________________
૪૭૨
કલશામૃત ભાગ-૫ રજકણ રજકણ વચ્ચે પણ આટલો આંતરો અનાદિ અનાદિ સ્વભાવમાં પડ્યો છે. આહા..હા..! તો તું તો ચૈતન્ય (છે). પેલા રજકણે રજકણની વાત છે). આ તો ચૈતન્ય ભગવાન, જેની ભૂમિકા જ્ઞાનાનંદની છે. આહા...હા...! એની અને રાગની વચ્ચે સાંધ જ છે. નિઃસંધિ થયા નથી. એ આવી ગયું છે. નિઃસંધિ થઈ નથી, સંધિ છે. આહા..હા...! છતાં છેદવાનું કેમ કહીએ છીએ ? (કેમકે તેં માન્યું છે કે આ એક છે. એટલે છેદવાનું કહીએ છીએ. બાકી જુદી જ પડી છે. આહા...હા...! આવો ઉપદેશ ઝીણો લાગે.
મુમુક્ષુ :- વિરલ છે, વિરલ.
ઉત્તર :- વસ્તુ સ્વરૂપ એવું છે, બાપુ ! પેલી વાતો કરે, એકેન્દ્રિય, બેઇન્દ્રિય ને ત્રણઇન્દ્રિયની દયા પાળો ને દાન કરો ને પૈસા આપો) ને પાણી આપો ને આહાર (ન હોય તેને) આહાર આપો, તમારું કલ્યાણ થઈ જશે. ધૂળમાંય નહિ થાય. આહા..હા...!
મુમુક્ષુ :- આવો ઉપદેશ જ નથી.
ઉત્તર – બહુ ફેરફાર થઈ ગયો. શું થાય ? તેથી વિરુદ્ધ લાગે છે ને ? લાગે, લાગે એમાં કોઈ નવીનતા નથી. આહા..હા..!
ક્યાં હીરલો ચૈતન્યભગવાનની ભૂમિ જેનું દળ અસંખ્યપ્રદેશી ! આહા...હા..! અને રાગનું ક્ષેત્ર એક સમયનું. એ અસંખ્યપ્રદેશનો છેલ્લો ભાગ (છે) એટલા ક્ષેત્રમાં રાગની ઉત્પત્તિ (થાય છે). ખરેખર તો ચૈતન્યનું ક્ષેત્ર અને રાગનું ક્ષેત્ર ભિન્ન છે અને બન્નેના ભાવ ભિન્ન છે, બન્નેના ફળ ભિન્ન છે. અહીં આનંદ છે, ત્યાં આકુળતા છે. આહા...હા...! સમજાણું કાંઈ? આ શ્લોકનો અર્થ એવો કર્યો છે. આપણે ત્રણ-ચાર દિથી આ ચાલે છે. મુદ્દામાલ છે. આહાહા..!
અતિ સૂક્ષ્મ કાળમાં – એક સમયમાં પડે છે, તે જ કાળે ભિન્ન ભિન્ન કરે છે.” એમ. પડે અને ભિન્ન થવાને બીજો સમય નથી એમ કહે છે. આહા..હા..! “કેવી છે પ્રજ્ઞાછીણી ?” એટલે અનુભવ. રાગથી ભિન્ન આત્માનો અનુભવ. નિપુૌ થમપિ પતિતા' નિપૂણ પુરુષો (અર્થાતુ) “આત્માનુભવમાં પ્રવીણ છે જે સમ્યગ્દષ્ટિ જીવો....” આહા...હા....! જેણે માર્ગ જોયો છે તે માર્ગે જાય છે. મૂળ તો એમ કહે છે. આવે છે ને પેલામાં? “દિઠ મગિ ધવલમાં આવે છે. દિઠ મગિ દીઠો છે. અંદર રાગથી ભિન્ન માર્ગ કરેલો છે), દીઠો – જોયો છે ઈ ત્યાં જાય છે. આહા...હા...! સમજાણું કાંઈ ? ‘દિઠ મગિ’ એવો શબ્દ છે. અહીં તો એ શબ્દ લીધો છે. જુઓ !
“આત્માનુભવમાં પ્રવીણ છે જે સમ્યગ્દષ્ટિ જીવો...... કારણ કે એણે તો માર્ગ જોયો છે. આહાહા.! ભિન્ન પાડીને જોયું છે. આહા...હા...! “તેમના વડે...” થમ્ પિ' અર્થ સાધારણ કર્યો છે. “સંસારના નિકટપણારૂપ કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી.” “થમ્ પિ' નામ અનંત વીર્ય અને પુરુષાર્થની ગતિથી એમ (અર્થ) છે. સમજાણું કાંઈ ? કોઈપણ પ્રકારે વીર્યની