________________
કળશ-૧૮૧
૪૬૩
એમ આત્મામાં રાગ અને દ્વેષ થયા એ કર્મને લઈને નથી થયા. આહા..હા.. એ આત્માની પર્યાયની યોગ્યતાને લઈને રાગ-દ્વેષ થાય છે. ઈ એનું સ્વરૂપ નથી પણ પર્યાયની યોગ્યતાને લઈને પુણ્ય-પાપના, રાગ-દ્વેષના ભાવ થાય છે. આહા...હા...! સમજાણું કાંઈ ? ઝળકે છે એમ કીધું ને ? “સ્વચ્છતામાત્ર ભૂમિકા સ્ફટિકમણિ વસ્તુ છે; તેમાં રાતા-પીળાકાળાપણું પરસંયોગની ઉપાધિ છે....” ઉપાધિ છે, જોયું ?
“વર્તમાનમાં સ્વરૂપનો વિચાર કરતાં સ્વચ્છતા માત્ર ભૂમિકા સ્ફટિકમણિ વસ્તુ છે; તેમાં રાતા-પીળા-કાળાપણું પરસંયોગની ઉપાધિ છે....” છે ખરી એની પર્યાયમાં પણ ઉપાધિ છે. આહા..હા..! સ્ફટિકમણિની પર્યાયમાં લાલ-પીળા રંગની ઝળક આવી છે. પેલી ચીજ આવી નથી. એ ચીજને લઈને (ઝાંય) થઈ નથી. એ ચીજને લઈને થાય તો લાકડા નીચે મૂકે તો થાવું જોઈએ. પણ સ્ફટિકની વર્તમાન યોગ્યતાને કારણે એ ઝળક દેખાય છે. આહા..હા....! સમજાણું કાંઈ ?
સ્ફટિકમણિનો સ્વભાવગુણ નથી;.” લ્યો ! તેવી જ રીતે...” એ લાંબી વાત છે. વખત થઈ ગયો..
(શ્રોતા :- પ્રમાણ વચન ગુરુદેવ !)
માગશર વદ ૧૪, રવિવાર તા. ૦૮-૦૧-૧૯૭૮.
કળશ-૧૮૧, પ્રવચન–૧૯૭
કળશટીકા' ૧૮૧ (કળશ, ૧૭૨ પાને) વચમાં ચાલે છે. સ્ફટિકમણિનો દાખલો છે ને ? ત્યાંથી લઈએ. જુઓ !
જેવી રીતે સ્ફટિકમણિ....' એ દાખલો આવી ગયો છે, પણ ફરીને લઈએ. જેવી રીતે સ્ફટિકમણિ સ્વરૂપથી સ્વચ્છતામાત્ર વસ્તુ છે....” સ્ફટિકમણિનું સ્વચ્છપણું) એ એનો સ્વભાવ છે. એ જ વસ્તુ છે. “રાતી-પીળી-કાળી પુરીનો (આશ્રયરૂપ વસ્તુનો) સંયોગ પામવાથી રાતોપીળો-કાળો એ-રૂપે સ્ફટિકમણિ ઝળકે છે;” ઈ તો સંયોગ પામવાથી એની યોગ્યતાથી ઝળકે છે, કંઈ સંયોગથી ઝળકતું નથી.
મુમુક્ષુ :- સંયોગથી ઝળકે છે એમ લખ્યું છે.
ઉત્તર :- ઈ કીધું ને, એનો અર્થ આ. સંયોગથી ઝળકે છે એમ કહ્યું, પણ ઝળકે છે એની પર્યાય પોતાની યોગ્યતાથી છે, એને લઈને નહિ. લાલ, પીળા ફૂલ અહીં લાકડી નીચે મૂકો (તો) નહિ થાય. કેમકે એની યોગ્યતા નથી. સ્ફટિકમણિની પર્યાયમાં લાલ, પીળા