________________
કળશ-૧૮૧
૪૬૭
કર્મવર્ગણા એ એનો પોતાનો સ્વતંત્ર સ્વભાવ છે. દૂર છે, ઈ દૂર છે. ઈ આત્માથી દૂર છે પણ અહીં રાગ કરે તો કર્મની પર્યાયપણે પુદ્ગલ પરિણમે. એ વખતનો તે) સમયનો નિજ કાળ છે. રાગને લઈને ત્યાં કર્મરૂપે પરિણમવું પડ્યું એમ નથી. આમ છે. હજી પર્યાયની સ્વતંત્રતા પણ જ્યાં ન બેસે, જે પ્રગટ છે, જે પ્રગટ છે તેની સ્વતંત્રતા ન બેસે એને જે અપ્રગટ (દ્રવ્ય છે), પર્યાયની અપેક્ષાએ અપ્રગટ (કહ્યું), વસ્તુ અપેક્ષાએ પ્રગટ છે, પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત છે, અપ્રગટ છે. એની સ્વતંત્રતા એને કેમ બેસે ? ન્યાય કંઈ સમજાય છે ? આહાહા! જે પ્રગટ છે વર્તમાન છે એ સ્વતંત્રતાથી છે એમ વર્તમાન ન બેસે એને ત્રિકાળ જે પર્યાયમાં આવ્યું નથી, પર્યાયની અપેક્ષાએ અવ્યક્ત છે, વસ્તુની અપેક્ષાએ વ્યક્ત છે. આહા..હા...! એ સ્વતંત્ર છે એમ એને કેમ બેસે ? આહા..હા...! આવી વાત છે. સમજાણું કાંઈ ?
એ ‘વસ્તુનો સ્વભાવગુણ નથી” ઉપાધિ છે (એમ) કીધું ને ? એ રાગ-દ્વેષ ઉપાધિ છે. એમ કહેવાય, નિમિત્તને અનુકૂળ કહેવાય અને નૈમિત્તિકને અનુરૂપ કહેવાય. શું કીધું ઈ ? નિમિત્તને અનુકૂળ કહેવાય. અનુકૂળ એટલે કાંઠે ઉભો. કાંઠે ઉભો છે. અહીં થાય તેને અનુરૂપ કહેવાય. પણ નિમિત્તથી એમાં થાય છે એમ નથી.
મુમુક્ષુ :- દરેક પ્રકારે નિમિત્તથી થાય છે.
ઉત્તર :- હા, એ બધી વાત (આવે). લાખ વાત હોય પણ વાત આ (છે). અનુકૂળ કોને કહેવાય ? જેમ પાણીનો પ્રવાહ ચાલે છે, બે કાંઠા હોય છે એ અનુકૂળ છે એટલું. પણ ઈ કાંઠા છે માટે પાણી ચાલે છે એમ નથી. એમ ભગવાન આત્મા ચેતનાસ્વરૂપ અંદર શુદ્ધ ચૈતન્યઘન છે. એમાં કર્મનું નિમિત્ત અને પોતામાં વિકાર થવાની ઉપાધિની યોગ્યતાથી
ત્યાં થાય છે. આહા...હા..! ભગવાનઆત્મા એ તો ચેતના સ્વરૂપ છે. આનંદ અને આનંદનું ધામ ! ચેતના સ્વભાવ એનું સ્વરૂપ છે. ક્યાં પણ સાંભળે ઈ ? સમજાય છે જ ક્યાં ? પર્યાય ઉપર બુદ્ધિ એટલે પરથી થાય એમ માનીને ત્યાં રોકાઈ ગયો.
અહીં કહે છે, “વસ્તુનો સ્વભાવગુણ નથી.” એનો ગુણ નથી. ભગવાનઆત્માનો રાગદ્વેષ (રૂપે) થવું એવો સ્વભાવગુણ નથી. આહા...હા...! સ્વભાવગુણ તો શુદ્ધરૂપે થવું તે એનો સ્વભાવગુણ છે. અશુદ્ધરૂપે થાય એ પર્યાયની ષકારકની પરિણતિથી થાય છે. વિકૃત પર્યાયની પર્યાય કર્તા, પર્યાય કાર્ય, પર્યાય સાધન, પર્યાય અપાદાન, પર્યાય સંપ્રદાન, પર્યાય આધાર (છે). આહા..હા..! એવો વિકૃત પર્યાય એ જીવનો સ્વભાવગુણ નથી. એમ કહ્યું ને ? આહા..હા! “વસ્તુનો સ્વભાવગુણ નથી.”
- “આ રીતે વિચારતાં...” જોયું ? શું કીધું ? “આ રીતે વિચારતાં..” આ પ્રકારે વિચારતાં. નિમિત્તની ઉપાધિમાં પોતાને કારણે વિકાર છે પણ એનો સ્વભાવ ચેતનાગુણ છે. આ રીતે વિચારતાં.... આહાહા...! “ભેદભિન્ન પ્રતીતિ ઊપજે છે.” છે ? આ રીતે વિચારતાં ભેદભિન્ન