહા..હા..! મોક્ષાર્થી ‘યં સિદ્ધાન્ત:” આ સ્વરૂપ. સિદ્ધાંત નામ સ્વરૂપ, વસ્તુનું સ્વરૂપ. આત્મા વસ્તુ જે છે, વસ્તુ છે એમાં રહેલા, વસેલા જ્ઞાન, આનંદ આદિ ગુણો છે. એ ધર્યા સિદ્ધી ત: આ વસ્તુનું સ્વરૂપ છેતેનું નામ સિદ્ધાંત છે. આ.હા...! સિદ્ધ થઈ એવી ચીજ. વસ્તુ અંદર આનંદકંદ પ્રભુ ! એ વસ્તુના સ્વરૂપને સિદ્ધાંત કહે છે. “ય સિદ્ધાન્ત:' મોક્ષાર્થીને સેવ્યતાં આહા...હા...! આ શબ્દો થોડા છે પણ આ તો અધ્યાત્મ છે. સમજાણું કાંઈ ?
જેને આત્માના આનંદની પ્રાપ્તિ કરવી છે અને જેને પુણ્ય-પાપ, રાગ-દ્વેષ આદિ વિકલ્પ વૃત્તિઓ ઉઠે છે એ દુઃખ છે, એ દુઃખથી મુક્ત થવાનો જેનો અભિપ્રાય છે અને જેના અભિપ્રાયમાં પૂર્ણાનંદની પ્રાપ્તિનો આશય છે અને જેનો અભિપ્રાય અંતર સ્વરૂપમાં જોડાણ કરી દીધું છે તેને અહીંયાં મોક્ષાર્થી કહે છે. જોડાણ સમજાય છે ? જોડના ! જે રાગદ્વેષમાં જોડાયો છે તે અંતરમાં જોડાવું. ઝીણી વાત છે, પ્રભુ !
“મોક્ષાર્થfમ: જય સિદ્ધાન્તઃ' એટલે વસ્તુનું સ્વરૂપ. સેવ્યતા’ સિદ્ધાંત એટલે સિદ્ધ થયેલું વસ્તુનું સ્વરૂપ અતીન્દ્રિય આનંદકંદ પ્રભુ, તેને શેવ્યતા' તેનું સેવન કરવું, અનુભવ કરવો. આહા..હા..! અનાદિકાળથી રાગ નામ વિકલ્પ જે શુભાશુભ વૃત્તિઓ ઉઠે છે તેની સેવના છે એ દુઃખની સેવના છે, એ દુઃખી છે. આ પ્રાણી જે કરોડોપતિ કે અબજોપતિ કહેવાય છે એ બધા પ્રાણી દુઃખી છે. કેમકે આત્માના આનંદથી વિપરીત પરની પ્રિતીનો રાગ કરે છે અને પરમાં ઠીકપણું કરે છે અને પ્રતિકૂળતામાં દ્વેષ કરે છે, એ રાગ-દ્વેષ દુઃખ છે. આહાહા...! લક્ષ્મી ઉપર લક્ષ જાય છે એ દુઃખ છે. ભગવાન આત્મા ઉપર લક્ષ છોડીને લક્ષ્મી ઉપર લક્ષ જાવું એ રાગ – દુઃખ છે. પોતાના આનંદના ભોગનું – અનુભવનું લક્ષ છોડીને સ્ત્રીના ભોગમાં સુખ છે એમ જે માને છે) એ દુઃખ છે. આહા...હા...!
મોટું કરોડ, બે કરોડ, પાંચ કરોડનું મકાન હોય (એમાં) વાસ્તુ કરે છે ને ? વાસ્તુ ! વાસ્તુ સમજાય છે ? શું કહે છે ? ગૃહપ્રવેશ. તમારા જેવા મોટા મોટા ડૉક્ટરને બોલાવે અને મોટા મહોત્સવ કરે. એમાં જે રાગ છે એ પણ દુઃખ છે. પચાસ કરોડનું મકાન બનાવ્યું ને એમાં આ બનાવ્યું, પાંચ કરોડનો ખર્ચ કર્યો, કાર્યકર્તાઓને બોલાવ્યા ને આજે તો બહુ