________________
કળશ-૧૮૧
૪૬૯
મુમુક્ષુ :- લક્ષણ ઊલટા છે તો ભિન્નતા ભાસે છે.
ઉત્તર:– બન્ને જુદી જાત જ છે, જાત જ જુદી છે). તેથી તો કહ્યું ને ? એને સ્વચ્છતામાત્ર વિચારતાં. એમ આવ્યું હતું ને ? આહાહા...! “સ્વરૂપનો વિચાર કરતાં ચેતનાભૂમિમાત્ર તો જીવવસ્તુ છે;.' આહા..હા..! પર્યાયમાં દ્રવ્ય તરફ જોતાં શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ છે, પણ પર્યાયમાં રાગ છે તેને જોતાં અનેક છે તે એને એકપણે ભાસે છે. આહાહા...! ઝીણી વાતું બહુ, બાપુ ! સમજાણું કાંઈ ?
પ્રશ્ન :- પર્યાયમાં તો રાગ છે તો ભેદ કોણ કરે ?
સમાધાન :- (ભેદ) જ્ઞાનની પર્યાય કરે. પહેલું કહ્યું ને ? ત્યારે એક શબ્દ લીધો હતો કે, જ્ઞાનની પર્યાય (આ) ચેતનાભૂમિ છે એમ ઢળે છે. આ ચેતનાભૂમિ છે ઈ જાણે કોણ ? કે, જે રાગને ભિન્ન કરીને જ્ઞાનની પર્યાય આમ વળે તે તેને જાણે. આહા...હા...! છે મુદ્દાની રકમ. ઝીણી તો છે, ભાઈ ! આહાહા..
એક તો અરૂપી એમાં વળી રાગ છે એ પણ અરૂપી. ઈ માથે આવ્યું હતું. કઠણ છે એમ નહોતું આવ્યું? માથે ત–ઉપર) આવ્યું હતું. તેથી તે પરિણામોના જીવથી બિન્નપણાનો અનુભવ કઠણ છે.” માથે આવ્યું હતું. રાગના પરિણામ અને જીવના સ્વભાવનો ભિન્ન અનુભવ કરવો) કઠણ છે, અશકય નથી. દુર્લક્ષ્ય છે. બે શબ્દ વાપર્યા હતા - કઠણ અને દુર્લક્ષ્ય (એમ બે શબ્દો વાપર્યા હતા. પહેલું આવ્યું હતું ને ? (ઉપરથી) બીજી લીટી – સંધિ ઘણી જ દુર્લક્ષ્ય...” છે. આહા...હા...! આ તો ઝીણી વાતું છે, ભાઈ ! આ કાંઈ ભણતર મળે એવું નથી. આહા.હા...!
અંદરથી ચેતનભૂમિ અને રોગનો ભાવ – બે પરિણમન એની પર્યાયમાં છે. કર્મ અને શરીર તો એની પર્યાયમાં નથી તેથી તે તો જુદાં કરવા ઠીક છે, એમ કહ્યું હતું ને ? ઈ આવી ગયું છે. કર્મ આવે જાય, શરીરના રજકણ આવે ને જાય એટલે એ ભિન્ન છે એ તો ઠીક છે. પણ જીવના પરિણામમાં રાગનું પરિણમન (થાય છે) એ પરિણમનથી જીવને જુદો જાણવો એ દુર્લક્ષ્ય છે, આકરો પુરુષાર્થ છે એમ કહે છે. આહાહા...! અને એ કઠણ છે. બે વાત કરી હતી. છતાં ચેતનાભૂમિનો વિચાર કરતાં અનેકપણે ભાસતાં ચેતના એકરૂપે છે એમ ભાસે છે. એવું એનું સહજ સ્વરૂપ છે. આહા...હા...! સમજાણું કાંઈ ? આવી વાત એટલે માણસને (આકરી લાગે). પેલું તો વ્રત કરો, અપવાસ કરો, આ કરો, આ કરો (એમ કહે એમાં) સમજાય પણ ખરું. અજ્ઞાન ! આહા..હા...!
ભગવાન અંદર ચેતનામાત્ર પ્રભુ એની ભૂમિ એટલે એનું સ્થળ એટલે એની જગ્યા એટલે એનો ભાવ. ક્ષેત્ર અને ભાવ બે સાથે લીધાં. એ તો ચેતનામાત્ર પ્રભુ ભગવાન છે. એમાં દયા, દાન, વ્રતાદિના વિકલ્પનું પરિણમન એ તો ઉપાધિ છે. એ આત્માનું સ્વરૂપ નથી. એ સમાધિ નથી, એ ઉપાધિ છે. આ.હા...હા...! એનાથી ભિન્ન વિચારતાં ચેતનભૂમિ