________________
૪૬૬
કલશામૃત ભાગ-૫ અહીં તો ચેતના છે ને એટલે લક્ષે કહેવાય છે. જડમાં તો કંઈ લક્ષ નથી.
એક પરમાણુમાં બે ગુણની ચીકાશ છે, બીજા પરમાણુની ચાર ગુણની ચીકાશ છે. બે એકક્ષેત્રાવગાહે ભેગાં થતાં, એકક્ષેત્રાવગાહે એટલે આકાશના એકક્ષેત્રાવગાહે, પરમાણુ પરમાણુના ક્ષેત્રાવગાહે નહિ, આકાશના ક્ષેત્રાવગાહે ભેગા થતાં) એક પરમાણુ બે ગુણ (ચીકાશમાંથી) ચાર ગુણ થાય. બીજો પરમાણુ ચાર ગુણ છે માટે ચાર ગુણ થાય એમ નથી. પણ તે સમયે ચાર ગુણ ચીકાશ થવાનો પોતાનો સ્વભાવ હતો. આહા..હા..! સમજાણું કાંઈ? આવી સ્વયંસિદ્ધ સ્વતંત્ર વસ્તુ છે. એમાં નિમિત્તનો ગોટો નાખે તો (વિપરીતતા થાય
હમણાં તો ભાઈએ અહીંની વાતનો ખુલાસો કર્યો છે કે, સોનગઢવાળા નિમિત્તને માનતા નથી એમ નહિ પણ નિમિત્તથી પરમાં થાય એમ માનતા નથી. ઈ તો હમણાં ખુલાસો બહાર આવ્યો છે. આહા...હા...!
વ્યવહાર પણ એમ છે. વ્યવહાર રાગાદિ અનુષ્ઠાનનું કાલે આવ્યું હતું, નહિ ? એ રાગ આદિ વ્યવહાર છે એનાથી નિશ્ચય થાય છે એમ નથી, પણ છે, ત્યાં ઈ થાય છે ઈ જાણે વ્યવહારથી થયો એમ કહેવામાં આવે છે. આહા..હા..! પણ જેમ નિમિત્ત છે અને પરને કંઈ કરતું નથી (એમ) વ્યવહાર છે પણ પરને કંઈ કરતું નથી. વસ્તુસ્થિતિ આવી છે. થોડો ફેર લાગે તો એમાં મોટો ફેર છે.
અહીં કહ્યું, ભગવાન તો ચેતનામાત્ર ભૂમિ છે. તેમાં મોહ-રાગ-દ્વેષરૂપ રંજિતપણે કર્મના ઉદયની ઉપાધિ છે...... કર્મના ઉદયની ઉપાધિ છે. નિમિત્તના લક્ષે થયું છે તેથી એની ઉપાધિ છે એમ કહેવામાં આવ્યું છે. આહા...હા...!
પ્રશ્ન :- બીજી જગ્યાએ એ જ પ્રમાણે અર્થ થાશે ને ?
સમાધાન :- બધે ઠેકાણે આ જ અર્થ થવો જોઈએ. આવો અર્થ થવો જોઈએ. કરે ભલે બીજી રીતે. આહા...હા...!
છે ? તેમાં મોહ-રાગ-દ્વેષરૂપ રંજિતપણે કર્મના ઉદયની ઉપાધિ છે.” એટલે ? કે, ચેતનામાત્રભૂમિ જેમાં રાગ-દ્વેષ જણાય છે એ ઉપાધિ છે એમ કહેવું છે). શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ ભગવાન છે એમાં જે રાગ-દ્વેષ દેખાય છે એ ઉપાધિ છે, બસ ! નિમિત્તની ઉપાધિ એ તો શબ્દ છે. સમજાણું કાંઈ ? નિમિત્ત આને અડતું નથી ને ? કોઈ દ્રવ્ય કોઈ દ્રવ્યને ચૂંબતું નથી પછી નિમિત્તથી થાય એ આવ્યું ક્યાંથી ?
પ્રશ્ન :– દૂર હોય તોપણ થાય ?
સમાધાન :- દૂર હોય તો પણ થાય. ઈ તો આને લક્ષ કરવું છે, એને દૂર હોય તો થાય. પરમાણુમાં કંઈ એમ નથી. પરમાણુ તો દૂર રહ્યાં). દૂર એટલે જેમ સિદ્ધનો વિચાર કરે, સિદ્ધ નિમિત્ત છે પણ ભિન્ન છે, દૂર છે.