________________
૫૧૨
કિલશામૃત ભાગ-૫ આત્મા તેને વ્યાપ્ય ગણવામાં આવ્યો છે. વ્યાપકને આધારે વ્યાપ્ય છે. આત્માને આધારે પર્યાય છે, વ્યાપકને આધારે પર્યાય વ્યાપ્ય છે એ વાત અહીં ન લેતાં, એનું) અહીં કામ નથી. અહીં તો ચેતના જ્ઞાન ને દર્શન એનું સ્વરૂપ જ છે. આહા...હા...! એનો અનુભવ થવો એ સમ્યક્ છે. એ સિદ્ધ કરવા માટે આ બધી લાંબી વાત કરી છે. સમજાણું કાંઈ?
આત્મા વસ્તુ છે એ પુદ્ગલ આદિ, શરીર આદિ, રાગાદિ, ભેદ આદિતથી) તો ભિન્ન છે. પણ એ ચેતનાના બે રૂપને ચેતના ન છોડે. આમ દૈતપણું છોડ્યું. છ કારકો, ઉત્પાદન વ્યય-ધ્રુવ પણ છોડ્યા પણ ચેતનાનું સામાન્ય-વિશેષ બે રૂપ છે (એ) ન છોડે. ઈ છોડે તો ચેતનાનો જ અભાવ થઈ જાય. અને ચેતનાનો અભાવ થતાં જીવને સિદ્ધ કરવાનું સાધન રહેતું નથી). ચેતનાથી જીવ છે એમ તો સાબિત કર્યું છે. એ રહેતું નથી. અને ત્રીજું ચેતના વ્યાપક છે એનો અભાવ થતાં આત્મા વ્યાપ્ય છે એનો નાશ થાય છે. સમજાણું કાંઈ ? ભાઈ ! આમાં સમજાય છે ? આ બધી વાતું વાણિયાની નથી. અંદરની વાતું છે આ ! આહા..હા....!
ભગવાન આત્મા ! ચેતના જાણન-દેખન સ્વભાવ એ જીવદ્રવ્ય છે. એથી કહે છે કે, ચેતનાના બે પ્રકાર – સામાન્ય, વિશેષ. બીજા ભેદો કાઢી નાખતાં આ બે ભેદ પણ જો કાઢી નાખ તો ચેતનાનું સ્વરૂપ જ સામાન્ય, વિશેષ છે એને કાઢી નાખ તો ચેતનારહિત થઈ જશે. અને ચેતનારહિત થતાં જીવદ્રવ્યને ચેતનાથી તો સિદ્ધ કર્યો છે, સાબિત કર્યો છે, તો જીવદ્રવ્ય સાબિત નહિ થાય. બે (વાત). ત્રીજું, ચેતના વ્યાપક છે, કાયમ રહેનારી છે. દર્શન-જ્ઞાન, દર્શન-જ્ઞાન, સામાન્ય-વિશેષ કાયમ રહેનાર છે), એનો નકાર થતાં એમાં આત્મા વ્યાપ્ય રહેનારો છે એનો અભાવ થઈ જશે. આહા...હા...! સમજાણું કાંઈ ?
ધર્મમાં આવું છું પણ ? ધર્મમાં ધર્મ કરવો. દયા પાળવી, વ્રત પાળવા, અપવાસ કરવા. મુમુક્ષુ :- આપ એને અધર્મ કહો છો.
ઉત્તર :- પણ ઈ તો વસ્તુમાં છે જ નહિ. એનો અનુભવ કરવો એ પ્રશ્ન જ અહીં નથી. આહા...હા...! જેને અનુસરવું છે અને અનુસરીને આનંદનો અનુભવ વેદનમાં લાવવો છે. આ...હા...હા...! એ રાગાદિનું વદન તો દુઃખરૂપ છે, એ તો આત્મામાં છે જ નહિ એમ પહેલું સિદ્ધ કર્યું. હવે ચેતના જે આનંદમય છે, સામાન્ય-વિશેષમય છે એને જો બે પ્રકારે સિદ્ધ ન કરો તો ચેતનાનો અભાવ થઈ જાય, તો ચેતના વિના જીવનનો) પણ અભાવ થઈ જાય, સિદ્ધ – સાબિત ન થાય. અને ચેતના વ્યાપક છે એ વિના આત્મા – વ્યાપ્યનો નાશ થઈ જાય. આહા..હા..! બહુ સરસ વાત કરી છે ! છે જરી ઝીણી પણ મુદ્દાની વાત છે). સમજાણું કાંઈ ?
ચેતનાગુણનો અભાવ થતાં...” “વ્યાપ્ય: ત્મિ' ભાષા છે ને ? અહીંયાં આત્માને વ્યાપ્ય કીધો છે અને ચેતનાને વ્યાપક (કીધી છે). કાયમ રહેનારું છે ને ? સામાન્ય-વિશેષ,