________________
કળશ-૧૮૧
૪૫૫
જ દુર્લક્ષ્ય સંધિ...” પાછી ભાષા એમ વાપરી (છે). આહા...હા....! બહુ જ અંદર જ્ઞાનનો સૂક્ષ્મ ઉપયોગ કરે તો તે રાગ અને આત્માની વચ્ચે સાંધ ભિન્ન છે તે જણાય. આહા...હા...! સમજાય છે કાંઈ ? આહા..હા..! ધૂળ ઉપયોગે તો એ લક્ષમાં નહિ આવે. કારણ કે સ્થૂળ ઉપયોગમાં તો રાગનો સંબંધ છે. આહા..હા...! અંતરમાં જ્ઞાનની દશા ઘણી જ સૂક્ષ્મ કરતાં એનો ઉપયોગ સૂક્ષ્મ થતાં એ આત્મા અને રાગની સંધિ ઘણી જ દુર્લક્ષ જણાય છે. આહા...હા...! આવું સ્વરૂપ છે, પ્રભુ ! આહા...હા...! અને એ વિના ભેદજ્ઞાન નહિ થાય અને ભેદજ્ઞાન વિના આત્માનો અનુભવ નહિ થાય. આ.હા..હા....!
“તેનું વિવરણ આમ છે – જે દ્રવ્યકર્મ છે” જડકર્મ, જડ. જ્ઞાનાવરણિય આદિ એ તો ઝીણી માટી – ધૂળ છે, ઈ ઝીણી ધૂળ છે. એ તો “જ્ઞાનાવરણાદિ પુદ્ગલનો પિંડ..” છે. તે જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે. જ્યાં ભગવાન આત્મા છે તે ક્ષેત્રે એટલે આકાશના ક્ષેત્રે, હોં ! આત્માનું ક્ષેત્ર અને કર્મના પરમાણુનું ક્ષેત્ર જુદું છે. પણ અહીંયાં આકાશના ક્ષેત્રે જ્યાં ભગવાનઆત્મા છે ત્યાં જ કર્મના રજકણનો પિંડ (છે) તે આકાશના એક ક્ષેત્રે છે. આહા..હા..!
તોપણ તેની તો જીવથી ભિન્નપણાની પ્રતીતિ... એ રજકણો છે, આવે-જાય એવી એની ભિન્નતા વિચારશ્રેણીમાં તો જણાય. કેમકે એ તો જુદી ચીજ છે. આહા...હા...! મુદ્દાની રકમના માલની વાત છે, પ્રભુ ! આહા...હા..! કહે છે કે, એ પરમાણુનો વિચાર કરતાં ભિન્નપણાની પ્રતીતિ, વિચાર કરતાં ઊપજે છે;” રજકણો જાય આવે છે ને ? એ તો પરમાણુ છે. આહા..હા..! એક વાત.
“કારણ કે દ્રવ્યકર્મ પુદ્ગલપિંડરૂપ છે; જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે તોપણ ભિન્ન ભિન્ન પ્રદેશ છે,...” એના પ્રદેશો ભિન્ન છે. આકાશના પ્રદેશમાં ભલે એક હોય, એમ કહે છે. પણ આત્માના પ્રદેશ અને કર્મના પ્રદેશ તદ્દન જુદાં છે. આ કર્મના પ્રદેશ આત્માના પ્રદેશને અડ્યા પણ નથી. એક દ્રવ્ય બીજા દ્રવ્યને કોઈ દિ ચુંબન કરતું નથી, એ (“સમયસારની) ત્રીજી ગાથામાં આવી ગયું છે. ત્રીજી ગાથામાં ! પ્રત્યેક દ્રવ્ય, પ્રત્યેક વસ્તુ.... ભગવાને જોયેલાં છ દ્રવ્ય છે, એમાં પ્રત્યેક પરમાણુ અને પ્રત્યેક આત્મા બીજા દ્રવ્યને ચુંબતું પણ નથી, અડતું પણ નથી. આહાહા..! એ કર્મના રજકણો આત્માના પ્રદેશને છૂયા પણ નથી – અડ્યા પણ નથી. આહા...હા...! એ તો તદ્દન ભિન્ન છે. સમજાણું કાંઈ ?
દ્રવ્યકર્મ પગલપિંડરૂપ છે; જોકે એકક્ષેત્રાવગાહરૂપ છે તોપણ ભિન્ન ભિન્ન પ્રદેશ છે. અચેતન છે,” આહા..હા...! “બંધાય છે, છૂટે છે.” એ તો એ રજકણો આવે, જાય, છૂટે, બંધાય. “આમ વિચારતાં ભિન્નપણાની પ્રતીતિ ઊપજે છે.” કર્મ અને આત્મા વચ્ચે આ રીતે વિચાર કરતાં ભિન્નપણાની પ્રતીતિ થાય છે અને ઊપજે છે. આહા...હા...! વાત ઝીણી બહુ ભગવાન ! આહા...હા...!