________________
કળશ-૧૮૫
પ૩પ હોય છે ને ? છાલા ! એ શ્રીફળ નથી. અને વચમાં કાચલી હોય છે. કાચલીને શું કહે છે ? નરેટી ! એ પણ શ્રીફળ નથી. અને એ નરેટી પાસે લાલ છાલ છે. જે ટોપરાપાક કરે છે તો લાલ છાલ કાઢી નાખે છે. લાલ છાલ હોય છે ને ? ઝીણી પાતળી હોય છે). કાચલી, છાલા અને લાલ છાલ ત્રણેથી અંદર ભિન્ન શ્રીફળ જે છે એ શુદ્ધ, ધોળો - સફેદ, મીઠો ગોળો છે તેને શ્રીફળ કહે છે.
એમ આત્મા આ શરીર એ છાલા છે, અંદર કર્મ જડ છે. જેને કારણે પુણ્ય-પાપના કારણે આ લક્ષ્મી – ધૂળ મળે ન મળે એવું જે કર્મ છે એ કાચલી છે અને જે શુભઅશુભ ભાવ છે એ લાલ છાલ છે. એ લાલ છાલની પાછળ, જેમ એ શ્રીફળ સફેદ, ધોળું અને મીઠું છે એમ અંદર શુદ્ધ અને આનંદ આત્મા પડ્યો છે. સમજાણું કાંઈ ? અહીં તો અલૌકિક વાતું છે, ભગવાન ! લૌકિક તો બધું અનંત વાર કર્યું. વ્રત ને તપ ને ભક્તિ ને પૂજા ને દાન પણ અનંત વાર કર્યા, એ બધો રાગ છે. એ કોઈ મોક્ષનો માર્ગ કે ધર્મ નથી. આહાહા..!
અહીંયાં તો એ કહે છે, “અતીન્દ્રિય સુખ, તેને ઉપાદેયરૂપ અનુભવે છે. જોયું ? તેને મોક્ષાર્થી કહે છે. આહા..હા..! છે ભાઈ ? શબ્દ છે અંદર ? આહા...હા..! જેમ એ શ્રીફળ અંદર સફેદ, ધોળો મીઠો ગોળો છે એમ અંતર આત્મા શુભ-અશુભ રાગની ક્રિયાથી, કર્મથી અને શરીરથી ભિન્ન અંદર મીઠો નામ અતીન્દ્રિય આનંદ, ધોળા નામ શુદ્ધ, શુદ્ધ અતીન્દ્રિય આનંદનો પિંડ અંદર આત્મ ભગવાન છે. તેનો જેને અતીન્દ્રિય આનંદનો અનુભવમાં થોડો સ્વાદ આવ્યો છે એ મોક્ષાર્થી છે. એ રાગથી સર્વથા મુક્તિ થવી. રાગ નામ દુઃખ, ચાહે તો શુભ રાગ હો તોપણ દુઃખ છે. દયા, દાન, વ્રત, ભક્તિના પરિણામ રાગ છે, દુ:ખ છે. દુઃખથી મુક્તિ અને પૂર્ણ આનંદથી સહિત થવું તેનું નામ મોક્ષ છે. એ મોક્ષાર્થી પોતાના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લઈ ઉપાદેય માન્યો છે તેને મોક્ષાર્થી કહે છે. આહા..હા..! બહુ આકરી વાત ! જગતના અભ્યાસથી આ અભ્યાસ જુદી જાતનો છે. ત્યાં પૈસા-ફસામાં ક્યાંય છે નહિ. ધૂળમાં ક્યાંય (છે નહિ). આહાહા..!
એમના પિતાશ્રી હતા. ‘ન્યાલચંદ્ર સોગાની” ! આત્માના આનંદનો અનુભવ હતો. તેના છોકરાને બહુ ખબર ન હોય. પત્રમાં લખ્યું છે. પહેલું પુસ્તક નથી લખ્યું ? પુસ્તકમાં ! અતીન્દ્રિય આનંદનો અનુભવ હતો. અહીંયાં આવ્યો હતો. પહેલા ઘણું વાંચન કર્યું હતું. શાસ્ત્ર, યોગી, જોગી, જપ, તપ, સમાધિ આમ ને તેમ ઘણું કર્યું હતું પણ કંઈ મળ્યું નહિ, એમાં છે નહિ. પછી અહીંયાં આવ્યા હતા. આવ્યા પછી એટલું કહ્યું, “ન્યાલચંદભાઈ એના પિતા, ન્યાલચંદભાઈ ! મૂળ તો “અજમેરના છે, પાછળથી કલકત્તા રહેતા હતા. મૂળ ‘અજમેરના (છે). એટલું કહ્યું કે, ભાઈ ! અંદર જે વિકલ્પ રાગ ઉઠે છે તેનાથી અંદર ભગવાન આત્મા ભિન્ન છે. આહાહા...! બસ ! એટલું કહ્યું અને આપણું આ રસોડુ છે ને?