________________
૪૬૮
કલશામૃત ભાગ-૫ (એટલે) જુદાની તદ્દન અનેકતા(ની) પ્રતીતિ ઊપજે છે. જુદાની અનેકતા (ઊપજે છે), એકતા નહિ. આહા...હા...! ભેદભિન્ન – જુદી, અનેકતા, અનેક ભિન્ન ભિન્ન છે એમ ભાસે છે. આહા...હા...! છે ?
ભેદભિન્ન પ્રતીતિ ઊપજે છે... આહા..હા..! ચેતનામાત્ર સ્વભાવ અને રાગ-દ્વેષની ઉપાધિની પર્યાયનો રંગ, એની ચેતનાભૂમિમાં એ છે નહિ, એમ બેનો ભેદભિન્ન વિચાર કરતાં અનેકપણે વિચારતાં, ચૈતન્યનું એકપણું પ્રતીતમાં આવે છે. આહા..હા...! શું કીધું ઈ સમજાણું? ભેદભિન્ન વિચારતાં ચૈતન્યભૂમિ અને રાગની ઉપાધિ, બેની અનેકતા, ભિન્નતા વિચારતાં.... આહા..હા..! પ્રતીતિ ઊપજે છે. ચેતનામાત્ર ભગવાન છે એમ પ્રતીતિ ઊપજે છે, કહે છે. સમજાણું કાંઈ ? આહા...હા...! સમ્યગ્દર્શન થાય છે. આહા..હા..! ચેતનાભૂમિમાત્ર ભગવાન અને પર્યાયમાં ઉપાધિથી થયેલો ભાવ, બેનો ભેદભિન્ન વિચારતાં બેની જુદાઈને અનેકપણે (એટલે) બે એકપણે નહિ, પણ અનેકપણે વિચારતાં શુદ્ધ ચેતનામાત્ર ભગવાનની પ્રતીતિ થાય છે. આહાહા...! ભાષા તો બહુ સહેલી છે, ભાવ તો આકરા છે. આહા..હા...!
ચેતનામાત્ર ભગવાન ભૂમિ, એ ભૂમિ કહીને એમ કહેવું છે કે, એમાં રાગનો અંકુરો પર્યાયમાં ફૂટે એવી એની ભૂમિ નથી, ભગવાન એમ કહે છે એનું એ સ્થળ નથી. એનું સ્થળ ચેતનાસ્થળ છે. એમાંથી તો ચેતનાના અંકુરા ફૂટે. આહા..હા..! પણ પર્યાયમાં ઉપાધિ દેખીને, ઉપાધિ તે હું છું એમ માને તેની ભેદબુદ્ધિ થતી નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા..હા..! તેથી તેને એકપણું (છે) તેનાથી જુદું ભાસતું નથી. અનેકને એકપણે ભાસે છે. ચેતનાભૂમિ ભગવાન અને રાગ - બે અનેક છે. તેને એકપણે ભાસે છે. ભેદભિન્ન કરતાં ચેતનાભૂમિ રાગથી ભિન્ન પ્રતીતિમાં ભાસે છે. આહા..હા...! સમજાણું કાંઈ ? બહુ સારા સાદા શબ્દો !
એનો ચેતના સ્વભાવની ભૂમિ નામ દળ – ક્ષેત્ર અને રાગનું ક્ષેત્ર અને ભાવ ભિન્ન છે). ત્યાં કંઈ ચેતનાભૂમિ નથી. રાગમાં ચેતનાભૂમિ નથી, ઈ તો રાગની ભૂમિ છે. આહા...હા...!
પ્રશ્ન :- દ્રવ્યમાં કંઈ નુકસાન નથી થયું ?
સમાધાન :- દ્રવ્યમાં જરીયે નુકસાન નથી થયું. દ્રવ્ય તો એવું ને એવું શુદ્ધ સ્ફટિક અનાદિઅનંત છે. આ બધા પર્યાયના ગોટા છે. આહા..હા...! નિગોદમાં પણ પર્યાય અક્ષરને અનંતમે ભાગે ખિલવટ છે. વસ્તુ તો વસ્તુ છે, શુદ્ધ ચૈતન્યઘન છે. એમાં ક્યાંય ઉણપ અને ઓછપ આવી નથી. આહા..હા..! સમજાણું કાંઈ ? આવો માર્ગ !
અહીં તો પરમાત્મા સર્વજ્ઞદેવ જિનેન્દ્રદેવ (એમ ફરમાવે છે કે, ચેતનાભૂમિ રૂપી સ્વવસ્તુમાં રાગની ઉપાધિ પર્યાયમાં ભાસે છે, પણ બેને ભેદભિન્ન ભાસતાં, ભેદભિન્ન કરતાં ભગવાન તો શુદ્ધ ચેતનામાત્ર વસ્તુ ભાસે છે. એ રાગ છે ઈ એમાં ભાસતો નથી. આહા...હા....! આવી વાત છે.