________________
૫૪૮
કિલશામૃત ભાગ-૫ રહિત. કોનાથી ? સંસાર-શરીર-ભોગથી રહિત છે.... આહા.હા...! ઉદાત્ત એટલે આમ અધિક થઈ ગયો. સંસાર નામ પુણ્ય-પાપના ભાવ છે. આ શરીર છે અને રાગનો ભોગ છે. ચાહે તો શુભ-અશુભ રાગનો ભોગ. વિષયનો ભોગ, સ્ત્રી આદિનો ભોગ (કરે છે એ) કોઈ સ્ત્રીનો ભોગ નથી કરતો. તે તરફ લક્ષ કરે છે (અને) રાગનો ભોગ કરે છે. શરીર તો માંસ, હાડકા, જડ ધૂળ છે. આત્માનો તેનો કોઈ ભોગ છે નહિ. એ તરફ લક્ષ કરીને, “ઠીક છે, મજા આવે છે એવો ભાવ – રાગ ઉત્પન્ન કરે છે, એ રાગનો ભોગ છે. એ ભોગને દૃષ્ટિમાંથી છોડી દે એમ કહે છે. છે શબ્દ ? કેવો છે ?
“સંસાર-શરીર-ભોગથી રહિત છે...” આ ઉદાત્તનો અર્થ છે. ઉદાત્તનો અર્થ ખરેખર તો પરથી પૃથક થાય છે. એવી પરથી ઉદાત્ત ચીજ છે. તો પર શું? સંસાર, શરીર અને રાગનો ભોગ. એ ઉદાત્ત (એટલે) તેનાથી ભિન્ન. આહાહા.! “રહિત છે... “વિત્તરિતે.” મનનો અભિપ્રાય જેમનો, એવા છે...” શું કહે છે ? જેના મનનો – આત્માનો અભિપ્રાય, આશય, શ્રદ્ધા, જેનો આત્માનો અભિપ્રાય છે કે હું તો મારી વસ્તુ – ચીજનું સેવન કરું. એવા જીવને અહીંયાં મોક્ષાર્થી અને ધર્મી કહેવામાં આવે છે. વચમાં રાગ આવે છે. જ્યારે સ્થિર ન થઈ શકે (તો) રાગ આવે છે, પણ એ રાગને છોડવા લાયક માને છે, આદરવા લાયક માનતા નથી. છોડવું સમજાય છે ને ? રાગ આવે તો છે, જ્યાં સુધી) પૂર્ણ વીતરાગ પરમાત્મદશા ન થાય ત્યાં સુધી રાગ આવે છે). જેમ વિષ્ટા હોય છે ને ? વિષ્ટા થાય છે તો એ રાખવા લાયક છે ? મેસુબ ખાધો હોય, મેસુબ ! મેસુભ સમજાય છે ? મેસુબ ! પાક ! પોણો શેર, શેર ખાધો હોય, ચાર શેર ઘી પાયેલા લોટમાં, એક શેર ચણાનો લોટ અને ચાર શેર ઘી નાખીને બનાવે) તેને મેસુબ કહે છે. અને એક શેર ઘઉંનો લોટ અને ચાર શેર ઘી તેને શક્કરપારા કહે છે. અમે તો બધું જોયું છે ને ! બધું ખાયું છે, બધી ખબર છે. મેસુબ ખાધો હોય તેની વિષ્ટા થાય તે રાખવાની હોય ? કાલે તો મેસુબ ખાધો હતો તો વિષ્ટા બહુ સારી છે (એમ કરીને વિષ્ટા રાખે છે). રોટલીની વિષ્ટા ખરાબ છે, પણ ચાર શેર ઘી પાયેલો મેસુબ ખાધો હોય તો એ રાખવા લાયક છે ?) તમને કાલે થોડો આપ્યો હતો ને ? એ મેસુબ હતો. મારી માટે કોઈક લાવ્યું હતું. આંખ માટે. હું તો ખાતો નથી, હું તો ચાર ફૂલકા – રોટલી ખાઉં છું, એ સિવાય કાંઈ ખાતો નથી. એ મેસુભ ખાધો હોય એની વિષ્ટા થાય એ રાખવા લાયક છે ?
એમ અંતરમાં પુણ્ય અને પાપના ભાવ (થાય) ઝેર સમાન છે. વિષ્ટા ન કીધું, કડક લાગે. ભગવાન આત્મા અતીન્દ્રિય અનાકુળ શક્તિનો પિંડ પ્રભુ ! આત્મા અમૃતનો સાગર છે એનાથી વિપરીત પુણ્ય-પાપના ભાવ (થાય) એ વિપરીત, દુઃખરૂપ, ઝેર છે. આહા...હા...! અજ્ઞાની અનાદિથી ઝેરનો અનુભવ કરે છે. પણ એ ઝેરથી ભિન્ન ભગવાન અંદર આત્મા આનંદકંદ છે તેનો અનુભવ, અભિપ્રાય, દૃષ્ટિ કયારેય કરતો નથી. જેનો ચરિત્તનો અભિપ્રાય....