________________
પ૨૨
કલશામૃત ભાગ-૫ માટે કરતા હોય. આમ માને કે ઓનરરી છે, પણ અંદર આશા એ છે. એ બધો રાગ અને વિકાર ભાવ છે. આહા...હા...!
મુમુક્ષુ :- એ શુભ કર્મ કરવાથી આત્માનો રસ્તો સાફ થાય છે.
ઉત્તર :- બિલકુલ નહિ, નુકસાન કરે છે. એ વાત ચાલે છે. અહીં એ જ વાત ચાલે છે. શુભકમને ભાવકર્મ કહે છે. જેટલા શુભકર્મ છે એ બધી વૃત્તિઓ છે, રાગ છે, વિકલ્પ છે. એ આત્માનું સ્વરૂપ નહિ, નુકસાન કરે છે. ઝીણી વાત છે. આખી દુનિયાને અમે તો જાણીએ છીએ ને ! આ વાત દુનિયાથી તદ્દન ભિન્ન છે.
પ્રશ્ન :- દુનિયામાં પછી શું કામ કરવું ?
સમાધાન :- કરવાનું કાંઈ નથી. અંદર પુણ્યથી ભિન્ન થઈને આત્માના આનંદનો, જ્ઞાનનો અનુભવ કરવો એ (કરવાનું છે), બાકી બધું મિથ્યા છે, ભ્રમ છે.
પ્રશ્ન :- સંસાર કેવી રીતે ચાલશે ?
સમાધાન :- સંસાર ક્યાં ચલાવવો છે ? સંસારનો તો નાશ કરવો છે. અહીં તો સંસારનો નાશ તો કરવો છે. સંસરણ ઇતિ સંસાર: સંસારનો અર્થ શું? સંસરણ ઇતિ સંસાર ભગવાન આનંદ અને જ્ઞાન સ્વરૂપ છે એમાંથી હઠીને પુણ્ય અને પાપના ભાવ કરે છે એ બધો સંસાર છે. એમાં ચાર ગતિ રખડવાની મળે છે. ચોરાશી લાખ યોનિ મળે છે, એમાં પરિભ્રમણ ટળતું નથી. આહા..હા..! આવી વાત ભારે આકરી !
એણે ક્યારેય (ગંભીરતાથી) લીધું જ નથી, ક્યારેય સાંભળ્યું જ નથી આ અંદર ચીજ શું છે ? સાંભળ્યું જ નથી, પ્રેમથી સાંભળ્યું જ નથી. સાંભળે છે પણ પ્રેમથી સાંભળ્યું નથી. આમ તો અનંતકાળમાં અનંત વાર સાંભળ્યું છે પણ આ ચીજ શું છે ? અને આ રાગ શું છે ? એનો ભેદ પરથી ભિન્ન છે) એવી વાત પ્રેમથી સાંભળી નથી. આહા..હા..! સમજાણું કાંઈ ? વાત તો એવી છે, ભગવાન ! શું કરે ? આહા..હા..!
બીજાને આહાર-પાણી દેવાનો ભાવ, સમજ્યા ? આહાર, પાણી, જલ, ઔષધ, રોગી હોય તો મફત ઔષધ દ્યો, એ બધો ભાવ રાગ છે, ભાવકર્મ છે, પુણ્ય છે, મલિન છે, આત્મા અમૃત સ્વરૂપથી વિરુદ્ધ ઝેર છે. અહીંયાં ઝીણી વાત છે.
પ્રશ્ન :- આમાં કરવું શું ?
સમાધાન :- કરવું એ કે, રાગથી ભિન્ન થઈ પોતાના જ્ઞાનનો અનુભવ કરવો. એ વિના સંસારનો અંત ત્રણ કાળમાં આવવાનો નથી. અમે તો આખી દુનિયા જોઈ છે ને! આ તો ૮૮ વર્ષ થયા. કેટલા ? ૮૮, ૯૦માં બે ઓછા ! તમને ૪૮ થયા છે, અહીંયાં ૮૮ થયા છે. દુકાન છોડ્યું ૬૫ વર્ષ થયા છે. પાલેજમાં અમારી દુકાન હતી. “ભરૂચ અને ‘વડોદરા વચ્ચે પાલેજ” છે. ત્યાં અમારા પિતાજીની દુકાન હતી. હજી દુકાન છે. અમે ત્યાં રહ્યા હતા, પાંચ વર્ષ દુકાન ચલાવી હતી. સત્તર વર્ષની ઉંમરે ! સત્તરથી બાવીસ