________________
૫૧૦
કલશામૃત ભાગ-૫
ચેતના રહી. હવે એ ચેતના છે તે) જીવદ્રવ્ય છે. હવે જો ચેતના સામાન્ય-વિશેષપણે સિદ્ધ નહિ થાય તો જીવ જ સિદ્ધ નહિ થાય. કેમકે ચેતના વડે તો જીવને સાબિત કર્યો છે. જગતમાં જીવ છે એની હયાતી છે એ ચેતના વડે તો હયાતી સાબિત કરી છે. આહા..હા...! જીવનું હોવાપણું ચેતના વડે તો સાબિત કર્યું છે. હવે તું (એમ કહે કે), ચેતનાના અભાવથી જીવદ્રવ્ય રહે. તો સાધ્યું છે જેનાથી એ ન રહે તો જીવદ્રવ્ય સાબિત શી રીતે થશે ? આહા...હા....! આવી વાતું છે. છેલ્લો મોક્ષ અધિકાર’ છે ને ? હજી તો આ સમિકતની વાત છે, હોં ! સિદ્ધ થશે નહિ;...’ એક વાત ઈ કરી.
અથવા જો સિદ્ધ થશે..’ ચેતના વિના તારે સિદ્ધ કરવું છે ને ? તો જીવ સિદ્ધ થશે તો તે પુદ્ગલદ્રવ્યની માફક અચેતન સિદ્ધ થશે,...' આહા..હા..! ચેતના જાણન-દેખન સ્વભાવ દ્વારા તો જીવની સત્તા હયાતી સાબિત કરી છે. હવે એનો તું નકા૨ ક૨ે તો જીવની સત્તા ચેતના વિના રહેશે. એ તો પુદ્ગલદ્રવ્ય જેવું થઈ જશે, અચેતન થશે. આહા..હા...! ઓ..હો...! આચાર્યોએ કેટલું કામ ક્ષયોપશમથી કર્યું છે ! ગજબ કામ કર્યું છે ! આહા..હા...! કરુણાથી જગતને દેખાડે છે).
-
પ્રભુ ! તું કોણ છો ? તારી સત્તાની હયાતી જ અમે તો ચેતના દ્વારા સિદ્ધ કરીએ છીએ. એ વિના જીવદ્રવ્ય સિદ્ધ થતું નથી. અને ચેતનાનો તું નકાર કરીને જીવદ્રવ્યની હયાતી માન, શી રીતે માનીશ ? કારણ કે ચેતના વડે તો જીવદ્રવ્યની સાબિતી કરી છે. ચેતનાના અભાવથી જીવદ્રવ્યની સાબિતી થશે નહિ. સમજાણું કાંઈ ? હળવે હળવે તો કહેવાય છે. જરી ઝીણી વાત છે. વાણિયાને બુદ્ધિ બહાર રોકાઈ ગઈ હોય એને આવું ઝીણું... ઝીણું... ઝીણું (લાગે). આહા..હા...! ઝીણું નથી, પ્રભુ ! તારું સ્વરૂપ એ છે.
ચેતના એ તો એનું સ્વરૂપ છે. એનો સ્વભાવ છે. એ જીવનું સત્ત્વ છે અને એ સત્ત્વથી તો સત્ત્ને સિદ્ધ કર્યું છે. જ્યારે એ સત્ત્વનો તું નકા૨ ક૨ કે, સામાન્ય-વિશેષપણે ભલે ન હો, જીવદ્રવ્ય તો રહેશે. પણ ચેતના વડે તો જીવ છે એમ સાબિત કર્યું છે. જો એ ચેતનાનો અભાવ થાય તો જીવદ્રવ્ય સાબિત નહિ થાય. સમજાણું કાંઈ ? આહા..હા...! પુદ્ગલદ્રવ્યની માફક અચેતન સિદ્ધ થશે,...' સિદ્ધ થશે પણ અચેતન સિદ્ધ થશે. જીવદ્રવ્યને સિદ્ધ તો ચેતના દ્વારા કર્યો છે અને તું ચેતનાનો નકાર કરી ધ્યે તો અચેતન સિદ્ધ થશે, પુદ્ગલદ્રવ્યની જેમ સિદ્ધ થશે. જીવદ્રવ્ય સિદ્ધ નહિ થાય. આહા..હા...!
ચેતન સિદ્ધ નહિ થાય. એ જ અર્થ કહે છે :' જુઓ ! બીજો દોષ આવો...’‘તત્ત્વો વિત: અપિ નડતા મતિ' એનો હવે અર્થ કર્યો. પહેલો એનો અર્થ કર્યો હતો એનું હવે સૂત્ર મૂક્યું. ચેતનાનો અભાવ થતાં...' ચિંત:પિ) જીવદ્રવ્યને પણ પુદ્ગલદ્રવ્યની માફક જડપણું આવે...’ આહા..હા...! પાઠમાં છે, જુઓને ! પાઠ જુઓ. અદ્વૈતાપિ હિં ચેતના जगति चेद् द्दग्ज्ञप्तिरूपं त्यजेत् । तत्सामान्यविशेषरूपविरहात्साऽस्तित्वमेव त्यजेत् । '