________________
કળશ-૧૮૧
૪૭૧
જોવે ? બહુ તમે લાંબી લાંબી વાત કરી). એક પ્રજ્ઞાછીણીના શ્લોકના બે પાના ભર્યા.
કેટલા કાળમાં પ્રજ્ઞાછીણી પડે છે – ભિન્ન ભિન્ન કરે છે ?” કેટલા કાળમાં પ્રજ્ઞાછીણી પડે છે અને ભિન્ન ભિન્ન કરે છે ? એમ પૂછે છે). આહા...હા...! ‘ઉત્તર આમ છે. મસા
અતિ સૂક્ષ્મ કાળમાં – એક સમયમાં પડે છે....” અરે..! છદ્મસ્થ છે, એનો ઉપયોગ અસંખ્ય સમયનો છે. વિચાર કરતાં અસંખ્ય સમય જાય કે, આ રાગ (છે) અને આ ચેતના (છે). ઈ ભલે વિચાર કરતાં (અસંખ્ય સમય) જાય પણ છૂટું પડવામાં તો એક જ સમય (લાગે) છે. આહાહા...! સમજાણું કાંઈ ? આહા...હા..! આવો માર્ગ છે, ભાઈ ! ક્યાંય સાંભળ્યો પણ ન હોય. આહાહા..!
મુમુક્ષુ :- છૂટું પાડવામાં એક સમય અને ખ્યાલમાં આવવામાં અસંખ્ય સમય !
ઉત્તર – ખ્યાલમાં અસંખ્ય સમયે આવે, (છૂટું) પડે એક સમયમાં. “શ્રીમમાં આવે છે ને ? સમ્યક્ થતાં જ્ઞાન જાત્યાંતર થઈ જાય છે. એવો શબ્દ આવે છે. જે જ્ઞાન પરના લક્ષવાળું હતું તે સમ્યગ્દર્શન થતાં, તે જ્ઞાન જાત્યાંતર થઈ જાય છે. પોતાની જાતિને જાણી જાય છે. આહા...હા! આવો માર્ગ છે.
એક સમયમાં પડે છે, તે જ કાળે ભિન્ન ભિન્ન કરે છે. એટલે શું ? અંદરમાં એક સમયમાં) જ્યાં જ્ઞાન અને રાગ જુદા પાડ્યા (કે) તે કાળે જ ભિન્ન પડી જાય છે. એમ કહે છે. બે બોલ કીધાં ને ? આહા..હા..! ભિન્ન તો ભિન્ન જ છે. રાગ અને સ્વભાવ બે એક થયા નથી. એણે માન્યું છે. માન્યું માટે ભેદ પાડવાની વાત કરે છે. બાકી રાગ અને આત્મા તો ભિન્ન જ છે.
પથ્થરનો દાખલો આપ્યો હતો. “રાજકોટમાં બહાર દિશાએ જઈએ ત્યાં પથરા બહુ પડતાં. ઘણા વર્ષ પહેલાની) વાત છે. ચોમાસુ (ત્યાં હતું). લાખો પથરા ! એમાં ઝીણી રગ હોય છે. પથરા વચ્ચે ઝીણી રગ (હોય છે). આહાહા..! કુદરતના પથ્થરના દળમાં પણ જ્યાં આ રગ અને આંતરો છે.... આહા..હા..! અને ત્યાં જ કાણું પાડી, લૂગડાની વાટ નાખી દારૂ નાખે. (દારૂગોળો ફાટતાં) ઉપરના પથરા આમ પડી જાય અને હેઠલા પથરા આમ રહી જાય. એ પથરા સપાટ હોય છે, ત્યાં આડાઅવળા ન હોય. એ બેને ત્યાં સપાટી હોય છે. જ્યાં રગ છે ત્યાં પથરા સપાટ હોય. ઉપરના, હેઠલા સરખા (હોય). સમજાણું કાંઈ ? અમે નજરે જોયું છે. જંગલ જતા (ત્યારે જોયું છે). પેલી કોર – મસાણ કોર (છે). જે કાંઈ જોયું હોય એનો વિચાર કર્યા વિના જોયું ન હોય. જ્યાં જ્યાં નજર પડતી હોય ત્યાં ત્યાંનો વિચાર આવી જાય). કીધું, આ પથરા છે એ એકેન્દ્રિય જીવ છે. એને એની ખબર નથી છતાં એના શરીરના રજકણો, ઉપરના અને હેઠલા રજકણો વચ્ચે રગનો આંતરો છે. એ તો શરીર છે ને ? દેખાય એ તો શરીર છે, અંદર એકેન્દ્રિય પૃથ્વી(કાય) જીવ તો અરૂપી જુદો છે. આહા..હા...!