________________
પ૩૪
કિલશામૃત ભાગ-૫
માને છે અને પોતાના અતીન્દ્રિય આનંદને આદરણીય માને છે. સૂક્ષ્મ વાત છે. ડૉક્ટરીમાં ક્યાંય આવે નહિ. આહાહા..!
તત્ત્વ છે ને ? આત્મતત્ત્વ છે ને ? છે ને ? મોજૂદગી ચીજ છે ને ? તો તત્ત્વ છે. તો એમાં એનો કોઈ સ્વભાવ છે કે નહિ ? વસ્તુ છે તો વસ્તુનો કોઈ સ્વ-ભાવ છે કે નહિ) ? તેનો સ્વભાવ અતીન્દ્રિય જ્ઞાન અને અતીન્દ્રિય આનંદ તેનો સ્વ-રૂપ, સ્વ-ભાવ છે. આહાહા....! તેનું જેણે અંશે અતીન્દ્રિય આનંદનું વેદન કર્યું હોય તે “અતીન્દ્રિય સુખ, તેને ઉપાદેયરૂપ અનુભવે છે. આહા...હા...! મોક્ષાર્થીની વ્યાખ્યા એ છે, મુમુક્ષુની વ્યાખ્યા એ છે, યોગીની વ્યાખ્યા એ છે.
પોતાનું આનંદ અને જ્ઞાન સ્વરૂપ નિત્યાનંદ ધ્રુવ, તેમાં પોતાની દશાને જોડી દીધી છે. તેને મુમુક્ષુ કહે છે, તેને ધર્મી, યોગી કહે છે. રાગની સત્ ક્રિયા આદિ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજામાં જેનો પ્રેમ છે અને એમાં જોડાણ છે તેને ભોગી કહે છે. (એ) ભોગી છે, એ રોગી છે. આહાહા...!
મુમુક્ષુ :- ભોગ છોડીને જંગલમાં ગયો.
ઉત્તર :- ભોગ શું પણ ? કોનો ભોગ છોડવો ? રાગ છે, દયા, દાન, વ્રત, ભક્તિ આદિનો રાગ (છે), તેને છોડવો તેનું નામ ભોગ છોડ્યા. શરીરથી સ્ત્રીનો ત્યાગ કર્યો, બ્રહ્મચર્ય પાળ્યું એ કોઈ બ્રહ્મચર્ય નથી. આહા...હા...! બ્રહ્મ નામ આનંદ નામ ચરી નામ રમના. અતીન્દ્રિય આનંદમાં રમવું તેને અહીંયાં બ્રહ્મચર્ય કહે છે. શરીરથી બ્રહ્મચર્ય પાળ્યું, જાવજીવ બાળબ્રહ્મચારી (રહ્યો) એ કોઈ બ્રહ્મચારી નથી. સમજાણું કાંઈ ? અંતરમાં બ્રહ્મ પ્રજ્ઞા બ્રહ્મસ્વરૂપ ભગવાન ! એવા આનંદમય પ્રભુનો અનુભવ કરવો. બ્રહ્મ નામ આનંદ અને ચરી નામ રમવું. અતીન્દ્રિય આનંદમાં રમવું એનું નામ બ્રહ્મચર્ય છે. એ બ્રહ્મચર્ય જેને અંતરમાં ઉપાદેય તરીકે સ્વીકાર થયો છે તે બ્રહ્મચારી છે). આહા.હા...!
શુભ-અશુભ રાગ છે એ સંયોગી વિકારી ભાવ છે. તેનું સેવન છે તે મૈથુન છે એમ કહે છે. સૂક્ષ્મ વાત છે, ભગવાન ! શુભ-અશુભ રાગ વૃત્તિ ઉઠે છે એ વિકાર છે. એ સ્વભાવભાવથી વિરુદ્ધ એવા) વિકારી ભાવ, સંયોગી ભાવ, વિભાવ ભાવ, કર્મના નિમિત્તને આધીન થઈ વિકૃત દશા ઉત્પન્ન થઈ તેનું સેવન કરે છે એ વ્યભિચારી મિથ્યાદષ્ટિ છે. શાંતિથી સાંભળજો ! વાત તો જગતથી નિરાળી છે. સમજાણું કાંઈ ? એ વ્યભિચાર જેણે છોડી દીધો અને અવ્યભિચાર આત્માના આનંદને અંતરમાં ઉપાદેય તરીકે જાણીને) પરિણતિ, દશામાં અતીન્દ્રિય આનંદ આવ્યો, તેણે અતીન્દ્રિય આનંદને ઉપાદેય તરીકે સ્વીકાર્યો એ મોક્ષાર્થી છે. આહા...હા...! આ.હા...હા...! અંદર ચીજ શું છે ? અંતરમાં અતીન્દ્રિય અનંત... અનંત... (આનંદ ભર્યો છે).
નાળિયેર હોય છે ને ? નાળિયેર ! શ્રીફળ ! શ્રીફળ છે ને ? એમાં ઉપરના જે છાલા