________________
કળશ-૧૮૧
૪૬ ૫
આહા..હા...! સમજાણું કાંઈ ?
આ લૂગડું શરીરને અડતું નથી. આ આંગળી લૂગડાંને અડતી નથી. કેમકે પ્રત્યેક દ્રવ્યની પૃથકતા પોતાની સત્તાને લઈને છે. કોઈ દ્રવ્યની પૃથકતામાં પર પૃથકને કારણે કંઈ થાય એવું વસ્તુનું સ્વરૂપ નથી. આહા..હા..! સમજાણું કાંઈ ?
પોતે પોતાની યોગ્યતાથી ઉદયથી (રંજિત થાય છે, એટલે ઉદય તો ત્યાં રહ્યો, “મોહરાગ-દ્વેષરૂપ - રંજિત અશુદ્ધ ચેતનારૂપે – પરિણમે. એ આત્માની પર્યાય થઈ. પણ એ ઉદય પરમાણુની પર્યાય છે અને આ રંજિત પરિણામ (થાય) એ જીવના અશુદ્ધ પરિણામ છે. એ પરિણામને અને કર્મના ઉદયને અડવું (થતું) નથી, અડતાં નથી, ચુંબતા નથી, સ્પર્શ કરતાં નથી છતાં અહીંયાં રાગ-દ્વેષ પોતાની યોગ્યતાથી થાય છે. આહા..હા...! સમજાણું કાંઈ ?
તોપણ....' કહે છે કે, એ રીતે મોહ અને રાગ-દ્વેષની ઝલક પર્યાયમાં પરિણમે તોપણ વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતાં...” ભગવાન આત્મા ! એના સ્વરૂપ – પોતાના રૂપનો વિચાર કરતાં ચૈતન્યના સ્વરૂપનો – નિજનો વિચાર કરતાં... આહા..હા....! છે ? “ચેતનાભૂમિમાત્ર તો જીવવસ્તુ છે.” પેલામાં આવ્યું હતું ને ? સ્વચ્છતામાત્ર સ્ફટિકમણિ ! સ્વચ્છતામાત્ર વસ્તુ છે. એટલો જરી સ્વચ્છતા શબ્દ છે). એની ભૂમિ છે. અહીં ભૂમિ એટલે પોતાનું અસ્તિત્વ.
અનાદિ સંતાનરૂપે કર્મના ઉદયથી પરિણમતાં છતાં ‘વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતાં...” ચૈતન્યના સ્વ-રૂપનો – પોતાના ભાવનો – રૂપનો વિચાર કરતાં “ચેતનાભૂમિમાત્ર તો જીવવસ્તુ છે; આહા..હા..! એની તો ચેતનાભૂમિ છે. એમાં – પર્યાયમાં રાગ-દ્વેષ ઉત્પન્ન થયા છે (એ) કૃત્રિમ ઝળક ઉત્પન્ન થઈ છે. પોતાની ભૂમિ તો ચેતનામાત્ર ભૂમિ છે. આહા...હા...!
એ ભૂમિમાંથી તો ચેતનાના અંકુર ફૂટે. ચેતનામાત્ર વસ્તુમાંથી ચેતનાની પર્યાયના અંકુર ફૂટે. કિંઈ રાગ-દ્વેષના (અંકુર) ફૂટે ? એનો એ સ્વભાવ નથી. આહા...હા...! ત્યાં પણ બધા વાંધા કે, કર્મનો ઉદય આવે એટલે એને અહીં રાગ-દ્વેષ થાય, એણે રાગ-દ્વેષપણે પરિણમવું પડે. ભાષા એવી આવે. “મોક્ષમાર્ગ પ્રકાશક'માં એમ આવે છે. ઉદય આવ્યો એટલે અહીં રાગદ્વેષપણે પરિણમે. એનો અર્થ શું ? તે સમયે પોતાની કાળની નિજ ક્ષણ – એ પણે થવાની નિજ ક્ષણ હતી. પોતાનો કાળ એ હતો. રાગ અને દ્વેષ થવાની પોતાની ભૂમિકા હતી તેથી થયા છે. પરદ્રવ્યને લઈને (થયા નથી). નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે એનો અર્થ, નિમિત્ત (સાથે) એકતા નથી, બે અડતાં નથી. એને નિમિત્તનૈમિત્તિક સંબંધ કહેવામાં આવે છે. આહા..હા...!
ચેતનાભૂમિમાત્ર... છે ને ? આ..હા...! એની ભૂમિકા તો ચેતના છે. આહાહા...! એનું સ્થળ, એની જગ્યામાં તો ચેતના સ્વરૂપ છે. આહા..હા...! ચેતના સ્વરૂપમાંથી શુદ્ધ પરિણતિ થવી જોઈએ. (એમ) ન થતાં નિમિત્તના સંબંધના લક્ષે રાગ-દ્વેષ ઉભા કરે છે).