________________
૪૫૪
કલશામૃત ભાગ-૫ “ઘણી જ દુર્લક્ષ્ય સંધિરૂપ છે.” અંદર ભિન્ન સાંધ છે પણ દુર્લક્ષ્ય (છે). ઘણું જ સૂક્ષ્મ લક્ષ કરે તો તે ભિન્ન ભાસે નહીંતર તો દુર્લક્ષ્ય છે. આહા..હા..! અંતરના જ્ઞાનની પર્યાયને અને એ રાગના વિકલ્પને, ચાહે તો દયા (હો કે પરમાત્માની ભક્તિ હો, દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ હો પણ છે એ રાગ, એ રાગ અને આત્માને અંતરમાં સંધિરૂપી બંધ છે, સાંધવાળો બંધ છે. એકપણાનો) બંધ નથી. આહાહા! ઝીણી વાત છે. ભાષા કેવી લીધી છે ?
“અન્તઃસન્ધિબંધ.' અંતર સાંધ છે, ભિન્ન છે એવો બંધ – સંબંધ છે. આહા..હા..! આ.હા..હા...! પ્રભુ ! તું કોણ છો ? એ તો શુદ્ધ ચૈતન્ય પવિત્ર આનંદકંદ સચ્ચિદાનંદ પ્રભુ છે. એ જિનસ્વરૂપ છે. “ઘટ ઘટ અંતર જિન વસે, ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાન સો, મતવાલા સમજે ન’ મત (એટલે) મતનો અભિપ્રાય થઈ ગયો છે કે, રાગ અને આત્મા એક છે અથવા એ રાગ કરતાં કરતાં આત્માનું કલ્યાણ થશે અથવા એ રાગ – શુભરાગ છે એ આત્માને આત્માના સ્વભાવને પામવાનું કારણ છે. એવું જે માન્યું છે એ મિથ્યાત્વ છે. આહા...હા...! કેમ ? કે, રાગ અને આત્માને અંતરમાં સાંધમાં સંધિનો બંધ છે, એકપણાનો બંધ નથી. આહા...હા.! સમજાય છે કઈ ?
ભગવાન જિનસ્વરૂપ પ્રભુ અને રાગ વિકારસ્વરૂપ... આહાહા....! સમ્યદૃષ્ટિને જે તીર્થકર ગોત્ર બાંધવાનો ભાવ આવે એ ભાવને અને આત્માને અંતરમાં સાંધવાળો સંબંધ છે, એકવાળો સંબંધ નથી. આહા...હા.! સમજાય છે કાંઈ ? ભાષા તો સાદી છે, પ્રભુ ! પણ ભાવ તો જેમ છે તેમ છે. આહા..હા....
ભગવાન આત્મા ચૈતન્યતત્ત્વ અને રાગ તે અચેતનતત્ત્વ છે. ચાહે તો ભગવાનની ભક્તિ (કરે), ત્રણ લોકના નાથના સમવસરણમાં અનંત વાર ગયો અને ભગવાનની ભક્તિ પણ અનંત વાર કરીઆહા..હા...હીરાના થાળ, મણિના – મણિરત્નના દિવા અને કલ્પવૃક્ષના ફૂલ (લઈ) પરમાત્મા સમવસરણમાં બિરાજે છે ત્યાં અનંત વાર ગયો છે. મહાવિદેહક્ષેત્રમાં અનંતા પુદ્ગલ પરાવર્તન મનુષ્યદેહના કર્યા છે, ભાઈ ! ત્યાં તો સાક્ષાત્ ભગવાન ત્રણે કાળે બિરાજે છે. એ ભગવાનના સમવસરણમાં ગયો, પૂજા-ભક્તિ કરી પણ એ તો રાગ છે. આ..હા...હા...! એ રાગ અને આત્માની વચ્ચે; જેમ આ બે પાના છે, આમ જુદા છે કે નહિ આ ? જુદા રૂપે સંબંધ છે, એમ. એમ ભગવાનઆત્મા ચૈતન્યસ્વરૂપ ભગવાન અને રાગરૂપ વિકાર દુઃખ, બેની વચ્ચે સાંધરૂપી સંબંધ છે. આહા...હા...! એકરૂપી સંબંધ નથી. જુઓ ! કેમ ?
ઘણી જ દુર્લક્ષ્ય સંધિરૂપ છે. એની સાંધ જોવી એ તો બહુ જ પુરુષાર્થ માગે છે (એમ) કહે છે. આહા..હા...! કોઈ ઝીણી વસ્તુને જોતાં નજરને નાની – ઝીણી કરવી પડે છે. એમ આ આત્મા અને રાગની વચ્ચેની સંધિ જોવા ઘણો સૂક્ષ્મ ઉપયોગ કરવો પડે છે. આહાહા..! ઝીણી વાતું છે, પ્રભુ ! સમજાણું કાંઈ ? એ સૂક્ષ્મ દુર્લક્ષ્ય છે. છે ? “ઘણી