________________
કળશ-૧૮૪
પ૨૯
રૂપી મુક્તિ (જોઈએ છે) એને મુમુક્ષુ કહે છે અને તેને યોગી કહે છે. કેમ ? કે, પોતાનું જે જ્ઞાન અને આનંદ ત્રિકાળી સ્વભાવ છે એમાં પોતાનું જોડાણ કરી નાખ્યું. યોગ (એટલે) જોડાણ. જોડાણ. જોડાણ. યોગ કરી નાખ્યો એનું નામ યોગી છે. અને જ્યાં સુધી રાગમાં જોડાણ છે ત્યાં સુધી તે ભોગી છે, યોગી નહિ, ચાહે તો સાધુ થયો હોય (તોપણ). આહા...હા...! સત્ કર્મમાં રાગ થાય છે અને રાગનો પ્રેમ છે, રાગમાં રોકાયો છે ત્યાં સુધી એ ભોગી છે, યોગી નહિ. આહાહા..! એનું સંસ્કૃત છે. આ તો સંસ્કૃતમાંથી હિન્દી બનાવ્યું છે.
આહાહા...! કહે છે, “શુદ્ધ ચેતનામાત્ર છે જે સ્વભાવ તે...” ગ્રાહ્ય છે “એવો અનુભવ કરવા યોગ્ય છે;” જોયું ? ગ્રાહ્યનો અર્થ કર્યો. અંદર જે પુણ્ય અને શુભ-અશુભ કર્મ જે રાગ છે, વિકલ્પ છે, એનાથી ભિન્ન જે ચીજ અંદર છે તે ગ્રાહ્ય છે. એ અનુભવ કરવા લાયક છે. એ ચીજ જે પડી છે, આનંદકંદ પ્રભુ, તેને અનુ – અનુસરીને ભવવું – થવું, તેને અનુસરીને થવું એ કરવા લાયક છે. બાકી રાગનું અનુસરણ થવું એ તો ભવ બંધનું કારણ અને સંસાર છે. આહા..હા..! દયા, દાન ને વ્રત ને ભક્તિ ને પૂજા ને એ બધું સંસાર છે એમ અહીં તો કહે છે. સંસાર મળે, આ ધૂળ મળે. આ પૈસાના – ધૂળના શેઠિયા હોય છે ને ? ધૂળના ધણી ! કરોડ, બે કરોડ, પાંચ કરોડ, અબજ કરોડ.... એ પૂર્વના એવા કોઈ પુણ્ય કર્યા હોય તો એનાથી મળે. તેનાથી સંસારનો અભાવ થાય કે ધર્મ થાય એવી ચીજ નથી. આહા..હા..!
બે અબજ અને ચાલીસ કરોડ. કહ્યું હતું. ગોવામાં હતા. “ગોવા” છે ને ? “ગોવા” ! દીવ, દમણ ને ગોવા” એમાં એક જૈન હતા, સ્થાનકવાસી હતા. એના પાસે) બે અબજ ચાલીસ કરોડ હતા. બે અબજ ચાલીસ કરોડ ! ૨૪૦ કરોડ ! પાંચ મિનિટમાં દેહ છૂટી ગયો. ૬૧ વર્ષની ઉંમર ! આહા...હા...! દુઃખાવો છે, ડૉક્ટરને બોલાવો ! એની સ્ત્રીને.... શું કહેવાય આ ? હેમરેજ થાય છે ને ? હેમરેજ થાય છે ને ? હેમરેજ થયું હતું. ‘ગોવામાં તો ચાલીસ લાખનું મકાન છે. રહેવાનું ચાલીસ લાખનું મોટું મકાન) ! તો હેમરેજ માટે મુંબઈ આવ્યા હતા. સ્ત્રી તો અસાધ્ય હતી, પણ રાત્રે દોઢ વાગે ઉભા થયા અને કહ્યું) મને દુઃખે છે. બોલાવો ડૉક્ટરને ! ડૉક્ટર આવે ત્યાં ચાલ્યા ગયા, દેહ છૂટી ગયો. પૈસા શું ધૂળ કરે ? બે અબજ અને ચાલીસ કરોડ ! ચાલીસ લાખનું મકાન ! અને એની સ્ત્રી એ મકાનમાં હેમરેજમાં દોઢ વર્ષ સુધી અસાધ્ય રહી. દોઢ વર્ષ હેમરેજ ! કંઈ ભાન નહિ. ચાલીસ લાખનું મકાન ! ધૂળમાં શું છે ? આત્મા અંદર છે એની તો ખબર નથી.
આનંદ અને જ્ઞાનની લક્ષ્મીનો તો ભંડાર ભગવાન છે. અનંત. અનંત.. અનંત. બેહદ સ્વભાવ, જેના જ્ઞાનની બેહદ અપિરિમિત શક્તિ ! અને અતીન્દ્રિય આનંદની અપરિમિત શક્તિનો ભંડાર ભગવાન છે, તેની તો કિંમત નહિ, તેની તો મહિમા નહિ, એ બાજુનો ઝુકાવ નહિ, એ તરફની સન્મુખતા નહિ અને રાગ ને દયા, દાન ને વ્રતની સન્મુખ છે