________________
કળશ-૧૮૨
૪૯૩
પ્રભુ છે એ તો ! વિભૂનો આ અર્થ છે. પેલા સર્વ વ્યાપક એક આત્માને વિભૂ કહે છે. બધા થઈને એક છે. વિશેષે ભૂ. એમ નથી. એ માટે આ શબ્દ વાપર્યો છે. આહા...હા...! સમજાણું કાંઈ ? એમ કે, આવો જ્યારે તમે (આત્મા કહો છો), કારકના ભેદ નહિ, ગુણના ભેદ નહિ, ધર્મના ભેદ નહિ ત્યારે એક જ વસ્તુ સર્વવ્યાપક રહી. (તો કહે છે) એમ નથી. સર્વવ્યાપક એક એમ નથી. પોતામાં વિભૂ છે. પોતામાં અંદર વિ – વિશેષ ગુણો છે, એમાં ભૂ – ભવતિ નામ એમાં રહેલો છે. આહાહા..! સમજાણું કાંઈ ? કલાકની આવી વાતું ! એક એક કલાક ઝીણો ! આ ભક્તિ કરવી, પૂજા કરવી, જાત્રા કાઢવી, મંદિર બનાવવા બધું સહેલુંટ હતું, લ્યો ! કોણ બનાવે ? બાપુ !
કાલે એક જણો કહેતો હતો, આ બધો આવો ઠાઠ અહીં જામી ગયો છે. કર્યું ત્યારે થયું ને ? બાપુ ! એ વાતું ઝીણી છે, ભાઈ ! આવા મોટા મકાન ને... આહા..હા...! એ તો થવા કાળે એની પર્યાયો થાય, કોઈ એને કરે નહિ, ભાઈ ! અહીંયાં તો રાગનો કર્તા નથી, એ તો ભેદનો કર્તા નથી ને ! આહા...હા...! પર્યાયનો કર્તા કહેવો એ ઉપચાર છે. દ્રવ્ય કર્તા અને પર્યાય કર્મ એ પણ ઉપચાર છે. આહા..હા..! આવી વાતું છે. એને આખી જિંદગીમાં સાંભળવા મળી ન હોય. આ તો દયા પાળો ને વ્રત પાળે ને અપવાસ કરો.... વર્ષીતપ કરે એટલે થઈ રહ્યું. પાંચ-દસ હજાર ખર્ચે એટલે થઈ ગયો ધર્મ ! ધૂળમાંય ધર્મ નથી.
મુમુક્ષુ - અપવાસ કરે કોક ને ખર્ચે કોક એમાં ધર્મ ક્યાં આવ્યો ?
ઉત્તર :- એને માટે ખર્ચે છે ને ? (એક જણાની) વહુએ વર્ષીતપ કર્યા હતા. પોણો લાખ ખર્યા હતા. આમ દેખાય કેવું બધું ! હો. હા, હો. હા. લાગે. ધૂળમાંય નથી, અહીં તો કહે છે, પ્રભુ ! એકવાર સાંભળ તો ખરો ! તારી ચીજ તો વિ – ક્યા ગુણમાં વ્યાપકપણે છે, તારા સ્વરૂપમાં વ્યાપકપણે છે, બહાર રાગમાં પણ નથી આવી અને પર્યાયમાં પણ નથી આવી. એનો નિર્ણય કરનારી પર્યાય છે. પર્યાયમાં એ વસ્તુ આવી નથી અને પર્યાય વસ્તુમાં ગઈ નથી. આહાહા...! આવો જે અભેદનો અનુભવ એ પર્યાય છે, તો પર્યાયમાં એ ચીજ આવી નથી. ચીજ સંબંધીનું જેટલું સામર્થ્ય છે તેટલું બધું એનું જ્ઞાન આવ્યું પણ એ વસ્તુ આવી નથી. વસ્તુ વસ્તુમાં રહી છે. આહા...હા...! આવા ભેદને પણ કાઢી નાખીને એકલી અભેદ ચીજ (બતાવી છે).
વિધૌ પોતાના સ્વરૂપમાં વ્યાપનશીલ છે. જોયું ? પોતાનું સ્વરૂપ. વિશેષ – ભૂ કીધું ને ? પોતાના સ્વરૂપમાં વિશેષ, એટલે પોતાનું ખાસ સ્વરૂપ. એના સ્વરૂપમાં ભૂ એટલે વ્યાપનશીલ છે. આહાહા“વળી કેવો છે ?” “સર્વ કર્મની ઉપાધિથી રહિત છે.” રાગના વિકલ્પમાત્રથી એકલો નિર્વિકલ્પ આનંદનો અનુભવ ! આહાહા...! વેદાંતી તો એમ કહે કે, આ આત્મા અને આત્માનો અનુભવ ! બે ? ઈ છે બે, પણ અનુભવ અને આ બે,