________________
કળશ-૧૮૩
૫૦૧
વિશેષ રહેતું નથી. કેટલી વાત Logicથી કરી છે ! આહા...હા...!
ભેદથી ખસી, રાગથી ખસી અને આ આત્મા જિન છે કે આત્મા ચેતના સ્વરૂપ જ્ઞાનમાત્ર છે એવો એના અસ્તિત્વનો, છે સત્તાનો નિર્ણય કર્યો છે એવું જે જ્ઞાન થયું (તો) થઈ ગયા બે પ્રકારના સામાન્ય અને વિશેષ થઈ ગયું. ભાઈ !
પ્રશ્ન :- શ્રદ્ધા સ્વીકારે તો દર્શનમાં શું લેવું ?
સમાધાન :- છે એ સત્તા દર્શન છે. છે” સામાન્ય છે ઈ દર્શન છે અને જાણનાર છે ઈ જ્ઞાનપર્યાય છે. પર્યાય વિશેષ ન હોય તો સામાન્ય પણ રહેતું નથી અને સામાન્ય ન હોય તો એકલી પર્યાય જાણે કોને ? આહા..હા....!
સામાન્ય એટલે એકરૂપતા. પણ એકરૂપતાનો નિર્ણય કોણે કર્યો ? એકરૂપતાએ ? આહા..હા..! માથે ૧૮૨ (કળશમાં ભેદ) કાઢીને પછી આ વાત કરી છે ને ? એવો આત્મા છે કે જેમાં કર્તા, કર્મ, કરણ એવા ભેદ નથી). દ્રવ્ય કર્તા અને પર્યાય કાર્ય એમ અહીં નથી લેવું. અહીં તો પર્યાયમાં જ કર્તા, કર્મના છ બોલ છે. કર્તા દ્રવ્ય અને પર્યાય કર્મ – કાર્ય એમ પણ નથી લેવું. આહા...હા...! કેમકે દ્રવ્ય તો ધ્રુવ છે. ધ્રુવમાં કર્તાપણનો અંશ ન હોય. ભાઈ ! કારકો છે ને ? કારક છે ને ? કરવાની પર્યાયરૂપી કાર્ય છે, તો કર્તાપણું દ્રવ્યને લાગુ ન પડે. આહાહા...!
પર્યાય કર્તા, પર્યાય કર્મ એ તો ત્યાં વાત થઈ ગઈ હતી ને ? (*પંચાસ્તિકાયસંગ્રહની) ૬૨ ગાથા. વિકાર જે છે એ પણ પર્યાયના ષકારકતથી) છે. દ્રવ્યને કંઈ લાગુ પડતું નથી, દ્રવ્ય-ગુણને લાગુ પડતું નથી). વિકાર છે એ વિકારની પર્યાયનો કર્તા વિકાર, વિકાર તેનું કર્મ, વિકાર તેનું સાધન, વિકાર તેણે રાખ્યો, વિકારથી વિકાર થયો, વિકારને આધારે વિકાર થયો. એ એક સમયની પર્યાયના ષટ્કારક છે. એ કારકો દ્રવ્ય-ગુણને લાગુ પડતા નથી અને એ કારકને પરકારકની અપેક્ષા નથી. સમજાણું કાંઈ ? આહા..હા...! દિગંબરના એક વિદ્વાન સાથે) એ વાત થઈ. એ લોકો કહે, એ તો અભિન્નની વાત છે. પણ અભિન્નનો અર્થ શું ? પરની અપેક્ષા નથી અને પર્યાય સ્વતંત્ર ષટ્કરકરૂપે વિકાર પરિણમે છે. તો પછી નિર્વિકારી પરિણતિની તો વાત શું કરવી ?
નિર્વિકારી પરિણતિમાં પર્યાય કર્તા, પર્યાય કર્મ, પર્યાય સાધન, પર્યાય સંપ્રદાન – પોતે રાખી, પોતે લેનાર અને પોતે દેનાર, પોતે અપાદાન – પોતાથી થયું અને પોતાને આધારે (થયું).
અહીં એમ કહે છે કે, એવું વિશેષપણું જો ન હોય... આહાહા...! તો આ સામાન્ય છે એમ જાણ્યું કોણે ચેતનાનું સામાન્યપણે ચેતનાના વિશેષમાં ભલે ન આવે પણ એના વિશેષ વિના ચેતનાનો નિર્ણય જાણ્યો કોણે ? એકાંતવાદ જે બ્રહ્મ છે તેને અહીંયાં તોડી નાખે છે. અદ્વૈત છે (એમ) તું કહે છે. (તો) પહેલા કૅત માન્યું હતું ? એણે અદ્વૈત માન્યું