________________
કળશ-૧૮૫
આ..હા..હા...! બહુ ઝીણું, બાપુ ! ભગવાન !
અહીંયાં તો કહે છે કે, મોક્ષાર્થી જીવો આ એકની સેવા કરો. આહા..હા...! કેવા છે મોક્ષાર્થી જીવ ?” મોક્ષ નામ બંધનથી છૂટવાનો અભિપ્રાય (જેનો છે) અને અબંધ સ્વભાવી ભગવાનની પૂર્ણ પ્રાપ્તિનો ઉપાય જેણે જાણ્યો છે એ મોક્ષાર્થી જીવ ‘ઉદ્દાત્તચિત્તવૃત્તિ:’ આહા..હા...! ઉદાત્ત છે. સંસાર...’ એ રાગ ભાવ સંસાર છે. આહા..હા...! રાગથી ભિન્ન ભગવાનની જેને અભિલાષા છે એવું જેનું ચરિત્ર એટલે અભિપ્રાય ઉદાત્ત છે. સંસાર-શરીરભોગથી રહિત છે...’ આહા..હા...! રાગથી, શરીરથી અને રાગના ભોગથી (જે રહિત છે).
૫૩૭
સ્ત્રી છે, સ્ત્રીનું શરી૨ માંસ-હાડકાં છે તેનો ભોગ કોઈ કરી શકતું નથી. એ તો જડ માટી છે, ભગવાન તો અરૂપી છે. આત્મામાં રંગ, ગંધ, સ્પર્શ છે જ નહિ. તો સ્ત્રીના શરીરનું સેવન તો કોઈ અજ્ઞાની પ્રાણી પણ કરી શકતું નથી, ફક્ત અજ્ઞાની ૫૨ ઉપ૨ લક્ષ કરી આ ઠીક છે, એવો રાગ ઉત્પન્ન કરે છે એ રાગનું સેવન કરે છે, શરીરનું નહિ. આહા....હા...! શરીર તો જડ, માટી, ધૂળ છે. આત્મા ભગવાન તો અરૂપી (છે), જેમાં વર્ણ, ગંધ, ૨સ, સ્પર્શ છે જ નહિ. રંગ, ગંધ, રસ, સ્પર્શ છે જ નહિ (તો) એ રંગ, ગંધ, રસ, સ્પર્શના ભોગનો અનુભવ કેવી રીતે કરે ? ફક્ત અજ્ઞાની પોતાના આનંદ સ્વરૂપનું ભાન નથી, તેના શરીરનું સુંદર રૂપ આદિ જોઈ ઠીક છે, એવો રાગ ઉત્પન્ન કરે છે, એ રાગનું સેવન કરે છે, એ રાગનો ભોગ છે. શી૨નો ભોગ તો અજ્ઞાની પણ કરી શકતો નથી. આહા..હા....! વાતમાં બહુ ફેર !
આ લાડવા ખાવા, એ આત્મા ખાઈ શકતો નથી, એમ કહે છે. એ તો જડ છે. બદામ, પીસ્તા એ તો માટી છે. આત્મા એ ખાઈ શકે નહિ. ફક્ત પોતાના આનંદ સ્વરૂપનું ભાન નહિ એ ચીજ ઉ૫૨ લક્ષ કરી, ઠીક છે, આ ચીજ મજાવાળી છે એમ રાગનો ભાવ ઉત્પન્ન કરે છે, એ રાગનો ભોગ કરે છે. સમજાણું કાંઈ ? એ ભોગ અહીં કહે છે.
‘સંસાર-શરીર... સંસાર શબ્દે વિકાર ભાવ અને શરીર શબ્દે આ માટી, ધૂળ. આ માટી છે ને ? અને ભોગ....’ રાગનો અનુભવ. પહેલાં સંસારમાં સામાન્ય રાગ લીધો. દયા, દાન આદિ કોઈપણ શુભ-અશુભ રાગ. એ સંસાર (છે) અને આ શરી૨ અને એ રાગનો ભોગ. ત્રણથી જેની વૃત્તિ વિરક્ત છે. આહા..હા...! ભગવાન ! એવી વાત છે. આહા...હા....!
તું ભગવાન છો ને ! તને ખબર નથી. તું પામર થઈને પ્રભુતાને ભૂલી ગયો. આહા..હા...! અંદર ભગવાન પરિપૂર્ણ આનંદથી ભર્યો છે. આહા..હા...! શુદ્ધ ચૈતન્ય આનંદ ગોળો અંદર છે. ગોળો કહે છે ને ? નાળિયેરનો ગોળો ! તેને ભૂલીને રાગ, શરી૨ અને રાગનો ભોગ એ સંસાર છે. એ ચાર ગતિમાં રખડવાનું કારણ છે. તેનાથી જે વિરક્ત છે. રાગ, શરીર અને ભોગમાં રક્ત છે એ સંસારમાં રખડવાના છે. અને ત્રણથી જે વિરક્ત છે, રક્તથી વિરક્ત છે (તે સંસારથી મુક્ત થવાના). આહા..હા...! સમજાણું કાંઈ ? છે ?