________________
૪૬૦
કિલશામૃત ભાગ-૫ બીજાની કોઈ સહાય છે નહિ. આહાહા...! આકરું પડે એમ કહે. કહે પણ ખરા, એમ લોકો બિચારા કહે છે કે, આ જુઓ જરી પણ ઢીલું નથી મૂકતા). ભગવાનની ભક્તિથી પણ લાભ ન થાય ? દેવ-ગુરુની ભક્તિ કરતાં કરતાં કલ્યાણ ન થાય ? અરે. ભગવાન ! દેવ-ગુરુ ને શાસ્ત્ર તો પરદ્રવ્ય છે. પરદ્રવ્ય ઉપર લક્ષ રહેશે ત્યાં સુધી તો રાગ છે. આહાહા...!
એ રાગ અને આત્મા વચ્ચે સંધિ છે ને ? એ સંધિની સાંધમાં જોતાં રાગ અને આત્મા બે જુદા પડી જાય) એ એનો ઉપાય છે, બાપા ! દુનિયા શું કહે છે એ તો બધી ખબર નથી ? આહાહા...! માર્ગ તો આ છે. આકરો પડે, સૂક્ષ્મ લાગે પણ એ કર્યો છૂટકો છે, એ વિના બીજો ઉપાય છે નહિ. આહા...હા...! અને એમ જ થઈ શકે છે. આહા..હા...! સામે લખાણ હોય ત્યારે વિસ્તાર થાય ને ? અધ્ધરથી ખેંચીને થોડું લવાય છે ?) આ તો સામે બધું પડ્યું છે. આહાહા...!
‘તેથી તે પરિણામોના.” તેથી કેમ (કહ્યું) ? “જીવ વ્યાપ્ય-વ્યાપકરૂપ પરિણમે છે, તેથી તે પરિણામોના જીવથી ભિન્નપણાનો અનુભવ કઠણ છે, તોપણ...” એમ હોવા છતાં પણ સૂક્ષ્મ સંધિનો ભેદ પાડતાં....' (અર્થાતુ) ઝીણો ઉપયોગ કરીને રાગથી ભિન્ન પાડતાં તેની સાંધમાં ભિન્નતપણાની) પ્રતીતિ થાય છે. ભગવાન રાગથી ભિન્ન છે તેનો અનુભવ થાય. આ..હા..હા...! આકરું લાગે બહુ ! તેથી લોકોએ બીજા રસ્તા એવા કરી નાખ્યા. ઊંધે રસ્તે ચડી ગયા, રસ્તો (એક કોર) પડ્યો રહ્યો. આહા...હા...!
હવે આવી વાત થાય ત્યાં લોકો એમ માને કે, દેવ-ગુરુ-શાસ્ત્રને માનતા નથી. આ અમારા દેવ-ગુરુ-શાસ્ત્ર છે, આ મુનિઓ નગ્ન છે અને ગુરુ માનો (એમ કહે છે).
મુમુક્ષુ :- પંચ પરમેષ્ઠીમાં એ આવી ગયા.
ઉત્તર :- એ નહિ, અત્યારે છે એને માનો એમ કહે છે. ભાઈ ! એ મુનિપણું બાપા...! આહા..હા..! એ મુનિપણાની દશા પ્રભુ ! આનંદનું પ્રચુર સંવેદન એ મુનિપણાનું ભાવલિંગ છે. શું કહ્યું? મુનિનું ભાવલિંગ પ્રચુર આનંદનું સ્વસંવેદન, અતીન્દ્રિય આનંદનું પ્રચુર વેદન છે). સમ્યગ્દર્શનમાં આનંદનું અલ્પ વેદન છે. સમ્યગ્દષ્ટિને રાગથી ભિન્ન પડતાં આનંદનું વેદન અલ્પ છે. પંચમ ગુણસ્થાને આનંદનું વેદન એથી વિશેષ છે. શ્રાવક, સાચા શ્રાવક, હોં ! આ વાડાના શ્રાવક એ કંઈ શ્રાવક નથી. આહા..હા..! અને મુનિને તો પ્રભુ ણમો લોએ સવ્વ સાહૂણં – એ મુનિને તો અંદરમાં ભાવલિંગમાં પ્રચુર એટલે ઘણો, ચોથા-પાંચમાં ગુણસ્થાન કરતાં ઘણો અતીન્દ્રિય આનંદનું જેને વેદન છે અને જેમાં અતીન્દ્રિય આનંદની છાપ છે, મહોરછાપ છે. આહા...હા...! એને મુનિપણું કહે છે, પ્રભુ ! આહા...હા..! બહારનું એકલું નગ્નપણું ધારણ કરે, અઠ્યાવીસ મૂળગુણ પાળે, પંચ મહાવ્રત પાળે એ કંઈ મુનિપણું નથી. આહા..હા...! એ તો રાગ છે. અહીં રાગ વ્યાપ્ય-વ્યાપક હોવા છતાં ભિન્ન પાડવાની તો વાત છે. આહા...હા...! અને પછી રાગથી લાભ થાય ? પંચ મહાવ્રતના પરિણામ આવે