________________
૪૭૦
કલશામૃત ભાગ-૫
જીવ સ્વભાવ અને રાગ તે મલિન છે, ઉપાધિ છે એમ અનેકને અનેકપણે વિચારતાં જીવનું એકપણું ચૈતન્યપણું જુદું જણાય જાય છે, એમ કહે છે. આહા...હા...! એની પ્રતીતિ ઊપજે છે એનું નામ સમ્યગ્દર્શન (છે). આહા..હા..! સમજાણું કાંઈ ?
આહા..હા...! જે અનુભવગોચર છે.” છે ? છેલ્લું (આ) લીધું. આહા...હા...! કહેવામાં શું આવે ? કહે છે. સમજાણું ? ઈ પહેલી ના પાડી હતી ને ? ૧૮૧માં એમને એમાં, પાનું ફેર (છે). તેથી વચન દ્વારા કહેવાનું સમર્થપણું નથી.” (૧૭) પાને) નીચેથી ત્રીજી લીટી. છે ? શું આવી ગયું છે. શું કીધું ઈ ? “શુદ્ધત્વપરિણમન સર્વથા દ્રવ્યના પરિણમનરૂપ છે, નિર્વિકલ્પરૂપ છે, તેથી વચન દ્વારા કહેવાનું સમર્થપણું નથી. તેથી એવા રૂપે કહેવાય છે. ભાષા એવી રીતે કહેવાય છે કે, “જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમાવે છે જ્ઞાનગુણ...” બસ ! આટલું કહેવાય, બીજું શું કહેવાય ? આહા..હા...આહા...હા...! શું ટીકા ! આહા..હા..! શું કીધું છે ?
જીવને શુદ્ધ સ્વરૂપના અનુભવરૂપ પરિણમાવે છે જ્ઞાનગુણ,.... આહાહા...! એ જ્ઞાનગુણ શુદ્ધ સ્વરૂપે પરિણમાવે છે એટલું કહેવાય. બીજું શું કહીએ ? કહેવાય એવું નથી, કહે છે. એ તો અનુભવગમ્ય છે. અહીં ઈ મૂક્યું. અહીં એ મૂક્યું, જુઓ ! એ તો “અનુભવગોચર છે. છે ને ? આહા..હા..! “અનુભવગોચર છે.” એના જ્ઞાનમાં આ રીત છે એમ પહેલું પકડે તો ખરો.
“કોઈ પ્રશ્ન કરે છે કે, તમે તો બહુ આકરી વાતું કરી. તો એના માટે કાળ કેટલો જોતો હશે ? એમ પૂછે છે. એક તો શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ, કર્મના નિમિત્તના કારણે ઉપાધિ ને વિકાર ને બેની અનેકતા ને તેની અનેકતાનો વિચાર કરતાં શુદ્ધ ચેતનામાત્રની પ્રતીતિ ઊપજે છે ને, પણ આનો કાળ કેટલો ? વાત તો તમે બહુ કરી. વાત કરવામાં ઘણા કાળ – ઘણા સમય ગયા. પ્રશ્ન પૂછે છે. આહાહા...! પ્રશ્ન પૂછે છે, છે ?
કેટલા કાળમાં પ્રજ્ઞાછીણી પડે છે ? એ રાગ અને ચેતના વચ્ચે એટલે કે મૂળ તો અનુભવ છે. પ્રજ્ઞા શબ્દ વાપર્યો છે પણ પ્રજ્ઞા શબ્દ અનુભવ છે. ઈ પહેલું આવી ગયું છે. આમ અનુભવ થવો અને રાગ ભિન્ન થવો એનો કાળ કેટલો લાગે ? તમે વાતું મોટી મોટી કરી, કેટલા કાળ કરી ? આહા...હા...! શું કીધું છે ?
પહેલાં આવી ગયું હતું ને ? ઘણું કીધું હતું ને ? એટલે કહે છે) કે, આવું કરવું ને આમ કરવું ને આમ કરવું... રાગ — વિકાર કર્મના નિમિત્તની ઉપાધિ છે. ચાહે તો દયા, દાન, વ્રતનો (રાગ) હો પણ એ વિકાર – રાગ છે. આહા...હા...! એ નિમિત્ત તરફના વલણવાળી ઉપાધિ છે એની ભૂમિકા, એનું સ્થળ જુઓ તો ચેતનામાત્ર છે. એને ભિન્ન કરતાં કઠણ લાગે પણ ભિન્ન ભાન કરતાં પ્રતીતિ ઊપજે એવી છે. એમ કહ્યું હતું ને ? કઠણ છે ખરું પણ ભિન્ન ભાન કરતાં તે પ્રતીતિ થઈ શકે છે. આહા...હા...! તો પ્રભુ ! એને કેટલો કાળ