________________
૫૦૨
કલશામૃત ભાગ-૫ એ ચીજ શું છે ? àત માને ઈ ભ્રમ છે અને અદ્વૈત માનવું એ ઠીક છે. તો વૈતને છોડીને અદ્વૈતનો માન્યું કોણે ? ગુણે ? ત્રિકાળી શક્તિએ કે અવસ્થાએ ? આહાહા...! એ અહીં સિદ્ધ કરે છે. બીજી રીતે સિદ્ધ કરે છે. આહા..હા...! સમજાણું કાંઈ? ઝીણું પડે પણ સમજવા જેવું છે. એમ કાઢી ન નાખવું કે આ ઝીણું.. ઝીણું. (છે).
મુમુક્ષુ :- ધ્યાન રાખે તો બરાબર સમજાય એવું છે.
ઉત્તર :- સમજાય એવું છે. ભાષા તો સાદી આવે છે. ભાષા આવે છે સાદી, ભાષાને લઈને (આવે છે). આહા...હા...!
ત્રણ દોષ ઊપજે. પ્રથમ દોષ આવો – “સા સ્તિત્વમ્ વ ત્યને” તે ચેતના....” બે પ્રકાર ન હોય તો પોતાના “સત્ત્વને અવશ્ય છોડે. ભાવાર્થ આમ છે કે ચેતના સત્ત્વ નથી એવો ભાવ પ્રાપ્ત થાય.” કેમકે ચેતના વિશેષ પર્યાય વિના ચેતનાની સત્તાની ધ્રુવતાની કબુલાત તો આવી નથી. એટલે સત્તાનો નાશ થઈ જાય, ચેતનાનો નાશ થઈ જાય. સમજાણું કાંઈ ? આગળ તો કહેશે, ચેતના એ વ્યાપક છે, આત્મા વ્યાપ્ય છે. અહીં બીજી ભાષા છે. શું કીધું છે ? આત્મા વ્યાપક છે અને ચેતના વ્યાપ્ય છે, એમ નહિ. અહીં તો ચેતનાને સિદ્ધ કરવી છે એટલે ચેતના વ્યાપક છે અને એમાં આત્મા વ્યાપ્ય છે. નહીંતર વ્યાપક થાય છે દ્રવ્યમાં અને વ્યાપ્ય હોય છે પર્યાયમાં. પણ અહીં સિદ્ધ કરવી છે ચેતનાને. આહા...હા...! એટલે કાયમ રહેનારી ચેતના આત્મામાં વ્યાપક છે અને આત્મા એનો વ્યાપ્ય છે. આહા...હા...! લ્યો ! ભાઈ આવ્યા છે, આજ તો રવિવાર નથી, બધા આવ્યા છે ? ઠીક ! આજે વાત સારી આવી છે. આહા...હા...! બહુ ટૂંકી છે પણ છે મૂળ ચીજની અસ્તિત્વની ! આહા...હા...! ભાષા જરી આકરી છે.
“ચેતના સત્ત્વ નથી એવો ભાવ પ્રાપ્ત થાય.” બરાબર છે ? જો એમાં સામાન્ય અને વિશેષ બે પ્રકાર ન હોય તો વિશેષપણા વિના (આ) સામાન્ય છે એવો નિર્ણય રહ્યો નહિ. તો સામાન્ય પણ રહ્યું નહિ અને વિશેષ પણ રહ્યું નહિ. એ ચેતના જ રહી નહિ. આહા...હા...! તો ચેતના વ્યાપક રહી નહિ તો પછી આત્મા વ્યાપ્ય જ રહ્યો નહિ. કારણ કે ચેતના આમ ત્રિકાળી વ્યાપક છે, એમાં વ્યાપ્ય આત્મા (છે). એટલે એ ન રહે તો આ પણ ન રહે. આત્મા ઉડી જાય છે. આ..હા...હા...! આચાર્યોએ પણ કામ કર્યા છે ને ! જંગલમાં વસી.. આહાહા..! નિર્વિકલ્પ સ્વસંવેદન આનંદ, પ્રચુર આનંદના વેદનમાં ઉભા છે, એમાં આ વિકલ્પ આવ્યો છે અને આ ટીકા થઈ ગઈ છે. આહા...હા...! એક વાત.
શા કારણથી ?” હવે કહે છે કે, ચેતનાનું સત્ત્વ જ નથી એમ થઈ જાય. કેમ નથી ? શું કીધું ? કે સામાન્ય અને વિશેષ બે ન હોય તો ચેતનાનું સત્ત્વ જ સિદ્ધ થતું નથી. કારણ કે ચેતના પર્યાયમાં જણાય છે. તો પર્યાય નથી તો જાણનારને જે જણાયું એ પણ ન રહ્યું. “શા કારણથી ?” હવે કહે છે, જુઓ !