________________
કળશ-૧૮૫
પ૩૩
આનંદની પ્રાપ્તિ થાય એનું નામ મુક્તિ. અનંત દુઃખથી મુક્ત અને અનંત અતીન્દ્રિય આનંદથી સહિત, તેનું નામ મુક્તિ (છે). જુઓ ! છે પહેલું ?
“મોક્ષાર્થિfમ:' પહેલો શબ્દ પડ્યો છે. મોક્ષાર્થી – જેને પોતાનો અતીન્દ્રિય (આનંદ) પરિપૂર્ણ પ્રાપ્ત કરવાનો અભિપ્રાય છે અને જેને પોતાનો આનંદ સ્વરૂપ ભગવાન છે, એમાં જેણે પોતાની દૃષ્ટિનો યોગ જોડી દીધો છે. આહાહા...! બહુ સૂક્ષ્મ વાત છે, ભાઈ ! અનંત કાળ પરિભ્રમણ કરતાં નરક, પશુ એવા અનંત ભવ કર્યા છે. અબજોપતિ મનુષ્ય પણ અનંત વાર થયો છે અને સો વાર માગે અને એક કવળ મળે, એવો ભિખારી પણ અનંત વાર થયો છે. પણ ક્યારેય એણે આત્મજ્ઞાન કર્યું નહિ. સમ્યગ્દર્શન આત્મજ્ઞાન અનુભવ શું ચીજ છે તેનો પત્તો લીધો નથી. પંડિતાઈમાં પંડિત થઈ ગયો પણ પોતાના સ્વરૂપના જ્ઞાનનો પંડિત ન થયો.
અહીંયાં કહે છે કે, મોક્ષાર્થિfમ: અર્થ સિદ્ધાન્ત: સેવ્યાં પહેલી વ્યાખ્યા કરી. મોક્ષાર્થીનો અર્થ ‘સકળ કર્મનો ક્ષય થતાં થાય છે અતીન્દ્રિય સુખ,...” શું કહે છે ? કર્મ અને રાગ-દ્વેષ જે અશુદ્ધ પરિણામનો નાશ થઈને અનંત અતીન્દ્રિય સુખ પ્રાપ્ત થાય છે તેને મોક્ષ કહે છે. આહા...હા...! “તેને ઉપાદેયરૂપ અનુભવે છે....... આહા..હા..! શું કહે છે ? ભગવાન આત્મા અનંત અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય અનંત અનાકુળ આનંદનો પિંડ પ્રભુ ! એમાંથી તેનો અનુભવ કરે છે અને મોક્ષાર્થી થયા છે. રાગથી અને દુઃખથી મુક્ત થવાનો ભાવ અને પોતાના શુદ્ધ સ્વરૂપની પૂર્ણ પ્રાપ્તિનો અભિપ્રાય જેને થયો છે, તેને મોક્ષાર્થી કહે છે. સમજાણું કાંઈ ? આહા...હા...!
અહીંયાં તો એ કહ્યું. મોક્ષાર્થી કોને કહીએ ? કે જેને પોતાના આત્માના અતીન્દ્રિય આનંદનો નમૂનો અંદર અનુભવમાં આવ્યો છે અને તેને કારણે પૂર્ણ અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત કરવાનો જેને અભિપ્રાય છે. આહા..હા..! છે ? ઉપાદેયબુદ્ધિનો અર્થ શું ? કે, અંદરમાં જે શુભ-અશુભ રાગ થાય છે એ અશુદ્ધ ભાવ મલિન છે. જેને શુભ કર્મ કહે છે ને ? શુભ આચરણ, સત્ કાર્ય એ બધો શુભ રાગ છે. એ રાગથી ભિન્ન થઈને પોતાના આનંદસ્વરૂપનો જેને નમૂનો વેદનમાં આવ્યો છે, નમૂનો આવ્યો છે. નમૂનો સમજાય છે ? એ નમૂનામાં અતીન્દ્રિય આનંદ છે તે ઉપાદેય છે (એવો) એને મોક્ષની દશાનો અભિપ્રાય છે. આહા..હા..! જેને અંદરમાં શુભ રાગ અને અશુભ રાગ થાય છે તેને જે ઉપાદેય માને છે એ પરિભ્રમણના અભિપ્રાયવાળો છે), જેમાં મિથ્યાત્વનો અભિપ્રાય છે. ચોરાશી લાખ યોનિમાં રખડવાનો તેનો અભિપ્રાય છે.
આહા...હા...! સૂક્ષ્મ વાત છે, ભગવાન ! તારી ચીજ અંદર એવી છે. સચ્ચિદાનંદ પ્રભુ, એનો અંશ જેણે અતીન્દ્રિય આનંદનો પર્યાય – દશામાં (સ્વાદ ચાખ્યો), સ્વભાવમાં તો છે જ, પણ વર્તમાન દશામાં અતીન્દ્રિય આનંદનો અંશ જેણે પ્રગટ કર્યો એ મોક્ષને ઉપાદેય