________________
કળશ-૧૮૪
૫૧૯
ભગવાન આત્મા ! અહીંયાં આત્માને જ ભગવાન કહે છે. કેમકે ભગ + વાન બે શબ્દ છે. ભગની વ્યાખ્યા એમ છે કે, જ્ઞાન અને આનંદ જેની લક્ષ્મી છે. ભગનો અર્થ લક્ષ્મી થાય છે. જેની લક્ષ્મી જ્ઞાન અને આનંદ – ભગ – લક્ષ્મી જ્ઞાન અને આનંદ વાન છે. જ્ઞાન અને આનંદ જેનું રૂપ છે, જેનો વાન છે. માણસ નથી કહેતા કે, આનો શરીરનો ધોળો વાન છે, કાળો વાન છે. એમ ભગવાન આત્મા... આહા...હા...! જ્ઞાન અને આનંદ એની લક્ષ્મી, એનું સ્વરૂપ (છે). ભગ + વાન, તેનો એ વાન – સ્વરૂપ છે. આ વચમાં જે દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના વિકલ્પ જે વૃત્તિઓ ઉઠે છે એ બધો વિકાર છે, દોષ છે. પર છે. આહાહા..! એવા આત્માની અંતરમાં દૃષ્ટિ કરીને અનુભવ કરવો ત્યારે અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો તેનું નામ ધર્મની પ્રથમ શરૂઆત કહેવામાં આવે છે. આહાહા...! સમજાય છે કાંઈ ?
ભગવાન ચિન્મય વસ્તુ ! દયા, દાન, વ્રત, ભક્તિ, તપ કે આ કરુણા, કોમળતા કે પરની સેવા કરવી એ બધા ભાવ રાગ - વિકાર છે. એ બેકાર છે, એ પોતાની ચીજ નહિ. એ પોતામાં છે નહિ. વિકત ભાવ નવો ઉત્પન્ન કર્યો છે એ ઉપાધિ અને દોષ છે. તેનાથી ભિન્ન ભગવાન આત્મા નિર્વિકલ્પ છે. ચેતનમય જ્ઞાનમય, જેમ સાકર મીઠાશમય (છે), એમ અફીણ કડવાશમય, કડવાશ કહે છે ને ? એમ ભગવાન જ્ઞાનમય, જાણનસ્વભાવ, પ્રજ્ઞાબ્રહ્મ સ્વરૂપ છે. પ્રજ્ઞા અને બ્રહ્મ નામ આનંદ ! આહા..હા...! એ સ્વરૂપની અંતરમાં દૃષ્ટિ થાય ત્યારે આત્માનું જેવડું અસ્તિત્વ છે એટલું પ્રતીતમાં આવે છે, ત્યારે તેને સમ્યફ સત્નો સ્વીકાર કર્યો એમ કહેવામાં આવે છે. સમજાય છે કાંઈ ? આહા...હા....!
“નિર્વિકલ્પ છે, નિર્ભેદ છે....' છે ? ભેદ નહિ. ભેદ નહિનો અર્થ એ ચીજ જે છે એમાં આ આત્મા અને આ આનંદ ને આ જ્ઞાન એવા ભેદ નથી. એ આનંદ અને જ્ઞાનમય જ વસ્તુ છે. આહા..હા...! સૂક્ષ્મ વાત છે, ભગવાન ! સમજાય છે કાંઈ ? “નિર્ભેદ છે, સર્વથા શુદ્ધ છે.” છે ? શુદ્ધ ચૈતન્યઘન પવિત્રતાનો પિંડ એ છે. આહા..હા..! જેમ સાકર મીઠાશનો પિંડ છે, જેમ શકરકંદ હોય છે ને ? એ સમજાય છે ? શકરકંદ હોય છે એ સમજાય છે ? શકરકંદ ! અમારે શક્કરિયા કહે છે, શકરકંદ ! શિવરાત્રિએ ખાય છે ને? એની ઉપરની જે લાલ છાલ છે એ ન જુવો તો આખી ચીજ શકરકંદ – સાકરની મીઠાશનો પિંડ છે. શકરકંદ કહે છે, શકરકંદ ! શકર નામ સાકરની મીઠાશનો એ પિંડ છે. (ઉપરની) લાલ છાલ ન જુવો તો.
એમ આત્મામાં દયા, દાન, વ્રત, ભક્તિ, કામ, ક્રોધના જે વિકલ્પ રાગ છે એ તો લાલ છાલ છે, તેનાથી ભિન્ન, શકરકંદ જેમ સાકરની મીઠાશનો પિંડ છે, એમ આત્મા અતીન્દ્રિય આનંદનો પિંડ છે. આહાહા...! સમજાય છે કાંઈ? આ ચીજ અનંતકાળમાં ક્યારેય સાંભળી નથી, સમજ્યો નથી. પશુના અનંત અવતાર કર્યો, મનુષ્ય અવતાર અનંત થયા, મનુષ્ય