________________
૪૬ ૨.
કલામૃત ભાગ-૫
દ્રવ્ય તેને કહેવાય, વસ્તુ ભગવાન દ્રવ્ય તેને કહેવાય કે જેના કાર્ય માટે બીજા સાધનની રાહ જોવી પડે નહિ. આ..હા..હા...! બે (બોલ) લાવ્યા હતા. આહા..હા..! શું કહ્યું? પ્રભુ ! કે, આ જાગતો જીવ ઉભો છે એટલે ? જ્ઞાયક ચૈતન્યરસનો કંદ ધ્રુવ છે ને ! આહાહા..! એ રાગમાં તો ન આવે પણ ધ્રુવ તો એની એક સમયની પર્યાયમાં પણ ન આવે. આહાહા....! એનું – ભગવાન આત્માનું ધ્રુવપણું, નિત્યાનંદ પ્રભુ ! ત્યાં નજર નાખતાં રાગથી ભિન્ન પડતાં જરૂર પ્રાપ્ત થાય. આહા...હા..!
અહીં ઈ કહે છે, “સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં ભિન્ન પ્રતીતિ થાય છે. આહા...! એ તો સિદ્ધાંત વર્ણવ્યો કે, આમ થાય છે. એના સ્વરૂપના અનુભવનો ભાવ જ આવો છે. આહા...હા...! જ્ઞાનની પર્યાયને અંદરમાં સૂક્ષ્મ કરીને જે રાગ તરફ વળેલી છે તે તો ત્યાં રહી, પછીની પર્યાયને અંતરમાં વાળતાં, કેમકે રાગ અને જ્ઞાન વચ્ચે સાંધ છે, તડ છે, ભેદ છે, જુદાં છે. આહા..હા...! તેથી તે જ્ઞાનની પર્યાયને – વર્તમાન પર્યાયને સૂક્ષ્મપણે ઉપયોગને અંતર વાળતાં રાગ અને ભગવાન બે ભિન્ન પડી જાય છે. આહા..હા...! સમ્યગ્દર્શન પામવાનો આ ઉપાય છે. બાકી બધી વાતું કરે, ગમે ઈ કરે. આહા..હા..! સમજાણું કાંઈ? આહા..હા...!
હવે (કહે છે), તેનો વિચાર આમ છે.” હવે દાખલો આપે છે. જેવી રીતે સ્ફટિકમણિ સ્વરૂપથી સ્વચ્છતામાત્ર વસ્તુ છે. સ્ફટિકમણિ ! મેં સ્ફટિકમણિ જોયું છે. ત્યાં જામનગર હતું. જામનગરમાં આવડું સ્ફટિકમણિ છે. ત્યાં (સંવત) ૧૯૯૧માં ગયેલા ને ? ત્યાં છ લાખ રૂપિયાનું એક સોલેરામ (સોલેરિયમ) છે. છ લાખ રૂપિયાનો સંચો ! આમ ફેરવાય એવો. ડૉક્ટર વ્યાખ્યાનમાં આવેલા. “સમયસારની ૧૦૦મી ગાથા ચાલતી હતી. ૧૯૯૦૧૯૯૧ની વાત છે. ત્યારે કહે કે, મહારાજ તમારે દાખલામાં લાગુ પડશે. ત્યાં ગયા હતા, એણે એક સ્ફટિક બતાવ્યું. એક સ્ફટિકમણિ આટલું મોટુ) હતું. ધોળું - સફેદ ! એમ અહીં સ્ફટિકમણિ છે એ. શું કીધું ?
“સ્ફટિકમણિ સ્વરૂપથી તો સ્વચ્છતામાત્ર વસ્તુ છે....” એના સ્વરૂપથી તો પોતે સ્વચ્છ જ છે. “રાતી-પીળી-કાળી પુરી.” એટલે ફૂલ કે ફળ. “(આશ્રયરૂપ વસ્તુનો) સંયોગ પામવાથી.” સંયોગ પામવાથી (કહ્યું છે). છે ? “રાતો-પીળો-કાળો એ-રૂપે સ્ફટિકમણિ ઝળકે છે;” ફૂલ મૂકે છે તે ઝળકે છે એને કારણે, એ તો નિમિત્તે કહ્યું પણ એ સ્ફટિકમણિની પર્યાયમાં એવી પોતાની યોગ્યતા છે કે જેથી તેમાં લાલ-પીળી ઝળક થાય છે, ફૂલને (લઈને) નહિ. ફૂલને લઈને પડે તો આની (-પાટની) નીચે મૂકો ને તો અંદર ઝળક પડશે, (પણ) નહિ પડે. પણ સ્ફટિકમણિની વર્તમાન પર્યાયની યોગ્યતા છે તેથી તે ફૂલના સંયોગે પોતામાં લાલ, પીળી ઝળકપણે થવાની યોગ્યતાથી થાય છે. એમાં એમ સિદ્ધ કરવું છે કે, ફૂલને લઈને અંદર લાલ-પીળી છાંય નથી આવી. એની યોગ્યતાથી (થયું) છે.