________________
કળશ-૧૮૩
૫૦૩
સમાવિશેષરૂપવિરહ' (સામાન્ય) ‘સત્તામાત્ર...' વસ્તુ અને વિશેષ) પર્યાયરૂપ જોયું ? આહા...હા...! દિગંબર સંતોએ ગજબ કામ કર્યા છે ને ! સમજાવવાની શૈલીને ક્ષયોપશમ કેટલો છે !અનુભવ તો હોય એ જુદો પણ વાતને સિદ્ધ કરવાનો ક્ષયોપશમ પણ ગજબ છે) ! આહા..હા...! સામાન્ય અને વિશેષ પર્યાયરૂપ, તેમના રહિતપણાને કારણે.” સત્તા રહેતી નથી. સામાન્યને વિશેષનો વિરહ રહી જાય છે. એટલે સત્તા છે એને જાણનાર પર્યાય રહેતી નથી. તો પર્યાય રહેતી નથી તો સત્તા છે (એમ) તો એણે જાણ્યું છે. તો એ પર્યાય નથી અને સત્તા છે એ બન્ને રહેતી નથી. સમજાણું કાંઈ ?
આહા..હા...! (સામાન્ય) ‘સત્તામાત્ર અને વિશેષ પર્યાયરૂપ, તેમના રહિતપણાને કારણે. ભાવાર્થ આપે છે કે જેમ સમસ્ત જીવાદિ વસ્તુ સત્ત્વરૂપ છે. જેમ જીવાદિ વસ્તુ છે તે જ સત્ત્વ પર્યાયરૂપ છે,” દરેક વસ્તુ છે અને એ તે એની પર્યાયરૂપ છે. ત્યારે તે પર્યાયથી તે વસ્તુ જણાય છે ને ? આહાહા...! “તેમ ચેતના અનાદિનિધન સત્તાસ્વરૂપ...” આત્મામાં ચેતના (છે), ચેતન આત્મા (છે). હવે અહીં તો ચેતનાની વાત ચાલે છે, હોં ! ચેતન આત્મા નહિ. આત્મામાં ચેતનાની વાત ચાલે છે. કારણ કે આત્માને તો ત્યાં વ્યાપ્ય કહેશે અને ચેતનાને વ્યાપક કહેશે. એટલે આ ચેતનાની વ્યાખ્યા ચાલે છે. આહા...હા...!
“ભાવાર્થ આમ છે કે જેમ સમસ્ત જીવાદિ વસ્તુ સત્ત્વરૂપ છે” છ દ્રવ્ય (સત્ત્વરૂપ છે) તે જ સત્ત્વ પર્યાયરૂપ છે. તે જ સત્ત્વ પર્યાયરૂપ છે. પર્યાયરૂપ ન હોય તો એ સામાન્ય છે એમ જાણે કોણ ? સમજાણું ? જ્યારે સામાન્ય અને વિશેષ ચૈતન્યના થઈ ગયા તો બન્નેમાં સામાન્ય-વિશેષ થઈ ગયા. એ પણ એક કાયમ રહેનારી ચીજ છે અને એની પલટતી અવસ્થા છે. એટલે દરેકમાં સામાન્ય અને વિશેષ સિદ્ધ થઈ ગયું. ભાઈ ! આહા..હા.! સમજાણું કાંઈ ?
અહીં મારું શું કહેવું છે કે, આમાં ચેતનાની વ્યાખ્યા ચાલે છે એમાં જીવાદિ વસ્તુ એમ કીધું. જીવાદિ વસ્ત સત્વરૂપ છે. કેમકે છએ દ્રવ્ય સતુ કીધાં. આમ કહેતાં એણે છએ દ્રવ્યને સિદ્ધ કર્યા. છએ દ્રવ્યમાં પણ પલટતી.. પલટતી અવસ્થાવાળું દ્રવ્ય છે અને કાયમ રહેનારું છે. એ અહીં પલટતી પોતે પર્યાય છે અને કાયમવાળી ચેતના છે એવો જ બીજાનો સ્વભાવ છે. સમજાણું કાંઈ ? આહા..હા..! આવું છે.
મુમુક્ષુ :- જગત સામાન્ય-વિશેષાત્મક અને..
ઉત્તર :- દરેક સામાન્ય અને વિશેષ (સ્વરૂપ છે). કારણ કે દરેક દ્રવ્ય એકરૂપે રહેતું નથી. જ્યારે ચેતના એકરૂપે નથી ત્યારે પર્યાયથી તો સામાન્યનો નિર્ણય કરે છે. ત્યારે સામી ચીજ પણ એકરૂપ દેખાતી નથી. પર્યાયમાં ફેર છે. પર્યાયમાં ફેર છે પણ એ પર્યાય છે એ તો વિશેષ છે, તો એ સામાન્યનું વિશેષ છે. એ દ્વારા સામાન્યનો નિર્ણય કરી શકાય છે. આહા...હા...! થોડો ઝીણો અધિકાર છે, પણ ધ્યાન રાખે સમજાય એવું છે, ભાઈ !