________________
કળશ-૧૮૧
૪૭૩
ઉગ્રતાના પુરુષાર્થથી. અંદર વીર્યની ફુરણા – ઉગ્રતા થતાં અંદરમાં જાય છે. આહા..હા...! જે વીર્ય રાગને રચે છે તે વીર્યને નપુંસક કહ્યું છે. આહા..હા...! આ વીર્યને વીર્ય કહ્યું છે. પંડિતવીર્ય !
સંસારના નિકટપણારૂપ કાળલબ્ધિ પ્રાપ્ત થવાથી...” “થમ્ પિ' કોઈપણ પ્રકારે પુરુષાર્થ કરીને, એમ. સ્વભાવ અને વિભાવની એકતા તોડવાના પુરુષાર્થ વડે. કોઈપણ પ્રકારે એટલે જે એનો પ્રકાર છે તે પ્રકારે. આહા...હા..! “સ્વરૂપમાં પેસાડવાથી પેસે છે. આહા...હા......! જ્ઞાનને જુદું પાડતાં જ્ઞાન જ્ઞાનમાં પેસે છે અથવા જ્ઞાનને જુદું પાડતાં, રાગથી જ્ઞાનમાં ભિન્નતા (કરતાં) પ્રજ્ઞાછીણી પડે છે. આહાહા..! આ બિચારા વ્યવહારવાળાને આવું આકરું લાગે. તપસ્યા કરી ને વ્રત કરો. પણ મૂળ આ વસ્તુ વિના ? સમ્યગ્દર્શન વિના તારે વ્રત ને તપ આવ્યા ક્યાંથી ? આહા...હા...! એની તો વાત ન મળે અને ઉપરની વાતું પાધરી ! અને એમાં એમ કહે કે, સમ્યગ્દર્શન છે એ જણાય નહિ, એ તો કેવળી જાણી શકે. પંચાધ્યાયીમાં એમ કહ્યું છે.
પ્રશ્ન :- અનુભવમાં જણાય છે ને ?
સમાધાન – અરે..! અનુભૂતિથી જણાય. ઈ તો સમ્યગ્દર્શનમાં પ્રતીતિ છે એમ સીધું ન જણાય, પણ અનુભૂતિથી પ્રતીતિ અવિનાભાવમાં છે. આહા..હા..! આત્માના આનંદના અનુભૂતિની અવિનાભાવી પ્રતીતિ છે. અનુભૂતિથી જણાય એવું છે. ભલે સમ્યગ્દર્શનનું એ અનુભૂતિ લક્ષણ નથી. પ્રતીતિનું લક્ષણ અનુભૂતિ નથી. સમ્યગ્દર્શનનું લક્ષણ તો પ્રતીતિ જ છે. પણ એ પ્રતીતિ અનુભૂતિની સાથે હોય છે એવા અવિનાભાવને લઈને અનુભૂતિથી સમ્યગ્દર્શનનું ભાન થાય છે. સમજાણું કાંઈ ? અરે ! આવી વાતું હવે....!
મુમુક્ષુ :- સમ્યગ્દર્શનનું માપ ફળ ઉપરથી છે.
ઉત્તર :- અનુભૂતિ – આનંદનો સ્વાદ. પ્રતીતિ એકદમ નજરે ન પડે તેથી મોંઘપ કીધી છે, પણ અનુભવ – અનુભૂતિના સ્વાદની સાથે એ પ્રતીતિ છે એમ અનુભવ થાય છે. ન થાય એમ નહિ. આહાહા...!
“ભાવાર્થ આમ છે કે ભેદવિજ્ઞાન બુદ્ધિપૂર્વક વિકલ્પરૂપ છે, અહીં હવે શું કહે છે? આમ જુદું પાડવું છે ને ? એ શરૂઆત (છે). થઈ જાય છે ત્યારે આ રહેતું નથી. આ જ્ઞાન છે અને આ રાગ છે, એ વિકલ્પરૂપ છે. હજી ઈ રાગનો અંશ છે. મગજમાં બે આવ્યા ને ? બે આવ્યા એટલે વિકલ્પ છે. આહા..હા...! “વિકલ્પરૂપ છે....”
ગ્રાહ્ય-ગ્રાહકરૂપ છે.” જણાવા લાયક અને પકડનાર. બે ભેદ પડી જાય ને ? આ જાણવાલાયક (છે) એમ પકડે છે. એવો અંદર ભેદ પડી જાય છે. જરી વિકલ્પ છે, રાગ છે. “શુદ્ધસ્વરૂપની જેમ નિર્વિકલ્પ નથી.” જે અનુભવ નિર્વિકલ્પ થાય એ રીતે આ નથી. વિકલ્પ પહેલો આવે, આ રીતે થાય. એમ કહે છે. સમજાણું? તેથી ઉપાયરૂપ છે. એને