________________
પ૪૨
કલશામૃત ભાગ-૫
ગયું. જંગલ. જંગલ... ઝેરી દેડકાં, સર્પ, વીંછી. એમાં બધું છૂટી ગયું. ભૂકા ઉડી ગયા, બધા મરી ગયા. એક સત્તર વર્ષની “જર્મનીની છોકરી હતી તે અસાધ્ય થઈ ગઈ હતી. બધા મરી ગયા. સાધ્ય (આવ્યું ને જોયું તો) જંગલ...! આહા...હા...! જંગલ હજારો ગાઉમાં (ફેલાયેલું), ક્યાંય ગામ નહિ. છાપામાં આવ્યું છે. પેપર. પેપર ! તેણે અગિયાર દિવસ એવી રીતે કાઢ્યા. ખાવાની ચીજ નહિ, પીવાની ચીજ નહિ અને આખા શરીરે સોજા ચડી ગયા. વીંછી કરડે, દેડકા કરડે. કરડે કો ક્યા કહતે હૈં ? કાટે ! શરીરમાં સોજા ચડી ગયા. આયુષ્ય હતું તો મરી ન ગઈ. અગિયાર દિવસ કાઢ્યા. કોઈ માણસ નહિ, એકલા પશુ-પંખી ! બારમા દિવસે એક ઝૂંપડી મળી. એ ઝૂંપડી શિકારીની હતી. એ શિકારી શિકાર કરવા આવ્યા. આવ્યો ને એ બાઈને જોઈ ! અરે...! બેન, તું અહીં ક્યાં ? પ્લેનનો નાશ થઈ ગયો છે અને હું એકલી રહી ગઈ છું. મારા માતા-પિતા બધા મરી ગયા છે. પ્લેનના ટૂકડા થઈ ગયા છે. હું અગિયાર દિવસથી જંગલમાં ફરુ છું. આખા શરીરે સોજા), પગમાં ઇયળ પડી ગઈ. ઇયળને શું કહે છે ? કીડા ! આટલા આટલા કીડા થઈ ગયા. શિકારી આવ્યા તો એને એમ થઈ ગયું કે, અર.૨.૨..! આ કન્યા અહીં ? એને ગામમાં દવાખાને લઈ ગયા. અગિયાર દિવસ બચી, આયુષ્ય હતું ને ? દેહની સ્થિતિ હતી તેનો નાશ થઈ શકે નહિ. ગમે તેટલા (રોગ) હોય, આયુષ્યની સ્થિતિ છે. અંદર એક આયુષ્ય કર્મ છે. એ કર્મ પ્રમાણે ત્યાં રહે છે. આટલા અગિયાર દિવસ જંગલમાં રહી. આખા શરીરે સોજા ચડી ગયા.
એમ જેને આત્માના આનંદનું ભાન નથી, એ પર ચીજ મારી છે, એ એને સોજા ચડી ગયા છે. રોગી થયો છે. એમાં કોઈ ભગવાન પરમાત્મા મળ્યા, આત્માના ભાનવાળા પરમાત્મા (મળ્યા), એમણે કહ્યું કે, અરે..! આ ચીજ તારી નહિ. ભગવાન ! તારી ચીજમાં તો આનંદ પડ્યો છે ને નાથ ! અતીન્દ્રિય ચૈતન્યના નૂરના તેજનું પૂર તું છો ને ! તેની દષ્ટિ લગાવી દીધી તો રોગ મટી ગયો.
એમ અહીંયાં કહે છે કે, હું તો આવો સ્વસંવેદન ચૈતન્ય જ્યોતિ પ્રકાશ છું, ચૈતન્યના પ્રકાશનો પૂંજ હું છું. આહા...હા...! છે ? પ્રકાશ ! “સર્વ કાળ...” ત્રિકાળ, પાછો એક સમય નહિ. હું તો ત્રિકાળ શુદ્ધ ચૈતન્યપ્રકાશ પૂંજ છું. આહા..હા..! અનાદિનો હું તો ચૈતન્યપ્રકાશનો
જ જ છું. આહા..હા...! આવી દૃષ્ટિ થાય છે ત્યારે સમ્યગ્દર્શન થાય છે. સાધુ તો બીજી ચીજ છે, એ તો કોઈ અલૌકિક વાત છે ! સમ્યગ્દર્શન થયા પછી) સાધુ તો અલૌકિક વાત છે, બાપુ ! આહા...હા...! સાધુ કોને કહેવા ! આહા...હા.!
સાધુ તો એને કહીએ કે, અંદરમાં સાધે ઇતિ સાધુ. અંદર અતીન્દ્રિય આનંદનો (સાગર છે). સમુદ્રમાં જેમ કાંઠે ભરતી આવે છે, ભરતી ! એમ આત્માની પર્યાય – દશામાં અતીન્દ્રિય આનંદની ભરતી આવે છે. આત્મામાં અતીન્દ્રિય આનંદનો દરિયો ભર્યો છે. એની દશામાં