________________
પ૩૮
કલશામૃત ભાગ-૫
ભોગથી રહિત છે... “ચિત્ત' “મનનો અભિપ્રાય જેમનો, એવા છે.” આહા..હા...! અંતરનો અભિપ્રાય – આશય, જે સંસાર, શરીર અને ભોગથી વિરક્ત છે, જેના આત્માનો અભિપ્રાય એવો છે) તેને અહીંયાં મોક્ષનો અર્થી કહેવામાં આવે છે. આહાહા...! બહુ ઝીણું પડે, શું કરે ? માર્ગ તો આ છે. દુનિયા બહારમાં રખડે છે. આમ કરો ને આમ કરી ને આમ કરો. એવી કોંબુદ્ધિ રાખે છે. હું કરું, હું કરું એ જ અજ્ઞાન છે, શકટનો ભાર જેમ શ્વાન તાણે શકટ – જેમ ગાડું હોય ને ? ગાડું ! (એની) નીચે કૂતરો હોય (એની પીઠ જરી અડે છે તો માને છે કે, આ ગાડું મારાથી ચાલે છે. એમ આ દુનિયા, શરીર, વાણી, મન, આ બહારની ક્રિયા મારાથી થાય છે એમ કૂતરાની જેમ અજ્ઞાની માને છે. આહા..હા....! એનાથી દૃષ્ટિમાં, અભિપ્રાયમાં વિરક્ત છે. આહા...હા...!
ગૃહસ્થાશ્રમમાં પણ હો છતાં પણ જળમાં જેમ તેલનું બિંદુ હોય, એ ઉપર રહે છે, અંદર જાતું નથી, જળમાં તેલ કહે છે ને ? તેલનું બિંદુ હોય એ અંદર પ્રવેશ નથી કરતું, ભિન્ન રહે છે. એમ ભગવાનઆત્મા જળ સમાન નિર્મળ આનંદકંદ, એમાં પુણ્ય-પાપનો રાગ – ચીકાશ, તેલ સમાન રાગ અંદરમાં પ્રવેશ નથી કરતો. આહાહા.! પ્રવેશ નથી કરતા એમાં જે ધર્મી (એનાથી) વિરક્ત છે. આહા..હા..! અંતરમાં જેનો આશય – અભિપ્રાય – પ્રતીતિ – શ્રદ્ધા, રાગ ને શરીર ને ભોગથી દૃષ્ટિ ઉઠાવી લીધી છે અને એનાથી રહિત પ્રભુ આત્મા ચેતનસ્વભાવ ભગવાનમાં જેનો અભિપ્રાય લાગી ગયો છે. એને અહીંયાં ધર્મી, મોક્ષાર્થી, મુમુક્ષ, યોગી, ધર્મની શરૂઆત કરવાવાળો યોગી કહે છે. એ વિના બધા ભોગી છે. આહા..હા..! અહીંયાં કોઈ પૈસા-ફેસાની કિંમત નથી. પૈસા કરોડ મળ્યા ને ધૂળ મળ્યા ને... એ માટી – ધૂળ છે. આ શરીર માટી – ધૂળ છે. આ તો ધૂળ છે. આની તો રાખ થશે. આની તો મસાણમાં રાખ થશે. આટલી પણ રાખ નહિ થાય. બળશે તો થોડી રાખ થશે અને પવન આવશે એટલે ઉડી જાશે. આ તો જડ, માટી – ધૂળ છે. આત્મા ક્યાં છે) ? આત્મા તો અવિનાશી પ્રભુ અંદર ચિદાનંદ ઘન છે. આ...હા...હા...!
જેની સંસાર, શરીર અને ભોગમાં વિરક્તિ છે). ધર્મી જીવની ભોગમાં(થી) સુખબુદ્ધિ ઉડી જાય છે. શું કહે છે ? પૈસામાં, શરીરમાં, સ્ત્રીમાં, અધિપતિપણામાં, કોઈ પાંચ-પચાસ હજારનો માસિક પગાર મળતો હોય, એવા પરમાંથી ધર્મીજીવની સુખબુદ્ધિ ઉડી જાય છે. એમાં કોઈ સુખ છે જ નહિ. સુખ તો અંદર ભગવાનઆત્મામાં છે. આહા...હા...! આ...હા...હા...! એવી જેની પરમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ એ પરથી વિરક્ત છે. સમજાણું કાંઈ ? આહા...હા...! આવો ધર્મ કઈ જાતનો ? પેલા તો કહે, દયા પાળો, વ્રત કરો, સેવા કરો, દેશસેવા કરો, દેશની સેવા શું કહેવાય પેલા મરે ઈ ? શહીદ ! શહીદ થાય છે. ધૂળમાંય છે નહિ. આહા...હા...!
અહીંયાં તો શહીદ અંદર રાગને મારીને, અંદર ચિદાનંદ સ્વભાવમાં અનુભવમાં આવવું એ રાગથી વિરક્ત થવું એ મોક્ષાર્થીનું શહીદપણું છે. બાકી બધી વાતું થોથા છે. આહા..હા...!