________________
કળશ-૧૮૪
પ૨૫
વાત છે. આહા..હા..! એ કહે છે, જુઓ !
દ્રવ્યકર્મ-ભાવક-નોકર્મ..” નોકર્મ એટલે શરીર. આ શરીર, વાણીને નોકર્મ કહે છે. એ ત્રણેથી ભિન્ન ચીજ અંદર છે. જડકર્મ, જેનાથી પૈસા મળે – લક્ષ્મી મળે કે દરિદ્રતા મળે એવું કર્મ. અને ભાવકર્મ (એટલે) પુણ્ય-પાપના ભાવ, શુભ-અશુભ ક્રિયા – રાગ અને નોકર્મ (એટલે) શરીર અને વાણી. એ બધાથી ભગવાન ભિન્ન છે. આહા...હા! છે ?
નોકર્મ સંબંધી પરિણામો...” પરિણામ નામ દશા – અવસ્થા. તે સમસ્ત પુદ્ગલકર્મના છે એ જડના છે, આત્માના નહિ. આહા...હા...! અહીં સુધી તો કાલે આવ્યું હતું. આજે ફરીને લીધું. અહીંયાં સુધી કાલે આવ્યું હતું. આજે ડોક્ટર આવ્યા છે એટલે હિન્દીમાં ફરીથી લીધું. આહાહા..!
એક બાજુ ભગવાન આત્મરામ અને એક બાજુ પુણ્ય-પાપના પરિણામ અને શરીર, કર્મ – એક બાજુ ગામ. એ બન્ને ચીજ ભિન્ન છે. આહા..હા...! અનંત અનંત કાળ થયો અનાદિથી પરિભ્રમણ ચોરાશી લાખ યોનિમાં કરે છે. અનંત અવતાર કર્યા. કીડા, કાગડા, કૂતરા, નરક યોનિ, સ્ત્રી, પુરુષ એવા ભવ અનંત... અનંત.... અનંત. અનંત... અનાદિથી કરતો આવ્યો છે. સાધુ પણ અનંત વાર થયો, ત્યાગી થયો પણ આત્મા અને રાગની વૃત્તિથી, વિકલ્પથી ભાવકર્મથી ભિન્ન છે, એવા અનુભવ વિના જન્મ-મરણ મટ્યા નહિ. આ વાત છે. સમજાણું કાંઈ ? ચાહે તો આજે સમજો, ચાહે તો કાલે સમજો, ચાહે તો અનંત કાળ પછી સમજો) પણ આ સમજ્યા વિના જન્મ-મરણના અંત નહિ આવે.
મુમુક્ષુ :- ભક્તિમાર્ગ કીધો છે.
ઉત્તર :ભક્તિમાર્ગ એ પુણ્ય – રાગ છે, વિકાર છે. આવે છે, નિશ્ચયભક્તિ તો પોતાની. પોતાના આનંદ અને જ્ઞાન સ્વરૂપમાં એકાગ્રતા થવી એ નિશ્ચય સત્ ભક્તિ છે અને પરમાત્માની ભક્તિ છે એ રાગ છે, પુણ્ય છે. પાપથી બચવા પુણ્ય આવે છે, પણ (તે) રાગ હેય છે. ઉપાદેય નથી, આદરણીય નથી. આહાહા...!
પ્રશ્ન :- હેય અર્થાત્ ?
સમાધાન :- હેય એટલે છોડવાલાયક. છોડવાલાયક છે. કમજોરીથી આવે છે પણ અંદર ચીજ જે છે એ આદરણીય છે. આનંદપ્રભુ સચ્ચિદાનંદ ! સચ્ચિદાનંદ – સતુ શાશ્વત ચિત્ જ્ઞાન ને અતીન્દ્રિય આનંદ, એ અતીન્દ્રિય જ્ઞાન અને આનંદનો પિંડ સત્ આત્મા છે તેનો અનુભવ કરવો તે મુક્તિનું કારણ અને ધર્મ છે. બાકી બધા થોથા છે. આહા..હા....! કહો, ભાઈ !
પ્રશ્ન :- લોકની સેવા કરવી ક્યારે ?
સમાધાન :- કોણ કરતો હતો ? ધૂળની ! શરીરમાં રોગ આવે તે ડૉક્ટર પણ મટાડી શકતો નથી. ડોક્ટરનો દેહ પણ ક્ષણમાં છૂટી જાય છે. તેની જડની અવસ્થા થાય છે તેને