________________
કળશ-૧૮૧
૪૨૭
છે. લ્યો ! આહા..હા..! બે-ત્રણ લીટીમાં તો કેટલું ભરી દીધું છે !
મુમુક્ષુ – એકલો વાંચે તો શું સમજાય ?
ઉત્તર :- ત્યાં હીરામાં કેમ એકલા કરો છો ? ભાઈ ! ત્યાં તો મોઢા આગળ ડહાપણ એકલા કરો છો કે નહિ ? તો આમાં પણ એકલા (કરી શકે). બીજો સમજાવે પણ પોતે પોતાને સમજે ત્યારે ને ? આવી વાત છે ને ? આહા..હા..! વાત છે, દેશનાલબ્ધિ હોય
છે, સની દેશનાલબ્ધિ હોય છે પણ એને પ્રાપ્ત કરવું છે એણે પોતાને. દેશનાલબ્ધિથી કિંઈ પ્રાપ્ત થતું નથી. આહા..હા..! વીતરાગ સર્વજ્ઞ પરમાત્માની વાણી હોય છે. ત્રિલોકનાથની, સર્વજ્ઞના પરમાગમની, હોં ! આહા..હા..! કલ્પિત આગમો આદિ કરેલા હોય) એની વાણીમાં તો દેશનાલબ્ધિનું નિમિત્ત પણ નથી એમ કહે છે. આહા..હા..! આકરું કામ !
“શુદ્ધ સ્વરૂપનો અનુભવ મોક્ષનું કારણ છે. અહીં અનેક પ્રકારના મિથ્યાષ્ટિ જીવો નાના પ્રકારના વિકલ્પો કરે છે....” શું કહે છે ? ‘તેમનું સમાધાન કરે છે. કોઈ કહે છે કે જીવનું સ્વરૂપ અને બંધનું સ્વરૂપ જાણી લેવું તે મોક્ષમાર્ગ છે.” જોયું ? અનુભવ છે તે શુદ્ધ પરિણમન છે અને શુદ્ધ પરિણમન છે તે અનુભવ છે અને તે મોક્ષનું કારણ છે. હવે એનાથી વિરુદ્ધ બોલનારાઓ કેવા છે એની વાતું કરે છે. આહા..હા...! કોઈ કહે છે કે જીવનું સ્વરૂપ અને બંધનું સ્વરૂપ જાણી લેવું તે મોક્ષમાર્ગ છે. એ જાણી લેવું તે મોક્ષમાર્ગ
ક્યાં છે ? એ તો જ્ઞાનમાં ધારણા થઈ ગઈ. એ કંઈ અનુભવ નથી. આહા..હા...! સમજાણું કાંઈ ? આહા..હા.! તે મોક્ષમાર્ગ છે, જાણી લેવું તે મોક્ષમાર્ગ છે.” બસ ! બંધને જાણવું, કર્મને જાણવું, આત્મા છે એમ જાણવું, બસ ! એ મોક્ષનો માર્ગ છે. એમ નથી. આહા..હા..!
પ્રશ્ન :- જાણીને પક્ષ કરે તો ?
સમાધાન :- જાણીને પક્ષ કરે છે તો એ પણ મિથ્યાદૃષ્ટિ છે. આ કર્મના બહુ પલાખાં શીખે ને ? શ્વેતાંબરમાં એ આવે છે – “બંધન પરિહાણિયા' એવું આવે છે. “સૂયગડાંગનો પહેલો શ્લોક. બંધને જાણો ! બંધને શું જાણે ? એનો અહીંયાં વિરોધ છે. બંધની કર્મની પ્રકૃતિ આટલી ને આની આટલી, ૧૪૮ની આમ સત્તા હોય ને પહેલે આમ હોય ને ચોથે (ગુણસ્થાને) આમ હોય. એવું બંધનું સ્વરૂપ જાણી અને જીવ છે એમ જાણવું. છે, બસ એટલું. એ કોઈ મોક્ષનું કારણ નથી. આહા...હા..! અહીં તો (કહે છે), જીવ છે તે શુદ્ધ છે, એ શુદ્ધનો અનુભવ તે મોક્ષનું કારણ છે. આહા..હા..! સમજાણું કાંઈ ? એવી વાત છે, ભાઈ ! લોકોને મુશ્કેલ પડે એટલે વિરોધ કરે). લોકો રાડ્યું તેથી પાડે છે ને ! એ..ઈ...! સોનગઢવાળા નિશ્ચયથી જ મોક્ષનો માર્ગ કહે છે. વ્યવહારને માનતા નથી. વ્યવહાર છે, નિમિત્ત છે. નિમિત્ત છે (પણ) નિમિત્તથી પરમાં કાર્ય થતું નથી. વ્યવહાર છે, વ્યવહારથી નિશ્ચય થતો નથી. સમજાણું કાંઈ ? આહાહા...!
“કોઈ કહે છે કે જીવનું સ્વરૂપ અને બંધનું સ્વરૂપ જાણી લેવું તે મોક્ષમાર્ગ છે. કોઈ